30ની ઉંમર વટાવ્યા પછી શરીર માટે ખુબ જરૂરી છે આ 5 વિટામિન્સ, જાણી લો ખુબ જ જરૂરી છે.

માણસની ઉંમર વધવાની સાથે સાથે એમના શરીરમાં પણ બદલાવ આવતા રહે છે. જેમ જેમ એક બાળક જવાની તરફ વધે છે, તો તેનામાં ઉંમરની સાથે શારીરિક મજબૂતી પણ વધે છે પરંતુ એક ઉંમર પછી આ બદલાવ ઓછો થવા લાગે છે. આવામાં શરીરને પુરી રીતે એક્ટિવ રાખવા સ્વસ્થ શરીરને અનુકૂળ ઉર્જા જાળવી રાખવી મુશ્કેલ છે.

પહેલા શરીરની ઉર્જાનો પ્રવાહ ૪૦ વર્ષની ઉંમર સુધી વધતો હતો પરંતુ થોડા વર્ષોથી બહારનું ખાવાનું ચલણ અને દિવસના કામના વધારાને કારણે શરીરની ઉર્જામાં ઘટાડો મોટાભાગે ૩૦ વર્ષની ઉંમર બાદ જ આવવા લાગે છે. જો આના પર યોગ્ય સમયે ધ્યાન ન આપ્યું, તો પરિણામ સ્વરૂપે આપણું શરીર કોઈ પણ બીમારીની ઝપેટમાં આવી શકે છે.

ઉંમરના આ પડાવ પર પહોંચ્યા પછી આપણા શરીરમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પડે છે. વિટામિન્સથી માત્ર પોષણ નથી મળતું પરંતુ આપણા શરીરને રોગમુક્ત રાખવામાં પણ મદદ કરે છે. શરીરને જરૂરી આ વિટામિન્સ અને મિનરલ્સ આપણને આહાર માંથી મળે છે. એટલે કે સારા સ્વાસ્થ્ય માટે આપણે પૌષ્ટિક ખાવાનું ખાવાની જરૂર છે.

સામાન્ય રીતે ૪૦ ની ઉમર પછી વ્યક્તિના ચહેરાનું તેજ જતું નજરે પાડવા લાગે છે, જો કે ધ્યાન આપવામાં ના આવે તો એની શરૂવાત ૩૦ ની ઉંમર પાર કર્યા પછી જ થાય છે. જો તમે તમારી જાત માટે ચિંતામાં છો અને ઈચ્છો છો કે તમારું શરીર લાંબા સમય સુધી રોગ મુક્ત રહે, તો તમારે ખાવાના માધ્યમથી શરીરમાં આ વિટામિન્સ અને મિનરલ્સની પૂર્તિ કરતા રહેવી પડશે. આવો જાણીએ આના વિશે

શરીરને સ્વસ્થ રાખતા આ વિટામિન્સ અને મિનરલ્સ , જાણીએ તેના સ્ત્રોત :-

વિટામિન B-12

વિટામિન B 12 શરીર કોશિકાઓમાં જોવા મળતા જનીનને બનાવવાની અને એનું સારકામ કરવાનું કામ કરે છે. તે આપણા મગજમાં સ્પાઇનલ કોર્ડ અને નર્વસ સિસ્ટમમાં કંઈક ખાસ તત્વોની રચના પણ કરે છે. આ આપણાં શરીરમાં રેડ બ્લડ સેલ પણ બનાવે છે. આ શરીરના બધા જ ભાગ માટે અલગ અલગ રીતના પ્રોટીન બનાવવાનું કામ પણ કરે છે. આ એવું વિટામિન છે, જેનું અવશોષણ આપણા આંતરડામાં થાય છે. ત્યાં લેકટો બેસિલસ (ફાયદાકારક બેક્ટેરિયા) હાજર હોય છે. જે આપણા શરીરમાં B 12 બનાવે છે.B 12 બનાવ્યા પછી એ લીવરમાં ભેગું થાય છે. ત્યાંથી લિવર તેને આવયશ્યક જગ્યાએ મોકલે છે.

સ્ત્રોત :- જોકે માંસાહારી પદાર્થોમાં વિટામિન બી કોમ્પ્લેક્સની માત્રા ભરપૂર હોય છે, પણ શાકાહારનું સેવન કરવાવાળા લોકો ભોજન સાથે ડેરી ઉત્પાદનોનું સેવન ભરપૂર માત્રામાં કરે તો એની લગભગ પૂર્તિ થઈ જાય છે. આ ડેરી ઉત્પાદનોમાં દૂધ, દહીં, પનીર, ચીઝ, માખણ, સોયા, દૂધના સેવનથી શરીરમાં વિટામિન B 12 નો પ્રવાહ વધે છે. સાથે જ જમીનની અંદર ઉગવા વાળા શાકભાજી જેવા કે બટેકા, ગાજર, મૂળા, શક્કરિયા વગેરેમાં વિટામિન B જોવા મળે છે.

વિટામિન D :-

વિટામિન D હાડકાઓને મજબૂતી આપે છે. આ હાડકાઓને જ નહીં પણ શરીરના સ્નાયુઓ સહિત અન્ય અંગો માટે પણ જરૂરી પોષક તત્વ છે. તે વસામાં ઘુલનશીલ પ્રો હાર્મોન્સનો એક સમૂહ હોય છે. જે આંતરડામાં કેલ્શિયમનું શોષણ કરી હાડકાઓ સુધી પહોંચાડે છે. શરીરમાં આનું નિર્માણ હાઇડ્રોક્સી કોલેસ્ટ્રોલ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી થાય છે.

આ સિવાય શરીરમાં રસાયણ કોલીકલ કૈસિરોલ જોવા મળે છે. જે ખાવાની સાથે જ મળીને વિટામિન D નો પ્રવાહ કરે છે. કેલ્શિયમની ઓછપથી આપણા વાળ નાની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે, ખરવા લાગે છે, આંખોનું તેજ ઓછું થવા લાગે છે વગેરે, જે આજના નવા જનરેશન સામે વિકરાળ સમસ્યા બનતી જાય છે.

સ્ત્રોત :- સૌથી વધુ વિટામિન D નો પ્રવાહ સવારના સૂરજના તડકા માંથી મળે છે, જો સવારે સુરજ ઉગ્યાથી પહેલા ઉઠીને આશરે ૧૫ મિનિટ સુધી સૂરજના પ્રકાશ સામે અને ઊંઘા ઉભા રહીએ તો શરીરને જરૂરી વિટામિન D તમને મળી જશે. લીલા શાકભાજી સિવાય માંસાહારમાં ઈંડા, માછલી, દૂધમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે.

કેલ્શિયમ :-

શરીરમાં કેલ્શિયમની ઓછાપના કારણે આપણી માંસપેશીઓને અને હાડકાઓ કમજોર થઈ જાય છે. શરીરને કેલ્શિયમની આવશ્યકતા ઉંમરના આધારે નિર્ધારિત થાય છે. મહિલાઓ માટે ૫૦ વર્ષની ઉંમર સુધી નિયમિત રૂપે ૧૦૦૦ મિલિગ્રામ કેલ્શિયમની આવશ્યકતા રહે છે, ૫૦ વર્ષ બાદ આ માત્રા વધીને ૧૨૦૦ કરી દેવી જોઈએ. તેમજ પુરુષો ૭૦ વર્ષ સુધી ૧૦૦૦મિલિગ્રામ નિયમિત અને ૭૦ વર્ષ બાદ ૧૨૦૦ મિલિગ્રામ નિયમિત રૂપે કેલ્શિયમની જરૂર પડે છે.

સ્ત્રોત :- આહાર કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત છે. નિમ્ન કક્ષાનો આહાર અને દૂધના ઉત્પાદનોથી શરીરને પર્યાપ્ત કેલ્શિયમ મળે છે. તાજા અને પત્તાં વાળા શાકભાજી, દૂધ, અનાજ, ઈંડા વગેરે કેલ્શિયમના સ્ત્રોત છે

મેગ્નેશિયમ :-

ભોજનમાં મેગ્નેશિયમની પર્યાપ્ત માત્રા તમને ઘણા રોગોથી બચાવી શકે છે. મુખ્ય રૂપે આની ઓછાપના કારણે આજકાલ સામાન્ય બીમારી ડાયાબિટીસનો ભય ઓછો થતો જાય છે. મેગ્નેશિયમની કમી તમને ધમની સંબંધિત રોગ, ડાયાબિટીસ, અર્થારાઇટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આપણા શરીરમાં થવા વાળી ઇનઝાઈમ પ્રતિક્રિયાના લીધે મેગ્નેશિયમ જવાબદાર છે. આની ઉણપથી શરીરની વિભિન્ન પ્રક્રિયાઓ પર અસર પડી શકે છે.

સ્ત્રોત :- લીલા પત્તાં વાળા શાકભાજી, આખું અનાજ, અખરોટ, મગફળી, બદામ, કાજુ, સોયાબીન, કેળાં, કોળું દહીં, દૂધ, ચૉકલેટ, અને તુલસીનું નિયમિત રીતે સેવન કરવાથી તમે શરીરમાં મેગ્નેશિયમની પૂર્તિ કરી શકો છો.

ઓમેગા 3 :-

ઓમેગા ૩ ફેટ્સ, કૉન્જુગેટડ લીનોલેક એસિડ અને ગામા લીનોલેનિક એસિડ જેવા કોઈક ફેટ હોય છે. જે શરીરના હાર્મોન્સમાં બદલાવ કરી ભૂખમાં ઘટાડો કરે છે અને ડાઈટીંગ કરવામાં પણ મદદરૂપ થાય છે. ઓમેગા ૩ ફેટી એસિડનું સેવન હાર્ટ અટેકના જોખમને ઓછું કરે છે. આ ધમણીઓને ફેલાવામાં સહાયક થાય છે, જેનાથી એમનામાં રક્ત પ્રવાહ વ્યવસ્થિત રીતે થાય છે. અને એન્જાઈમ્સ ફેટને સરળતાથી શરીરમાં ફરવામાં મદદ કરે છે. જેનાથી માણસનું મેટાબોલિઝમ મજબૂત થાય છે

સ્ત્રોત :- અળસીના બીજ, અખરોટ, બ્લુબેરી, રાઈનું તેલ, સોયાબીન, સાલમન માછલી અને સિફૂડ જેવા, પ્રોન, ઝીંગા, સિપ વગેરેમાં ઘણી માત્રામાં ઓમેગા ૩ જોવા મળે છે. જેનું નિયમિત સેવનથી શરીરમાં એની પૂરતી થઈ શકે છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.