30 એપ્રિલ સુધી ઓફર. થાઇલેન્ડ ફરવા માટે સારા સમાચાર, ટુરિસ્ટને થશે આટલા રૂપિયાનો ફાયદો.

ઉનાળુ વેકેશનમાં બાળકોને આશરે 1 મહિનાની રજા મળે. આ સમય એવો છે કે બાળકોને લઈને પરિવાર સાથે આપણે 10 થી 15 દિવસ અથવા વધારે સમય માટે ક્યાંય ફરવા જઈ શકીએ છીએ. બાળકોને જો બીજા દેશ અને ત્યાંની સંસ્કૃતિનો પરિચય કરવામાં આવે તો જીવનમાં મોજ શોખની સાથે સાથે નવુ શીખી પણ શકે છે. ઘણા એવા દેશ છે જ્યાં બાળકો સાથે ફરવાનો પ્લાન કરી શકીએ છીએ. એવા સ્થાનોમાં નેપાળ, ભૂતાન, શ્રી લંકા વગેરે છે. થાઈલેન્ડ પણ ખુબ જ સારું પ્રવાસ સ્થળ છે.

એપ્રિલ મહિના સુધી થાઈલેન્ડ જવાવાળા ભારતીયો માટે સારા સમાચાર છે. થાઇલેન્ડે ભારત સહિત ૨૧ દેશો માંથી આવનાર યાત્રી પાસે ૩૦ એપ્રિલ ,૨૦૧૯ સુધી વિઝા ઓન અરાઈવલની ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એમને ગયા વર્ષે કર્યો હતો અને પહેલા એની છેલ્લી તારીખ ૩૧ જાન્યુઆરી હતી, પરંતુ હવે એને વધારીને ૩૦ એપ્રિલ કરી દીધી છે એટલે કે સાઉથ ઇસ્ટ એશિયન ટુરિસ્ટ સ્થાનો પર જવા માટે પહેલા કરતા પણ સસ્તું પડશે થાઈ.ની સરકારે યાત્રીઓને પ્રોત્સાહિત કરવા આ નિર્ણય લીધો છે. એટલે કે આ નિર્ણયનો ફાયદો ઉઠાવવાનો આ છેલ્લો મહિનો છે.

4400 રૂપિયાની થશે બચત :-

થાઇલેન્ડના વિઝા ઓન અરાઈવલની ફી THB 2000 (લગભગ ૪૪૦૦ રૂપિયા) છે, જેમાં તમે ૧૪ દિવસ સુધી ત્યાં રોકાય શકો છો. આવામાં ૩૦ એપ્રિલ ,૨૦૧૯ સુધી તમે અહીંયા જશો તો તમારા સીધા જ 4400 રૂપિયા બચશે. જોકે આની એક શરત છે. તમે અહીંયા 14 દિવસથી વધારે રોકાય શકશો નહિ.

થાઈલેન્ડની સરકારે જણાવ્યું :-

થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૧ દેશોના યાત્રીઓને આ સુવિધા ત્યારે જ આપવામાં આવશે. જયારે તે થાઈલેન્ડમાં ૧૫ દિવસથી ઓછા દિવસ માટે અહીંયા આવશે. રિપોર્ટ મુજબ પાછલા થોડા સમયથી અહીંયા જવાવાળા યાત્રીઓની સંખ્યા ઓછી થઈ ગઈ હતી. આથી થાઇલેન્ડ સરકારે આ નિર્ણય લીધો છે.

આ દેશોને પણ મળી છે છૂટ :-

ભારત સિવાય બુલ્ગુરિયા, સાઈપ્રસ, મોરેશસ, રોમાનીયા, સાઉદી અરેબિયા, ફિજી, તાઇવાન, ઉજબેકિસ્તાન, યુક્રેન, કઝાકીસ્તાન, ચીન, ભૂટાન, ઇથોપિયા, માલ્ટા અને પાપુઆ ન્યુ ગીનીના યાત્રીઓને વિઝા ઓન અરાઈવલની ફી આપવી પડશે નહીં.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે અમે તમને વિનંતી કરીએ છીએ, કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવનમાં ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.