35ની ઉંમર પછી પણ થઇ શકે છે ‘નોર્મલ ડિલિવરી’, બસ રાખો આ વાતોનું ધ્યાન.

મોડા લગ્ન કરવા, પછી કામમાં વ્યસ્ત થઇ જવું કે પછી આરોગ્ય સાથે જોડાયેલી તકલીફોને લઇને તે દિવસોમાં માતાની ઉંમર વધીને ૩૫ વર્ષ સુધી પહોચી ચુકી છે. તેવામાં તે દિવસોમાં નોર્મલ ડીલીવરીના ચાન્સ ઓછા થઇને એક્શન(સીઝર) ડીલીવરીની શક્યતા ઘણી વધુ થઇ જાય છે. છતાં પણ મોટાભાગના કેસમાં એવું જોવા મળે છે કે મહિલાઓ સી સેક્શન(સીઝર)ની સરખામણીએ નોર્મલ ડીલીવરીને જ મહત્વ આપતી રહે છે.

ખાસ કરીને તે મહિલાઓ જે તેના ફાયદાને સમજે છે. બીજી તરફ ઘણી મહિલાઓ સી સેક્શન પસંદ કરે છે કેમ કે તેને પ્રસુતિથી ડર લાગે છે. આમ તો પ્રસુતિ દરમિયાન પોતાને ફરી વખત કુદરતી જન્મ માટે તૈયાર કરવું મહત્વનું અને અઘરું કામ છે, જે હંમેશા ઘણી મહિલાઓ નથી કરી શકતી.

આમ તો ૩૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કુદરતી પ્રસુતિ માટે પોતાને તૈયાર કરવા માટે થોડો વધુ પ્રયાસ કરવાની જરૂર હોય છે. કેમ કે આ ઉંમરમાં મહિલાઓનું મેટાબોલીજ્મ ઓછું થવા લાગે છે, જેને કારણે જ વજન ઝડપથી વધવા લાગે છે. જો કે તે બીજી તરફ તે ઉંમરમાં હાર્મોનલ પરિવર્તન થાય છે, જેને કારણે જ બળતરા, ગુસ્સો અને ચિંતા હોય છે. તેવામાં નોર્મલ ડીલીવરી દ્વારા સ્વસ્થ બાળકનું જન્મ આપવા માટે જરૂરી છે કે તમે તમારી લાઈફ સ્ટાઈલમાં થોડું પરિવર્તન કરો.

હંમેશા રહો તૈયાર :-

સૌથી મહત્વની વાત એ છે કે ગર્ભધારણની શક્યતાઓ મહિલાઓમાં ઉંમર સાથે પણ ઓછી રહે છે. એટલા માટે ૩૫ વર્ષથી ઉપરની મહિલાઓ માટે પૂર્વ-ગર્ભધારણ સ્તર ઉપર પ્રસુતિ માટે તૈયારી શરુ હોવી જોઈએ. જેવી કે જો તમારું વજન વધુ છે તો ગર્ભાવસ્થાના રૂપમાં થોડું વજન તમારે ઓછું કરવું પડશે, કેમ કે વધુ પડતા વજન વધવાથી ગર્ભાશયના ડાયાબીટીસ કે ગર્ભાશય દરમિયાન ઊંચા લોહીના દબાણ જેવી જટિલતાઓનો સામનો કરવો પડી શકે છે.

ડાયટ હોય હેલ્દી :-

જ્યાં સુધી બની શકે પ્રયાસ કરો કે સ્વસ્થ આહાર જ ખાવ. એમ કરવા માટે તમે ધારો તો ખાવામાં સલાડ, ફળ, પ્રોટીન પણ સામેલ કરી શકો છો. સાથે સાથે તમારા ડોક્ટર સાથે વાતચીત કરો, ખાસ કરીને ફોલિક એસીડ અને કેલ્શિયમને પણ તમારા ડાયટ પ્લાનમાં સ્થાન આપો. સાથે જ બાળકનું પ્લાનિંગ કરતા પહેલા ધ્રુમપાન અને દારુ પણ છોડી દો. જયારે એક વખત તમારી જીવનશૈલી નક્કી થઇ જાય તો તે હેલ્દી ડાયટને ચાલુ રાખો.

ગર્ભાવસ્થાનો સમય :-

ગર્ભાવસ્થામાં કસરત કરો, પરંતુ માત્ર પ્રસુતિ નિષ્ણાંત સાથે ચર્ચા વિચારણા પછી જ. તેમના માર્ગદર્શનમાં એક સંતુલિત ડાયટને ફોલો કરો અને તમારા વજન વધારવામનો ટ્રેક રાખો (ગર્ભાવસ્થામાં અચાનક વજન વધવાથી બચવું જોઈએ.) ૩૫ વર્ષથી ઉપરની મહિલાઓમાં પણ માંસપેશીઓ સાથે સંબંધિત પીડા થાય છે. કસરત દરમિયાન ઈજાથી બચો, સાથે જ તમારા સાંધા અને માંસપેશીઓને મજબુત કરવા માટે સારી રીતે કસરત કરો.

થોડી અસરકારક ટીપ્સ :-

કુદરતી પ્રસુતિ માટે સારી સહનશક્તિ ઘણી મહત્વની છે અને તે જાળવી રાખવા માટે કસરત જ સૌથી સારો વિકલ્પ છે.

કોઈપણ છેલ્લી મિનીટની જટિલતા કે બાળકના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની અઘટિત થવાથી બચવા માટે ડોક્ટર દ્વારા સમજાવેલા પ્લાન અને તપાસનું પાલન કરો, જેથી સિઝેરિયન ડીલીવરી સી-સેક્શનથી બચી શકો.

તમારા પતિ અને નવજાત નિષ્ણાંત સાથે મળીને પ્રસુતિ માટે તૈયારી કરો.

પુરા નવ મહિના માટે પોતાને શાંત રાખો, શરીરને રીલેક્સ રાખો. સાથે સાથે શરીરને નોર્મલ ડીલીવરી માટે તૈયાર કરતા રહો.

તમારા શારીરિક ઢાંચાનું સંપૂર્ણ ધ્યાન રાખો. કેમ કે નવ મહિનામાં બાળકનો ગ્રોથ સાથે તમારા શરીરમાં ફેરફાર આવે છે. જેવું કે વધતા બેબી બમ્પને કારણે સંપૂર્ણ દબાણ તમારા કરોડ રજ્જુના હાડકા ઉપર પડવા લાગે છે, તેવામાં તમારી ચાલ કે ઉઠવા બેસવાની પદ્ધતિ બદલાઈ શકે છે.

ત્રીજા મહિનાથી વોક કરવું કુદરતી પ્રસુતિની તૈયારી માટે સારું રહે છે. દરરોજ ૩૦ મિનીટનું વોક સારું રહે છે. તમે ધારો તો વચ્ચે વચ્ચે ગેપ પણ લઇ શકો છો.

જો તમે એક કામકાજ કરવા વાળી મહિલા છો, તો દર કલાકે નાનું નાનું વોક કરો, કેમ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઇ જાય છે. સાથે સાથે તમે ધારો તો પગને ઉચા રાખવા માટે ડેસ્કની નીચે એક સ્ટુલ રાખીને તેની ઉપર પગ આરામથી રાખો. આ પગમાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થામાં ઊંચા લોહીના દબાણ અને ગર્ભાવસ્થામાં ડાયાબીટીસને રોકવા માટે વધુ પડતા ગળપણના સેવનથી દુર રહો. બન્ને બાબતમાં કુદરતી પ્રસુતિ થવાની શક્યતા ઓછી છે.

સારી રીતે હાઈડ્રેટેડ રહેવા માટે ઘણું બધું પાણી પીવો.

તમારા શરીરમાં સારા વિટામીન ડી ના સ્તરને જાળવી રાખવા માટે દરરોજ ૩૦ મિનીટ સુધી સારી રીતે સુરજના પ્રકાશમાં બેસો, તેનાથી તમારા હાડકા અને સાંધા મજબુત બની જશે.

તમામ ઉપરના મુદ્દાનું પાલન કરો, પરંતુ એ પણ યાદ રાખો કે દરેક ગર્ભાવસ્થા અલગ હોય છે. સાથે જ ધ્યાન રાખો કે ગર્ભાવસ્થામાં સી-સેક્શનની(સિઝર) વધુ શક્યતા જ બની રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્વસ્થ અને ફીટ જળવાઈ રહેવા સાથે જ જટિલતાઓની શક્યતાઓ ને ઓછી કરવા માટે પ્રયાસ કરો. તેનાથી ન માત્ર કુદરતી પ્રસુતિ થવાની શક્યતા વધશે, પરંતુ તે દરમિયાન થતા લેબર પેનને ઓછું કરવામાં પણ મદદ મળશે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.