આ છે તે 13 સવાલ જેના વિષે વિચારે છે બધા, પણ જવાબ કોઈની પાસે નથી હોતો, તમને ખબર છે?

રોજીંદા જીવનમાં આપણો સામનો ઘણી એવી વસ્તુ કે પ્રશ્નો સાથે થાય છે, જેનું આપણા જીવન સાથે શું લેવા દેવા છે? તે જાણવા માટે આપણે ઉત્સુક રહીએ છીએ. આપણી એ ઉત્સુકતાને શાંત કરવા માટે આપણે ઈન્ટરનેટનો સહારો લેવો પડે છે. પરંતુ ઘણી વખત આળસને લીધે આપણે એવું નથી કરી શકતા. એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ આપણને ખબર નથી હોતી, જેમ કે ફોનના કેમેરા અને ફ્લેશ વચ્ચે એક છિદ્રનું હોવું, કે પછી થીએઠરમાં ફિલ્મોના ટ્રેલર શરુઆતમાં કેમ દેખાડવામાં આવે છે?

કાંઈક એવા જ વિચિત્ર દેખાતા પરંતુ જરૂરી પ્રશ્નોના જવાબ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તેના જવાબ જાણીને તમે પોતાને પણ ધન્ય સમજશો અને અમને કહેશો થેંક્સ.

૧. તાળા નીચે છિદ્ર કેમ બનેલું હોય છે?

જો ક્યારેક વરસાદમાં તાળું પલળી જાય, તો નીચે બનેલ આ છિદ્ર ડ્રેનેજ સીસ્ટમની જેમ કામ કરે છે. તેનાથી તાળામાં પાણી ભરાવું અને તે ખરાબ થવાથી બચી જાય છે. તેની મદદથી જ તમે તાળાને ઓઈલીંગ પણ કરી શકો છો.

૨. USB નું Logo શું દર્શાવે છે?

USB નો Logo સમુદ્રના દેવતા Poseidon ના ત્રિશુલ જેવું છે. ત્રિશુલની જેમ તે પણ ટેકનીકની શક્તિનું પ્રતિક છે. વચ્ચે બનેલું તીરનું નિશાન Serial Data, સાઈડમાં બનેલું સર્કલ વોલ્ટેજ અને Square ગ્રાઉન્ડ વોલ્ટેજને દર્શાવે છે.

૩. વાઈન ગ્લાસની દાંડી લાંબી કેમ હોય છે?

વાઈન ગ્લાસની દાંડી (Stem) એટલા માટે લાંબી હોય છે, જેથી તમારી હથેળીની ગરમીથી વાઈનનું તાપમાન બદલાઈ ન જાય. તેનાથી તેનો ટેસ્ટ બદલાઈ જવાની શક્યતા રહે છે.

૪. આઇફોનના કેમેરા અને ફ્લેશ વચ્ચે એક છિદ્ર કેમ હોય છે?

તે નાનું એવું છિદ્ર ખરેખર એક માઈક્રોફોન હોય છે, જે રીયર કેમેરામાંથી રેકોડીંગ કરતી વખતે એક્ટીવ થઇ જાય છે.

૫. બેગમાં સ્લોટેડ પેચ કેમ લાગેલું હોય છે?

અમુક બેગ્સમાં સ્લોટેડ પેચ (Slotted Patches) હોય છે. તેમાં તમે તમારી જરૂરીયાત મુજબ વસ્તુ લટકાવી શકો છો.

૬. મેપલ સીરપના જારમાં નાનું હેન્ડલ કેમ લાગેલું હોય છે?

પહેલા મેપળ સીરપ (Maple Syrup) મોટા કંટેનર્સમાં આવતી હતી. ત્યારે તેના જારમાં લાગેલા આ હેન્ડલ તેને સંભાળવાના કામમાં આવતા હતા. આમ તો હવે તેની આકર નાનો થઇ ગયો છે, પરંતુ છતાં પણ તેને પારંપરિક રીતે જાળવી રાખવામાં આવી છે.

૭. બાર્બી ડોલની અટક શું છે?

બાર્બી ડોલ (Barbie Doll) નું મિડલ અને સરનેમ પણ છે. તેનું આખું નામ Barbara Millicent Roberts છે.

૮. Sneaker નું નામ કેવી રીતે પડ્યું?

Sneaker પહેરેલા લોકોના પગનો અવાજ નહોતો આવતો. આ બુટના તળિયાની એ ખાસિયતને લઈને જ તેને Sneaker કહેવામાં આવવા લાગ્યું.

૯. કી-બોર્ડની કી અલ્ફાબેટિકલ ઓર્ડરમાં કેમ નથી હોતી?

જયારે ટાઈપરાઈટરની શોધ થઇ હતી, ત્યારે તેમાં શબ્દને અલ્ફાબેટિકલ (Alphabetical) ઓર્ડરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ ઝડપથી ટાઈપ કરવા પર ટાઈપિસ્ટને અમુક શબ્દોને ટાઈપ કરવામાં મુશ્કેલી પડવા થવા હતી, જેવા કે (s-h, t-h, e-a, e-i, o-u). આ સમસ્યાને પહોંચી વળવા માટે QWERTY કી-બોર્ડ બનાવવામાં આવ્યા.

૧૦. ટોયલેટ પેપર :

આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ટોયલેટ પેપરની ડીમાંડને પૂરી કરવા માટે રોજના ૩૦,૦૦૦ ઝાડ કાપવામાં આવે છે.

૧૧. ફિલ્મોના ટ્રેલર થીએઠરમાં શરુઆતમાં કેમ દેખાડવામાં આવે છે?

પહેલા ટ્રેલર ફિલ્મ પૂરી થયા પછી દેખાડવામાં આવતા હતા. પરંતુ ત્યારે અમુક લોકોએ જ તેને જોતા હતા. મોટાભાગના લોકો ફિલ્મ પૂરી થતા જ ઘરે જવાની ઉતાવળમાં રહેતા હતા. એટલા માટે તેમણે હવે ફિલ્મોની શરુઆત પહેલા જ દેખાડવામાં આવે છે.

૧૨. Croissants :

તેના નામને કારણે લોકો સમજી રહ્યા છે કે આ ડીશ ફ્રાંસની છે. પરંતુ વાસ્તવમાં તે ઓસ્ટ્રીયાની દેન છે.

૧૩. એરોપ્લેનની બારીઓ ગોળ કેમ હોય છે?

કેમ કે ચોરસ બારીઓને લઈને ૧૯૫૩માં બે પ્લેન ક્રેશ થઇ ગયા હતા. ખાસ કરીને ચોરસ બારીઓના ચારે ખૂણા એયર પ્રેશર સહન ન કરી શક્યા અને તે તૂટી ગયા. તેનાથી બચવા માટે એન્જીયરોએ ગોળ બારીઓ બનાવવાનું શરુ કરી દીધું.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.