25 ઓક્ટોબર સુધી આધાર કાર્ડ લિંક નહિ કરાવ્યું તો કપાઈ જશે રેશનકાર્ડમાંથી નામ, જાણો વિગત.

પોતાના રાશનકાર્ડમાં આધાર નંબર લીંક ન કરાવ્યું, તો ૨૫ ઓક્ટોમ્બર સુધી જરૂર કરવી દો. જો તમે તેમ કરવાનું ચુકી ગયા તો સરકાર રેશનકાર્ડ માથી તમારું નામ રદ્દ કરી દેવામાં આવશે. એવું અમે નથી કહી રહ્યા, એવો આદેશ જીલ્લા પુરવઠા કાર્યાલય માંથી જાહેર કરવામાં આવ્યો છે. ૫ થી ૨૫ ઓક્ટોમ્બર વચ્ચે લોકોને પોતાના રેશન કાર્ડમાં આધાર લીંક કરાવવાની છેલ્લી તક આપવામાં આવી છે. આ સમયમર્યાદામાં આધાર નંબર લીંક કરાવવાથી જ ભવિષ્યમાં તમને સરકારી ખાદ્ય સામગ્રી મળી શકશે.

લગભગ બે વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ સરકારે રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાનું કામ શરુ કરી દીધું હતું. સરકારનો સ્પષ્ટ આદેશ છે કે રેશનકાર્ડના દરેક યુનિટને આધાર નંબર સાથે લીંક કરવાના છે. તેના આધારે આગ્રામાં જીલ્લા પુરવઠા કાર્યાલયે આગ્રામાં તમામ ૨૮ લાખથી વધુ રેશનકાર્ડ યુનિટોને આધાર સાથે લીંક કરાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ બે વર્ષની મહેનત પછી પણ આગ્રામાં ૯૦ ટકા યુનિટ જ આધાર સાથે લીંક થઇ શક્યા છે. જીલ્લા પુરવઠા અધિકારી ઉમેશ ચંદ્ર મિશ્રએ જણાવ્યું કે હજુ પણ લગભગ ત્રણ લાખ યુનિટ આધાર સાથે લીંક નથી થઇ શક્યા.

ઘણી વખત જાગૃતતા ફેલાવવા છતાં પણ લોકો આધાર લીંક કરાવવા આવ્યા નથી. તેને કારણે હવે સરકારે આગ્રા સહીત આખા રાજ્યમાં ૫ થી ૨૫ ઓક્ટોમ્બર સુધી વિશેષ અભિયાન ચલાવીને બાકી રહેલા યુનિટ સાથે આધાર લીંક કરાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે જણાવ્યું કે વિભાગે તમામ રેશનકાર્ડ ધારકોને પોતાની દુકાન ઉપર એવા યુનિટધારકોના નામની યાદી નોંધાવી દીધી છે, જે આધાર સાથે લીંક નથી.

તે ઉપરાંત એક યાદી જીલ્લા પુરતી કાર્યાલયમાં પણ મોકલી દેવામાં આવી છે. લોકો યાદીમાં પોતાના નામ જોઇને ૨૫ ઓક્ટોમ્બર સુધી પોતાના આધાર નંબર લીંક કરાવી શકે છે. જો કોઈ પાસે આધાર નંબર નથી તો તે પોતાની ઓળખના બીજા કોઈ આધાર પણ આપી શકે છે, પરંતુ ભવિષ્યમાં તેને આધાર નંબર જરૂર આપવાનો રહેશે.

પોતાના રેશનકાર્ડમાં આધાર નંબર લીંક ન કરાવ્યું તો ૨૫ ઓક્ટોમ્બર સુધી જરૂર કરાવી દો. જો તમે તેમ ન કરાવ્યું તો સરકાર રેશનકાર્ડ માંથી તમારું નામ રદ્દ કરી દેશે. આ અમે નથી કહી રહ્યા, આ આદેશ જીલ્લા પુરવઠા કાર્યાલયે બહાર પાડ્યો છે. ૫ થી ૨૫ ઓક્ટોમ્બર વચ્ચે લોકોએ પોતાના રેશનકાર્ડમાં આધાર બન્મ્ર લીંક કરાવવાની છેલ્લી તક આપવામાં આવી છે. આ સમયમર્યાદામાં આધાર નંબર લીંક કરાવવાથી ભવિષ્યમાં તમને સરકારી ખાદ્ય પદાર્થ મળી શકશે.

હવે નહિ મળે તક

ઉમેશ ચંદ્ર મિશ્રએ જણાવ્યું કે ૨૫ ઓક્ટોમ્બર સુધી જે લોકોના આધાર નંબર રેશનકાર્ડ સાથે લીંક નહિ થઇ શકે, તેના નામ રેશનકાર્ડ માંથી રદ્દ કરી દેવામાં આવશે. આધાર લીંક ન થવાથી એવું માનવામાં આવશે કે તે વ્યક્તિ ઘર છોડીને જતો રહ્યો છે અથવા મૃત્યુ થઇ ગયું છે. ભવિષ્યમાં આધાર નંબર લીંક કરાવવાની તક ફરી નહિ મળે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.