108 MP કેમેરા સાથે શાઓમી MI CC9 Pro થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

શાઓમી (Xiaomi) એ Mi CC9 Pro મોબાઈલ લોન્ચ કરી દીધો છે. એના માટે કંપનીએ ચીનમાં એક ઇવેન્ટ આયોજિત કરી હતી. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલો 108 મિગાપિક્સલનું કેમેરા સેંસર છે. આ સ્માર્ટફોનમાં ટોટલ 5 કેમેરા આપવામાં આવ્યા છે, 4 રિયર કેમેરા અને 1 સેલ્ફી કેમેરો.

Mi CC9 Pro ને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. બેઝ મોડલમાં 6 GB રેમની સાથે 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. બીજા વેરિયન્ટમાં 8 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જયારે ત્રીજા વેરિયન્ટમાં 8 રેમ સાથે 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો તેની શરૂઆત 2799 યુઆન (લગભગ 28,000 રૂપિયા) છે. ટોપ મોડલની કિંમત 3100 યુઆન (લગભગ 35,000) રૂપિયા છે.

Mi CC9 Pro ના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.47 ઈંચની ફૂલ એચડી પલ્સ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ડોટ નોચ આપવામાં આવી છે, અને ઓછામાં ઓછી બેઝલ્સ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 730G પ્રોસેસર પર ચાલે છે. આ સ્માર્ટફોનની સાથે 6 GB અને 8 GB રેમના વેરિયન્ટના ઓપ્શન મળે છે.

ફોટોગ્રાફી માટે MI CC9 Pro માં 4 રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી કેમેરો 108 મેગાપિક્સલનો છે, એની સાથે 5 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ છે અને સાથે જ 10X હાઈબ્રીડ ઝૂમ પણ આપવામાં આવ્યું છે. મેક્રો માટે 2 મેગાપિક્સલ ડેડિકેટેડ સેન્સર છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ભારતમાં હાલમાં MI CC9 Pro ની ઉપલબ્ધતા વિષે નથી જણાવવામાં આવ્યું. કંપની આ સ્માર્ટફોનને 6 નવેમ્બરે Mi Note 10 ના નામથી ગ્લોબલ લોન્ચ કરી શકે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.