25 ટકા બળી ગઈ પિતા-ભાઈ વિનાની છોકરી, ફિયાન્સેએ લગ્ન માટે કરી દીધી આ મોટી વાત.

હંમેશા સગાઇ પછી છોકરી વાળાને ચિંતા હોય છે કે એમની કોઈ ભૂલને કારણે ક્યાંક છોકરા વાળા નારાજ ન થઇ જાય. આજના જમાનામાં છોકરા વાળામાં વધારે માણસાઈ નથી હોતી અને લગ્નના નામ પર તેઓ વિચારે છે કે એમણે છોકરીને ખરીદી લીધી છે. પણ આ દુનિયામાં અમુક એવા પણ છોકરાઓ છે, જેમનામાં માણસાઈ બાકી છે અને તે પોતાની પત્નીના માન-સમ્માનનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આજે અમે તમને એક એવા જ છોકરા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

છોકરીના લગ્ન પહેલા જ એક અકસ્માત થયો, જેમાં એણે પોતાનું બધું ખોઈ નાખ્યું. છતાં પણ એના થનાર પતિએ એને સહારો આપ્યો. એ વ્યક્તિને કારણે 25% દાઝી ગયેલી પિતા અને ભાઈ વગરની છોકરીને પોતાના નસીબ ગર્વ થવા લાગ્યો. એની નજરમાં એ માણસ દેવતા કરતા ઓછો નથી.

25% દાઝી ગઈ પિતા અને ભાઈ વગરની છોકરી :

મધ્યપ્રદેશમાં સાગર નામના એક નવયુવાન છોકરાએ માણસાઈનું એવું ઉદાહરણ કાયમ કર્યુ છે, જેનાથી દરેક વ્યક્તિ એની ઈજ્જત જરૂર કરશે. એણે ન ફક્ત છોકરીની ચિંતા કરી પણ પણ પોતાના સાસરા પક્ષનું માન સમ્માન પણ ઘણું વધાર્યુ છે. રાયસેન નિવાસી પૂર્ણિમા બુંદેલાની સગાઇ દેવેંદ્ર સિંહ રાજપૂત સાથે થઇ હતી. અને 26 જાન્યુઆરી 2019ના રોજ એમના લગ્ન થવાના હતા. લગ્નની બધી તૈયારીઓ થઇ ગઈ હતી. કંકોત્રી પણ વેચાઈ ગઈ હતી. પરંતુ 9 જાન્યુઆરીના રોજ છોકરી સાથે એક દુર્ઘટના થયો અને એના લગ્ન ટાળવા પડ્યા.

થયું એવું હતું કે એ દિવસે પૂર્ણિમા ગરમ પાણીથી ન્હાવા જઈ રહી હતી ત્યારે એનો પગ લપસ્યો અને બધું ગરમ પાણી એના પર પડી ગયું. શરીરના 25% ભાગમાં ખરાબ રીતે દાઝી ગયેલી પૂર્ણિમાને ત્યાંની હોસ્પિટલમાં લઇ જવામાં આવી, તો ડોક્ટરોએ એને ભોપાલ લઇ જવાની સલાહ આપી. ત્યાં એનો ઉપચાર ચાલી રહ્યો છે. તે છેલ્લા 3 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. અને એના હાથની ત્રણ વાર સર્જરી થઇ ગઈ છે. આ ઘટનાથી પૂર્ણિમાનો આખો પરિવાર આઘાતમાં હતો. એક તરફ પૂર્ણિમાની ચિંતા અને બીજી તરફ લગ્ન તૂટવાનો ડરએ લોકોના મનમાં બેસી ગયો હતો.

પૂર્ણિમાના પિતા પ્રતાપ સિંહ બુંદેલા અને નાનો ભાઈ હેમંત સિંહનું નિધન થઇ ગયું છે, અને ઘરમાં કોઈ પુરુષ નથી. પૂર્ણિમાનીમાં પુષ્પા સિંહને એમના પતિની જગ્યાએ નોકરી મળી અને તે પોતાની બે દીકરીઓને ઉછેરી રહી છે. કોઈ રીતે મોટી બહેનના લગ્ન નક્કી થયા હતા, અને સગાઇ પછી લગ્નની તૈયારીઓ શરુ થઇ ગઈ. દેવેંદ્ર એક પ્રાઈવેટ નોકરી કરે છે અને જયારે એને આ દુર્ઘટના વિષે ખબર પડી, તો તે બધું છોડીને પૂર્ણિમા પાસે ગયો. ત્યાર બાદ એણે પોતાની નોકરી માંથી હાથ પણ ધોવો પડ્યો. પણ એણે માણસાઈ દેખાડી.

પૂર્ણિમાની બહેને જણાવ્યું દેવેંદ્ર વિષે :

દીકરા દેવેંદ્રના આ સકારાત્મક વિચાર માટે એમના પિતા દેવી સિંહ રાજપૂત એમનો સંપૂર્ણ સાથ આપી રહ્યા છે. દેવેંદ્રનો આખો પરિવાર એમની થનાર વહુની ખબર કાઢવા માટે ભોપાલ આવી ગયો અને હવેએ સાજી થઇ જાય પછી બંનેના લગ્ન કરાવવામાં આવશે. આ બાબતે પૂર્ણિમાની બહેન પ્રાચીએ જણાવ્યું, ‘મારા થનાર જીજાજીએ અમારા માટે જે પણ કર્યુ છે, તે હું શબ્દોથી વ્યક્ત કરી શકતી નથી. અને હું એટલું જ કહીશ કે તે અમારા માટે દેવદૂત સમાન છે.’

દેવેંદ્રના ઘરવાળા વિડીયો કોલ કરીને પૂર્ણિમા વિષે પૂછે છે, અને દેવેંદ્ર એની પાસે રહીને એની સંભાળ કરી રહ્યા છે. જયારે દેવેંદ્રને એના વિષે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું કે, “હું મારી ફરજ નિભાવી રહ્યો છું. આ એવી ઘટના હતી જે મારી સાથે પણ થઇ શકતી હતી. એનો અર્થ એ નથી કે આપણે માણસાઈ ભૂલી જઈએ. મારા માતા પિતાએ મને સંસ્કાર આપ્યા છે, અને હું એનું પાલન કરી રહ્યો છું. પૂર્ણિમા જલ્દી જ સાજી થઇ જશે.”