32 વર્ષની આ MA-BED મહિલા છે દેશની સૌથી જુદી જ સરપંચ, આખા ગામને યાદ અપાવી વર્ષ 1960ની

આજે અમે તમારો પરિચય કરાવીશું એક એવી મહિલા સરપંચ સાથે, જે ગામના વિકાસનો નિર્ણય સાત જૂના સરપંચો સાથે ચર્ચા વિચારના કરીને લે છે. પોતાની આ વિશેષતાના કારણે આ મહિલા સરપંચ દેશના સૌથી અદ્દભૂત સરપંચો માંથી એક છે.

જાણો કોણ છે મહિલા સરપંચ કિરણ દેવી :

આ મહિલા સરપંચનું નામ કિરણ દેવી છે.

હાલમાં તે રાજસ્થાનના સિકર જિલ્લાના ઝીગર છોટીના સરપંચ છે.

ઝીગર છોટીમાં વર્ષ 1960 થી અત્યાર સુધી પસંદ કરવામાં આવેલા સરપંચોમાં સાત જૂના સરપંચ જીવતા છે.

ખૂબ સારી વાત એ છે કે ઝીગર છોટી ગામના નિર્ણય એકલી કિરણ દેવી લેતી નથી.

કોઈ પણ ખાસ નિર્ણય લેતા પહેલા કિરણ ગામના સાત જૂના સરપંચોની સલાહ લે છે.

સાત સરપંચો સાથે ગામના વિકાસ પર કિરણ દેવી ચર્ચા કરતા ઘણી વખત જોવા મળે છે.

તેવામાં ઝીગર છોટી સંભવત એવું પહેલું ગામ છે જ્યાં આટલી સંખ્યામાં વર્તમાન અને પૂર્વ સરપંચ એક સાથે બેસે છે.

32 વર્ષીય સરપંચ કિરણ દેવી 89 વર્ષની સૌથી મોટી વયના લાયક પૂર્વ સરપંચ માંગિલાલ સુધીની સલાહ લે છે.

આ જ કારણ છે કે છેલ્લા લાંબા સમયથી ઝીગર છોટીમાં ક્યારેય વાતાવરણ બગડ્યું નથી.

સરપંચની વિશિષ્ટ પહેલ :

ગામ ઝીગર છોટીના મહીપાલ છબ્બરવાલ, મનોજ સેવદા, મનોજ જૈન, દિનશે સેવદા, રાજેન્દ્ર છબરવાલ, વિનોદ છબ્બરવાલ અને વગેરે ઝીગર વગેરેનું કહેવું છે કે તેઓ વર્તમાન અને ભૂતપૂર્વ સરપંચોને હજુ પણ પોતાની વચ્ચે જોઈને ઘણા ઉત્સાહિત છે.

આ સરપંચ હજી જીવતા છે :

ઝીગર છોટીમાં પંચાયત ચૂંટણીઓ 1960 થી શરૂ થઈ હતી. મોતીરામ ઓલા, નથલલ જૈન, માંગીલાલ, ઓમપ્રકાશ ઝીગર, કમલા દેવી, બીરબલ સિંહ, સુકદેવરામ અને ત્યારપછી કિરણ દેવી સરપંચ બની. એમએ, બીએડ થયેલી કિરણે જણાવ્યું હતું કે, ગામની કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે તેઓ બધા પૂર્વ સરપંચોનો સહકાર લે છે. ખાસ વાત એ છે કે બધા ઉંમરલાયક પૂર્વ સરપંચ મળીને તેને માર્ગદર્શન આપે છે. જોકે તેમાં પૂર્વ સરપંચ નથમલનું તાજેતરમાં જ મૃત્યુ થઇ ગયું છે.

યુવાન સરપંચ કિરણ દેવીની પૂર્વ સરપંચોની સલાહ લેવાની પહેલ પછી આખા ગામમાં ચર્ચા છે કે, નવા સરપંચે તેમને 1960 ના સરપંચની યાદ પણ અપાવી દીધી. કારણ કે 1960 માં ચૂંટેલા સરપંચ પણ ગામના નિર્ણયોમાં પોતે ભાગ લઇ રહ્યા છે.

ઝીગર છોટી ગ્રામ પંચાયત સીકર :

3,529 લોકોની વસ્તી ધરાવતા ગામ પંચાયત ઝીગર, રાજસ્થાન સીકર જિલ્લાની ઘોદ પંચાયત સમિતિની અંદર આવે છે. તેમાં 595 કુટુંબ છે. 61.7 ટકા સાક્ષરતા દર ધરાવતાં ઝીગર છોટીમાં 47.9 ટકા મહિલા વસ્તી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.