6 ઓગસ્ટ છે કજરી ત્રીજ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને મહત્વ

જાણો કેવી રીતે મનાવવામાં આવે છે કજરી ત્રીજ સાથે પૂજાનો શુભ મુહૂર્ત અને મહત્વની

ગુજરાતી પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ એટલે કે વદ ત્રીજ પર કાજળી ત્રીજ (ફૂલકાજળી વ્રત) નું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 6 ઓગસ્ટ 2020 ના દિવસે ગુરુવારે ઉજવવામાં આવશે. કાજળી ત્રીજ મુખ્યરૂપથી રક્ષાબંધન એટલે કે શ્રાવણ મહિનાની પૂનમના ત્રીજા દિવસે આવે છે.

કાજળી ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્યની કામનાથી નિર્જળા વ્રત રાખે છે, અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂજા કરે છે. આ ત્રીજને સાતુડી ત્રીજ પણ કહેવામાં આવે છે. કાજળી ત્રીજ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં ઉજવવામાં આવે છે.

કાજળી ત્રીજનું મહત્વ :

કાજળી ત્રીજના દિવસે પરિણીત મહિલાઓ સોળ શૃંગાર કરે છે. હાથોમાં મહેંદી લગાવે છે અને નવા કપડાં પહેરે છે, પછી પોતાના સુહાગના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. આ દિવસે કુંવારી કન્યાઓ પણ મનગમતા વરની કામનાથી આ નિર્જળા વ્રત રાખે છે.

કાજળી ત્રીજનું મુહૂર્ત :

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજની તિથિની શરૂઆત 5 ઓગસ્ટ બુધવારે મોડી રાત્રે 10 વાગીને 50 મિનિટ પર થઈ રહી છે, જે 6 ઓગસ્ટની મોડી રાત્રે 12 વાગીને 14 મિનિટ સુધી છે.

કાજળી ત્રીજ પૂજા :

કાજળી ત્રીજની પૂજામાં સુહાગની સામગ્રીનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે વ્રત રાખતી મહિલાઓ માતા પાર્વતીને સુહાગની સામગ્રી અર્પણ કરે છે, કારણ કે આ વ્રત અખંડ સૌભાગ્ય માટે હોય છે. સુહાગની સામગ્રીમાં મહેંદી, સિંદૂર, મહાવર (અળતો – પગની પાનીએ ચોપડવાનો લાખનો બનેલો રંગ), બંગડી, ચાંદલો, સાડી, ચૂંદડી વગેરે શામેલ થાય છે.

આ દિવસે પૂજામાં ઘરમાં બનેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. ઘઉં, ચોખા, ચણા, ઘી અને મેવામાંથી મીઠું પકવાન બનાવવામાં આવે છે. તે પણ માતાને ધરાવવામાં આવે છે. વ્રતના પારણ પહેલા વ્રત કરનારે ચંદ્રના દર્શન કરવાના હોય છે અને ગાયને લોટની રોટલી, ચણા અને ગોળ ખડાવવાના હોય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.