4 કલાક સુધી ડ્રેસને લીધે ઉભી રહી કીમ કરદાશિયા, બાથરૂમ પણ ન જઈ શકી.

આજના સમયમાં લોકો પોતાને સુંદર દેખાડવા માટે જાત જાતના ફેશન વાળા ડ્રેસ પહેરતા જોવા મળે છે, પરંતુ એ લોકો એ નથી વિચારતા કે આ ડ્રેસ તેમને સુંદર તો દેખાડશે પરંતુ શરીર માટે કેટલા અનુકુળ છે. શરીરને માફક છે કે નહી, શરીરને નુકશાન તો નથી કરતા ને?, તે બાબતે જરા પણ વિચાર કરતા નથી.

વર્ષના સૌથી મોટા ઈવેંટ મેટ ગાલાનું આયોજન ન્યુયોર્કમાં ૬ મે ના રોજ થયું. મેટ ગાલાની સાંજને પ્રસિદ્ધી, કલાકારોના ગ્લેમર અને અવનવી ફેશન સ્ટાઈલએ અપાવી. ઈવેંટમાં પ્રસિદ્ધ કલાકારોના ડ્રેસીસ સૌથી વધુ ચર્ચામાં રહ્યા તેમાં કીમ કરદાશીયા, કેરી પેરી અને પ્રિયંકા ચોપડા રહેલા છે.

કીમ કરદાશીયાના ડ્રેસને સોશિયલ મીડિયા ઉપર ઘણો પસંદ કરવામાં આવ્યો કેમ કે તે કીમની બોલ્ડ પર્સનાલીટીને સુટ કરી રહ્યો હતો. પરંતુ આ ડ્રેસને પહેરવો કેટલો મુશ્કેલ હતો એ જોઈને નક્કી કરવું મુશ્કેલ છે.

ખાસ કરીને કીમ કરદાશીયાએ મેટ ગાલા માટે ન્યુડ કલરનો ડ્રેસ પસંદ કર્યો હતો, જેને હાઈલાઈટ કરવા માટે વોટર વીડસ લગાવવામાં આવ્યું હતું. કીમએ પરફેક્ટ બોડી બતાવવા માટે ટાઈટ ફીટીંગ ડ્રેસ પહેર્યો હતો. એજ કારણ હતું કે આ સુંદર ડ્રેસ પહેર્યા પછી કીમનું ઉઠવા બેસવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.

રીપોર્ટસના જણાવ્યા મુજબ, કીમના ટાઈટ ડ્રેસને વેસ્ટથી વધુ ટાઈટ કરવામાં આવ્યો હતો. જેથી તેના વેસ્ટનો લુક સુંદર લાગે. જયારે એ સ્ટનીંગ લુક આપવા વાળો ડ્રેસ કીમએ પહેરી લીધો તો તેમના માટે ચાલવું, બોલવું તો સરળ હતું, પરંતુ બેસવું શક્ય ન હતું.

મેટ ગાલાના બિહાઈંડ દ સીન વિડીયોમાં કીમએ આ વાતને પોતે પણ સ્વીકારી કે મને ગુડ લુકને બધાએ પસંદ કરી, હું છેલ્લા ચાર ક્લાસથી બાથરૂમ પણ જઈ શકતી નથી. હવે એ વિચારવાનું કે ઈમરજન્સીમાં શું કરવું.

જણાવી આપીએ કે કરદાશીયાએ મેટ ગાલા આફ્ટર પાર્ટી લુકમાં પણ સરસ દેખાવ કર્યો હતો. કીમ સિલ્વર હેયર વિગ અને બ્લુ મીની ડ્રેસમાં જોવા મળી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.