15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

પ્રાઇવેટ બેંકમાં 15 લાખનું પેકેજ છોડીને ઓર્ગેનિક ખેતી શરૂ કરી, આજે 12 એકર પર ખેતી કરી રહ્યા છે, દરેક એકરમાં આટલા લાખની કમાણી થાય છે.

ભોપાલના રહેવાસી પ્રતિક શર્મા બેંકની નોકરી છોડીને વર્ષ 2016 માં ગામ પરત ફર્યા હતા અને હવે તે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે.

ઓર્ગેનિક ખેતીનું એક મંચ બનાવીને, તેમાં નાના નાના મોટા 125 ખેડૂતોને પણ જોડવામાં આવ્યા છે, જેના દ્વારા તેઓ 2 હજાર ગ્રાહકો સુધી પહોંચે છે.

તેમણે આગામી બે વર્ષોમાં ઓર્ગેનિક ખેતીમાંથી 4 લાખ રૂપિયા એકર દીઠ નફો મેળવવાનું નક્કી કર્યું છે.

પૂણેથી એમબીએનો અભ્યાસ કર્યા પછી ભોપાલના રહેવાસી પ્રતીકને એક ખાનગી બેંકમાં પ્રોડક્ટ મેનેજરની નોકરી મળી હતી. વાર્ષિક પેકેજ 15.5 લાખ હતું. પરંતુ તેમણે ચાર વર્ષ પહેલાં નોકરી છોડીને ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું. આજે પ્રતિક 12 એકર જમીનમાં ખેતી કરી રહ્યો છે, તેમાં 5.5 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે.

પ્રત્યેક એકર માંથી તેને દર વર્ષે 1.5 લાખ રૂપિયા નફો થઇ રહ્યો છે. આટલું જ નહીં, પ્રતીકે ઓર્ગેનિક ખેતી માટેનું એક સંગઠન બનાવીને તેનાથી નાના મોટા 125 ખેડૂતોને પણ જોડ્યા છે. તેના દ્વારા તે 2 હજાર ગ્રાહકો સુધી સીધા પહોંચે છે અને ઓર્ગેનિક શાકભાજીની હોમ ડિલિવરી પણ કરી રહ્યો છે. તેમણે આગામી બે વર્ષમાં ઓર્ગેનિક ખેતી માંથી એકર દીઠ 4 લાખ રૂપિયાનો નફાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

મુંબઈની એક ખાનગી બેંકમાં પ્રોડક્ટ મેનેજર હતો

પ્રતિક કહે છે કે પ્રારંભિક અભ્યાસ પછી તેણે પૂણેથી એમબીએ કર્યું અને વર્ષ 2006 માં એક ખાનગી બેંકમાં નોકરી મળી. કામ સારું કર્યું તેથી એક દિવસ મુંબઇ હેડ ઓફિસ માંથી ફોન આવ્યો અને પ્રમોશન આપી મને પ્રોડક્ટ મેનેજર બનાવી દીધો. વાર્ષિક પેકેજ લગભગ 1.5 લાખ આસપાસ હતું.

બધું બરાબર ચાલતું હતું, પણ મોટા શહેરમાં રહીને આટલા પૈસા કમાયા પછી પણ મને એક કંપન જેવું લાગી રહ્યું હતું. 6-7 વર્ષ કામ કર્યા પછી મને લાગ્યું કે હવે મારું મન ભરાઈ ગયું છે. ત્યાર બાદ ચંદીગઢમાં ટ્રાન્સફર લઈ લીધી ત્યાં પણ મન ન લાગ્યું. ખેડૂત કુટુંબનો હતો, તેથી વિચાર્યું કે એક વખત ખેતીમાં હાથ અજમાવી લેવામાં આવે.

પ્રતિક હાલમાં 12 એકર જમીનમાં ખેતી કરી રહ્યો છે, જેમાં 5.5 એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરે છે. દરેક એકર માંથી તેમને વર્ષે 1.5 લાખ રૂપિયાનો નફો થાય છે.

2015 માં નોકરીની સાથે સાથે પોલી હાઉસ ફાર્મિંગમાં 50 લાખનું રોકાણ કર્યું પરંતુ તેમાંથી 5 લાખ રૂપિયા પણ વસૂલ ન થઇ શક્યા.

પ્રતિકે જણાવ્યું કે, 2015 માં નોકરીની સાથે સાથે ખેતી શરૂ કરી, ગામમાં પૂર્વજોની જમીન ઉપર એક એકરમાં પોલી હાઉસ બનાવ્યું. 45 થી 50 લાખનો ખર્ચ કર્યો. પરંતુ એક વર્ષ પછી જ તે સમજાયું કે ખેતીમાં મોંઘી ટેકનીકો વેચવામાં તો આવે છે, પરંતુ ખેડૂત દ્વારા ખરીદવામાં આવતી નથી. આનો અર્થ એ કે આપણને તેની જરૂર નથી.

મારું પોલી હાઉસ ડિસેમ્બર 2015 માં તૈયાર થયું અને એપ્રિલ 2016 માં મને એ સમજાયું કે ઘણી મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે સમજાયું કે આપણે કેમિકલ ફાર્મિંગ કરી શકતા નથી. કારણ કે તેમાં ખર્ચ વધારે થાય છે અને બજારમાં ભાવ બિલકુલ મળતા નથી. 50 લાખ રૂપિયાના ખર્ચ વાળા પોલી હાઉસમાં મેં જયારે પહેલી વખત ટામેટાં ઉગાડ્યા ત્યારે તેનો ખર્ચ મને 6 રૂપિયા પ્રતિ કિલો થયો, પરંતુ બજારમાં મને તેના ભાવ પ્રતિ કિલો માત્ર 1.5 રૂપિયા જ મળ્યો.

ત્યાર પછી ખેતીના વ્યવસાયમાં મેં મારી માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કર્યો. કારણ કે હું હંમેશાં સાંભળતો હતો કે ખેડૂતને માર્કેટિંગ નથી આવડતું અને માર્કેટિંગ કરનારાને ખેતી નથી આવડતી. હવે સમજાયું કે આપણે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ, તેનાથી આપણે માત્ર આરોગ્ય તરફ તો આગળ વધીશું જ, ઉત્પાદન ખર્ચ પણ ઘટાડી શકીશું. કારણ કે તેમાં ખાતર વગેરે તો આપણે જાતે તૈયાર કરી શકીએ છીએ અને તેના ઉત્પાદનોની કિંમત પણ બજારમાં આપણે પોતે નક્કી કરી શકીએ છીએ.

આપણે કાર્બનિક ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી લઈ જઈ શકીએ છીએ, તેનાથી વચેટિયાઓનું કમિશન દુર થશે અને ખેડૂતને વધુ નફો મળી શકશે. ત્યાર પછી મેં વર્ષ 2016 માં નોકરી છોડી દીધી અને સંપૂર્ણપણે ઓર્ગેનિક ફાર્મિંગમાં લાગી ગયો. મારા ઘર અને સાસરીયા વાળા તરફથી દબાણ આવ્યું કે તમે નોકરી કેમ છોડી રહ્યા છો, પરંતુ તે એ જાણતા ન હતા કે હું કેવી વિચારસરણી સાથે ખેતીમાં આવી રહ્યો છુ.

પ્રતિકે આગામી બે વર્ષમાં ઓર્ગેનિક ખેતીથી 4 લાખ રૂપિયા એકર નફો દીઠ નફાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

અમારા માટે ઉત્સવ બનીને આવ્યો કોરોના

પ્રતિક કહે છે કે આ દરમિયાન કેટલીક સમસ્યાઓ પણ આવી પરંતુ તેના ઉકેલ પણ મળી રહ્યા. અમારા વ્યવસાયનો સૌથી શ્રેષ્ઠ તબક્કો આ કોરોના રોગચાળામાં આવ્યો. કારણ કે હાલની સિસ્ટમમાં લોકોને ખબર જ ન હતી કે જે શાકભાજી તે ખાઈ રહ્યા છે, તેની ઉપર ગઈકાલે સાંજે કયુ રાસાયણિક છાંટવામાં આવ્યું હતું. ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું કોરોના સમયગાળામાં અમે હોમ ડિલિવરી કરી હતી, આ રોગચાળાના સમય દરમિયાન અમારી પાસે એટલી માંગ આવી કે અમે સપ્લાય પણ કરી શકતા ન હતા.

જો તમારે પણ ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં આવવું છે, તો આ બાબતોને ધ્યાનમાં રાખો

1) જો તમે નોકરીમાં છો અને ઓર્ગેનિક ફાર્મિંગમાં આવવા માંગતા હો તો સૌ પ્રથમ, તમે નોકરીમાં રહીને લગભગ 6 મહિના સુધી માર્કેટ રિસર્ચ કરો. ઓર્ગેનિક ખેતીમાં પરિણામ મળશે. જયારે સામાન્ય 4 થી 5 વર્ષનો સમય લાગશે. તેથી પહેલા તો ઉત્પાદનોમાં ઘણી બધી વેરાયટી છે. તમારે ફળોનું ઉત્પાદન કરવું છે અથવા શાકભાજીનું. કારણ કે પાલક તમને એક મહિનામાં પરિણામ આપશે અને કેળાના ઝાડ તમને 10 મહિનામાં પરિણામ આપશે, તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તે નક્કી કરો.

2) ત્યાર પછી બીજું પગલું આવે છે કે તમે આ ઉત્પાદનોનું માર્કેટિંગ કેવી રીતે કરશો? શું તમે ખેડુતોનું એક સંગઠન બનાવવા માંગો છો અથવા તમારી પોતાની એક કંપની બનાવવા માગો છો. કે પછી તમે ફક્ત ઉત્પાદન નહીં માત્ર વેપાર અને પ્રોસેસિંગ કરવા માંગો છો. તે નક્કી કરો અને નોકરીમાં રહીને ધીમે ધીમે આ બધી તૈયારીઓ પૂર્ણ કરી લો.

3) તે દરમિયાન એક સવાલએ પણ ઉભો થાય છે કે શું નોકરી અને ઓર્ગેનિક ખેતી સાથે સંબંધિત સ્ટાર્ટઅપ એક સાથે થઈ શકે છે, તો જવાબ છે – ના, કારણ કે ઓર્ગેનિક ખેતીમાં તમારે દરરોજ આવવું પડે છે. અહીંયા એક પેસ્ટ્રાઇટ છાંટીને 15 દિવસની રજા મળી શકતી નથી. તમારે તમારી જમીન સાથે જોડાવું પડશે.

4) જરૂરી નથી કે દરેક મારી જેમ ખેડૂત પરિવારમાંથી હોય અને તેની પાસે 5-10 એકર જમીન હોય? જો તમે ખેડૂત પરિવારમાંથી નથી અથવા તમારી પાસે જમીન નથી, તો તમે કેટલાક ખેડુતોને પ્રેરણા આપી શકો છો અને તેમને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારી શકો છો. તમે તેમને એ ખાતરી આપી શકો છો કે તમે તેમના ઉત્પાદનો બજારમાં સારી કિંમતે વેચશો, આવી સ્થિતિમાં તમારે એક માર્કેટિંગ કંપની બનાવવી જોઈએ. જે આ ઉત્પાદનો વેચવાનું કામ કરે.

5) જો તમે ઓર્ગેનિક ખેતીના ઉત્પાદનમાં જ જવા માગો છો, તો તમે કોઈ પણ ગામમાં અથવા શહેરોની બહારના ભાગે 5 થી 10 વર્ષના ભાડા ઉપર લઇ શકો છો અથવા ભાગીદારી કરી શકો છો. આ રીતે પણ તમે ઓર્ગેનિક ખેતી શરૂ કરી શકો છો.

6) આ ક્ષેત્રમાં ઉતરતા પહેલા મૂળભૂત હોમવર્ક જરૂર કરીને આવો. આ વ્યવસાયને એક કે બે વર્ષનો સમય આપો અને આ સમયગાળા દરમિયાન તમારી ઉપર દબાણ ન આવવું જોઈએ. આ સમયગાળા માટે તમારી પાસે આર્થિક બેકઅપ હોવું જોઈએ.

7) સ્ટાર્ટઅપ એ દરેકની હેસિયતની વાત નથી, કારણ કે તેનો અર્થ એ છે કે વ્યક્તિની અંદર બધી ક્ષમતાઓ હોવી. મેન મેનેજમેન્ટ, ફાઇનાન્સ, બિઝનેસ, વેચાણ અને પ્રક્રિયા વિભાગની કુશળતા હોવી જોઈએ. જો તમારી પાસે આ બધી કુશળતા નથી, તો પછી બે કે ત્રણ લોકો મળીને સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. તેના માટે તમારે ખેડૂતોને મળવું જોઈએ, તેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મળવું જોઈએ, તેનો અભ્યાસ કરવો જોઈએ અને સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, ત્યારે તમારું આ ક્ષેત્ર વધુ સરળ બનશે.

પ્રતિક કહે છે કે જો તમે ઓર્ગેનિક ખેતી કરવા માગો છો? તો તેના માટે પહેલા બજારનું સંશોધન જરૂરી છે.

શું તમે કોઈ સારી એવી નોકરી છોડીને ઓર્ગેનિક ખેતીમાં આવશો, તો તે વાતની કોઈ ગેરંટી છે કે સારો નફો મળશે?

પ્રતિક કહે છે કે જો તમે આ વિચાર સાથે આવો છો કે નોકરી કરતા અહિયાં વધારે કમાણી થશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે શરૂઆતનાં 2-3 વર્ષ એટલી કમાણી નહિ થાય. ઓર્ગેનિક ખેતીમાં ઓર્ગેનિક વિચારસરણી હોવી ખૂબ જ જરૂરી છે. જો તમે નફાની ગણતરીથી આવો છો, તો તમે વિચારશો કે વધુને વધુ ઉત્પાદન થાય. કારણ કે પહેલા તો તમારે જમીનની ફળદ્રુપતા વિશે વિચારવું પડશે. કેમ કે જમીનને કેમિકલથી ઓર્ગેનિકમાં ફેરવવામાં એકથી બે વર્ષનો સમય લાગે છે.

શું એક વર્ષમાં નફો તમારા પગાર કરતા વધારે થઈ શકે છે

પ્રતીક કહે છે કે તેનો જવાબ છે હા, કારણ કે હમણાં હું મારા ખેતરોમાં શાકભાજી ઉગાડીને વાર્ષિક પ્રતિ એકર 1.5 લાખ રૂપિયા બચત કરી શકું છું. આગળ પણ શક્યતાઓ છે, તમે રેમ ઉપર ફળના ઝાડ રોપી શકો છો. મિક્સ પાક અથવા લેયર ફોર્મિંગ દ્વારા તમે આવતા ત્રણથી ચાર વર્ષમાં પ્રતિ એકર દીઠ રૂ. 4 લાખ સુધીની કમાણી કરી શકો છો. હા, ફક્ત તેના માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે.

પ્રતિક કહે છે કે કોરોના કાળમાં તેને ફાયદો થયો. તે કહે છે કે ત્યારે અમારી એટલી માંગ હતી કે અમે સપ્લાય પણ કરી શકતા ન હતા.

હું સંપૂર્ણ તૈયારી અને ઓર્ગેનિક વિચારસરણી સાથે આ ક્ષેત્રમાં આવ્યો હતો

પ્રતીક કહે છે કે હું સંપૂર્ણ તૈયારી સાથે આ ક્ષેત્રમાં આવ્યો હતો. જ્યારે તમે ઓર્ગેનિક વિચારસરણી સાથે આવો છો, ત્યારે તમારા ખર્ચ આપમેળે ઘટી જાય છે. પહેલાં હું વર્ષમાં બે વાર ખરીદી કરતો હતો, હવે હું ચાર વર્ષમાં એકવાર ખરીદી કરું છું, કારણ કે હવે મારી જરૂરિયાતો જાતે જ ઓછી થઈ ગઈ છે.

મને 2016 માં લીધેલા નિર્ણય ઉપર ક્યારેય અફસોસ નથી થતો પરંતુ પહેલા કરતા વધારે માનસિક શાંતિ મળે છે. હવે હું મારા પરિવાર સાથે વધારે સમય વિતાવી શકું છું. હવે મારી પાસે એક અઠવાડિયામાં 8 થી 10 એવા ફોન આવે છે, જેમાં સર્વિસમેન કહે છે કે તેઓએ પણ ઓર્ગેનિક ખેતી કરવી છે, હું તેને સારું વલણ માનું છું કારણ કે ગામડાઓમાં રીવર્સ માઈગ્રેશન ખૂબ જ જરૂરી છે.

આજદિન સુધી રીકવર નથી થઇ શકી પોલિહાઉસની કિંમત, 34 લાખની લોન મારા પીએફ, ગ્રેચ્યુઇટીના પૈસા માંથી ભરી

પ્રતિક કહે છે કે ખેતીના પ્રારંભિક તબક્કામાં મેં પોલી હાઉસમાં જે ખર્ચ કર્યો હતો, તે આજ દિન સુધી વસૂલ થઇ શક્યો નથી. પોલી હાઉસની યુટિલિટી બસ બે મહિના માટે હોય છે. ઉપરાંત તેના ઉત્પાદનોના બજારમાં સારા ભાવ પણ મળતા નથી. પ્રતીક કહે છે કે આનાથી મને એ જાણવા મળ્યું કે આમાં ભૂલ ખેતીની નથી પણ પોલીહાઉસની છે.

પ્રતિક કહે છે કે મેં પોલી હાઉસની 47 લાખ રૂપિયાની લોનમાંથી 34 લાખ રૂપિયા મેં મારા પીએફ, ગ્રેચ્યુઇટીના પૈસા માંથી ભર્યા. જો આ નાણાં મારા સ્ટાર્ટઅપમાં ઉપયોગ કરવામાં આવ્યાં હોત, તો કદાચ આજે અમે જે કરી રહ્યા છીએ તે એક વર્ષ પહેલાં કરી લીધું હોત.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.