30 રૂપિયામાં 22 કી.મી.ની મુસાફરી કરાવશે ઇલેક્ટ્રોનિક કાર, આવનારું ભવિષ્ય ઇલેક્ટ્રિક કારોનું જ છે.

વધતા પદુષણ અને મોંઘા ઇંધણને ઓછુ કરવાના હેતુથી નીતિ આયોગના દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ યોજના બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ લગભગ ૩૦ રૂપિયાના ખર્ચમાં ઇલેક્ટ્રિક વાહનમાં ૨ કી.મી.ની મુસાફરી કરાવી શકે છે.

મહત્વની વાત એમાં એ છે કે આ યોજનાને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા મંજુરી મળી ગઈ છે. આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન, રોડ ચાર્જમાં છૂટ આપવામાં આવી શકે છે. કેમ કે આયોગની આ યોજનામાં રાજ્ય સરકારો દ્વારા ઇલેક્ટ્રિક વાહનો ઉપર છૂટ પૂરી પાડવાનું કહેવામાં આવ્યું છે.

નીતિ આયોગની યોજના મુજબ લગભગ ૩૦ રૂપિયાના ટોપઅપ થી ૨૨ કી.મી. સુધી ઇલેક્ટ્રિક ગાડી ચલાવી શકાય છે. ૩૦ રૂપિયાના ટોપ અપમાં તમે ૧૫ મિનીટ ગાડી ચાર્જ કરી શકશો.

મીડિયા રીપોર્ટસ મુજબ EESL દિલ્હી માં સાર્વજનિક પાર્કિંગ સ્પેસ અને બીજા સ્થળો ઉપર ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાની યોજના બનાવી રહી છે અને એવું જરૂરી પણ છે કેમ કે EESL નું માનવું છે કે ઇલેક્ટ્રિક કારો ત્યારે વેચાશે જયારે લોકોની નજરમાં ચાર્જીંગ સ્ટેશન આવશે. આ ફાસ્ટ ચાર્જીંગ સ્ટેશનને લઇને ઇલેક્ટ્રોનિક કારને ૯૦ મિનીટમાં ફૂલ ચાર્જ કરી શકાશે.

EESL દ્વારા ઉભા કરવામાં આવી રહેલા ચાર્જીંગ સ્ટેશન ઉપર શરુઆતમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એંડ મહિન્દ્રાના વાહન જોડાયેલા હશે. તેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ અને થ્રી વ્હીલર્સના ચાર્જીંગ માટે ૧૫ વોટના ચાર્જરનો ઉપયોગ કરી શકાશે.

તે ઉપરાંત બીજા ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જીંગના પણ સ્પેસ હશે. ચાર્જીંગ સ્ટેશન ભારત ડીસી-૦૦૦૧ આધારિત ઇલેક્ટ્રિક મોડલ ઉપર આધારિત હશે. EESL નું કહેવું છે કે દિલ્હીના થોડા ખાસ સ્થળો ઉપર માર્ચ ૨૦૧૯ સુધી જ લગભગ ૮૪ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. આ વિસ્તારમાં ખાણ માર્કેટ, જસવંત પ્લેસ અને એનડીએમસી ના બીજા વિસ્તાર માં આ ૮૪ સ્ટેશન હશે. તેની ઉપયોગ કરવા વાળી મોબાઈલ એપ દ્વારા ચાર્જીંગ કરવા માટે યુઝર પોતાના નિર્ધારિત સ્લોટ પણ પસંદ કરી શકો છો.

તમારા મત મુજબ આ ચાર્જીંગ કાર ભારતમાં કેટલા અંશે સફળ થઇ શકે તમે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ દ્વારા જણાવશો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.