17 જૂને છે યોગીની એકાદશી, આ દિવસે ઉપવાસ રાખવાથી હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું મળે છે પુણ્ય.

હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું પુણ્ય મળશે જો તમે 17 જૂન યોગીની એકાદશીનું વ્રત રાખશો તો…

અષાઢ મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીને યોગિની એકાદશી કહેવામાં આવે છે. યોગિની એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. યોગિની એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એકાદશી ઉપર ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું જ ફળ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે.

તેથી, તમારે યોગિની એકાદશીના દિવસે વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ અને તેમનું વ્રત રાખવું જોઈએ. જ્યારે યોગીની એકાદશી આ વર્ષે ક્યારે આવી રહી છે, તેનું મહત્વ અને આ દિવસે શું કરવું જોઈએ તે આ લેખમાં આપવામાં આવ્યું છે.

યોગિની એકાદશી વ્રત ક્યારે છે? (યોગિની એકાદશી 2020 તારીખ)

‘યોગિની’ એકાદશી દર વર્ષે અષાઢ વદ પક્ષની એકાદશી તિથિના રોજ આવે છે. આ વર્ષે આ તિથી 17 જૂને આવી રહી છે. અર્થાત્ યોગીની એકાદશીનું વ્રત 17 જૂને કરવામાં આવશે. એકાદશી તિથિ 16 જૂન, 2020 ના રોજ સવારે 05:40 વાગ્યાથી શરૂ થઇ જશે, જે 17 જૂન, 2020 ના રોજ સવારે 07:50 વાગ્યા સુધી રહેશે. પારણાનો સમય સવારે 05: 28 થી 08: 14 વાગ્યા સુધી (18 જૂન 2020) છે.

યોગિની એકાદશી પૂજા અને ઉપવાસની રીત

યોગિની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને આખું ઘર સાફ કરો.

મંદિરને પણ સારી રીતે સાફ કરો અને ત્યાર બાદ તમારી પૂજા શરૂ કરો. પૂજા શરૂ કરતા પહેલા ખાતરી કરો કે તમે ભોગ જરૂર બનાવી લો અને તેની અંદર તુલસીનું પાન જરૂર નાખો.

પૂજા કરવા માટે, મંદિરમાં એક પાટલો મૂકો અને તેના ઉપર ભગવાન વિષ્ણુજીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર બાદ મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો.

મૂર્તિને સાફ કરો અને પીળા રંગનાં કપડાં અને માળા ચડાવી દો અને ફૂલની માળા પહેરાવી દો.

ત્યાર પછી દીવો પ્રગટાવો અને ભગવાનને યાદ કરો અને તેને વ્રત રાખવાનો સંકલ્પ કરો.

ભગવાન વિષ્ણુજીની સામે ફૂલ, ફળ અને ભોગ લગાવો અને તમારી પૂજા શરૂ કરો.

પૂજા કરતી વખતે વિષ્ણુજીના મંત્રો અને તેની સાથે જોડાયેલા પાઠ વાંચો.

પૂજાના અંતે વિષ્ણુજીની આરતી કરો.

સાંજે ભગવાન વિષ્ણુજીની આ જ રીતે પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો.

બીજા દિવસે એટલે કે બારસની સવારે સ્નાન કરી અને પૂજા કરો અને ઉપવાસ પારણાના સમયે ઉપવાસ ખોલી દો.

વ્રત ખોલતા પહેલાં ભગવાન વિષ્ણુજીને ભોગ ચડાવો અને તે ભોગ લોકોને પ્રસાદ તરીકે વહેંચી દો.

જો શક્ય હોય તો વ્રત ખોલ્યા પછી બ્રાહ્મણોને ભોજન પણ કરાવો અને તેમને દક્ષિણા આપો.

યોગિની એકાદશીનું મહત્વ

યોગિની એકાદશી સાથે સંકળાયેલી દંતકથા અનુસાર, હેમ નામનો એક માળી હતો. એકવાર તેને એક રાજાએ શ્રાપ આપ્યો, તેના કારણે તેને રક્તપિત્તનો રોગ થઇ ગયો.

આ રોગને સમાપ્ત કરવા માટે, આ માળી એક ઋષિને મળ્યા અને તે ઋષિએ તેમને યોગીની એકાદશીનું વ્રત રાખવા કહ્યું. ત્યાર બાદ આ માળી યોગીની એકાદશીનું વ્રત રાખે છે અને આ વ્રતનું પાલન કરવાથી તેનો રક્તપિત્ત રોગ ઠીક થઇ જાય છે. ત્યારથી આ એકાદશીનું મહત્વ વધ્યું છે.

પીપળના ઝાડની પૂજા કરવામાં આવે છે.

આ એકાદશીના દિવસે પીપળના ઝાડની પૂજા કરવાથી પાપનો નાશ થાય છે. આ દિવસે પીપળના ઝાડની પૂજા કરવા થી, શાસ્ત્રો અનુસાર માનવીને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.