વાયરલ મેસેજ ”એમ્બ્રોઇડરી વાળા ભાઈઓ થોડો સમય કાઢી વાંચજો”

અત્યારે ખાલી 5%GST ના વિરોધ માં જો માર્કેટ માં બેસતા મારવાડી,સિંધી,પંજાબી,મુસ્લિમ,ગુજરાતી બધા જ વેપારી એક થયા છે તો આપણે તો એક જ વતન “કાઠિયાવાડ”થી આવ્યા છીએ આપણે કેમ ક્યારેય એક થતા નથી?

આપણે વતન મૂકીને,ઘર,જમીન,ઘરડા માવતર મૂકી ને અહીંયા કમાવા જ આવ્યા છીએ.જે ભાઈઓ 10 વર્ષ થઈ આ ધંધા માં છે તેમને યાદ હશે ત્યારે કોઈ જાત નો વટાવ કપાતો ન હતો.આજે 5%વટાવ,3%દલાલી,2%RF બધું મળી ને 10% કપાય છે તે કઈ રીતે પોસાય છે?જો વેપારી ઓ ને કાયદેસર નો 5%GST નથી પોસાતો તો આપણને આ 10%કઈ રીતે પોસાય છે?

હવે આપણે મળી ને નક્કી કરીયે જેને જે ભાવ પોસાતો હોય તે લેજો પણ કોઈ જાત નો વટાવ હવે કપાવવા નો નથી.30 દિવસ માં બિલ ટુ બિલ પેમેન્ટ,દલાલી વેપારી ચૂકવે.આમ પણ દલાલી ના પૈસા તો વેપારી કાપી જ લે છે.જે કાયદેસર તો આપણા હોય છે.

થોડી આંખો ખોલો આપણા જ બાળકો ને પુસ્તકો લેવા માં આપણે કસ મારીયે,દવાખાનું આવે તો ડોકટર ને કસ મારીયે,અને માર્કેટ માં દાતાર ના દીકરા થઈ ને 10%મૂકી ને આવીએ.

જો તમને ધંધા ની બળતરા હોય,બાળકો અને માવતર પ્રત્યે કાઈ જવાબદારી હોય તો તારીખ 1/7/2017થી કોઈ પણ માલ ઉઠાવતા પહેલા વેપારી ને ચોખવટ કરવી.હવે કોઈ પણ જાત નો વટાવ કપાશે નહિ.30 દિવસ માં બિલ ટુ બિલ પેમેન્ટ કરવું પડશે.નહિતર 2%વ્યાજ જોડી ને આપવા પડશે.જો આપણને માલ બનાવવા ની ચળ છે તો વેપારી ને પણ વેચવા ની ચળ છે જ.

કાઠીયાવાડી ભાઇયો હીરા માંથી એમ્બ્રોઇડરી માં આયા રાત દિવસ મહેનત કરી પોટલાં ઉચકી ઉચકી ને દેવા કરી કરી માંડ બે પૈસા કમાતા થયા ત્યાં વેપારીયો એ ગાળીયા કરવાના ચાલુ કર્યા આપદા ભાઈયો માં એકતા નહિ એટલે ૯૦ દિવસે પછી પૈસા આપવા ની હોય ને પાર્ટી ઉઠી જાય તો પૈસા તો આવતા નહિ અને માંગે તો એને જેલ ભેગા કરાવી દે. કેટ કેટલો અન્યાય સહન કરી ને પણ આંખ મીચી ને મહેનત કરીએ છીએ થોડું આંખ ખોલી ને એકતા થી રહીએ. આપડે જે મહેનત કરીએ છીએ એ આ વેપારી યો ની જાત નહિ કરી શકવા ની છતા પણ આપડે જ પીસાઈયે છીએ.

જો યોગ્ય લાગતું હોય તો તમારા બધા જ ગ્રુપ માં શેર કરજો.