૧ લાખ રૂપિયાની ભારતીય દુર્લભ નોટ, તેની વર્તમાન કિંમત કરોડોમાં અંકાય છે, જાણો તેની આજની કિંમત

એ તો આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતમાં નોટોનો ઈતિહાસ બધા કરતા જુનો છે તમે પણ ઘણી જ જૂની પુરાણી અને દુર્લભ નોટો ક્યારેક કોઇની પાસે તો કોઈ જ હશે.

આપણે જ્યારે પણ જૂની નોટોની વાત કરીએ છીએ ત્યારે તો સૌથી મોટામાં મોટી નોટ તરીકે વધુમાં વધુ દસ હજારની જ નોટ જોઈ હશે.

આજે ૨ હજાર રૂપિયાની નોટ ચલણ માં છે અને મોટી નોટો નાં કારણે આજે બ્લેક્મની ની સમસ્યા વધતી જઈ રહી છે. પણ તમે ક્યારેય એ વાત ની તો કલ્પના પણ નહિ કરેલ હોય કે બે હજાર કે દસ હજારથી પણ મોટી કિંમતની નોટ આપણા ભારત દેશમાં જ છપાઈ ગયેલ છે.

અરે હા તમને એ વાતની જાણ ન હોય અમે તમને જણાવી આપીએ કે ભારતમાં ૧ લાખ રૂપિયાની નોટ પણ છપાઈ ગયેલ છે, આવો જુવો અને જાણો આ દુર્લભ કરન્સી વિષે

આઝાદ હિન્દ ફૌજ ની સરકાર દરમિયાન ૧ લાખ રૂપિયા ની નોટ છપાઈ હતી જેની ઉપર ગાંધીજી નો નહિ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ નો ફોટો હતો

નેતાજી નાં નજદીકી રહેલા કરનલ મુઝાહિદ્દીને એક ઈન્ટરવ્યું માં આ વાત જણાવી હતી. ૧ લાખ ની નોટ બહાર પાળવા વાળા આઝાદ હિન્દ બેંક ને દુનિયા નાં ૧૦ દેશો નું સમર્થન હતું. આઝાદ હિન્દ ફૌજ ની સ્થાપના ૧૯૪૩ માં થઇ ગઈ હતી.