4 વાગ્યે રાષ્ટ્રના નામે મોદીનો સંદેશ, કોરોના કે ચીન, કયાં વિષય ઉપર થશે વાત?

દેશમાં કોરોના વાયરસની વધતી ઝડપ અને ચીનની સાથે વિખવાદ વચ્ચે આજનું સંબોધન ખુબ મહત્વનું છે

દેશમાં કોરોના વાયરસના કેસની વધતી ઝડપ અને લદ્દાખમાં ચીન સાથે શરૂ વિવાદ વચ્ચે આજે એકવાર ફરી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા સોમવાર રાત્રે આ વાતની સૂચના આપવામાં આવી, તે પ્રમાણે મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રધાનમંત્રીનું સંબોધન થશે. હવે દરેકની નજર તેના પર જ છે કે, પીએમ પોતાના સંબોધનમાં શું સંદેશ આપશે? પીએમ મોદી આ પહેલા પણ કોરોના સંકટ દરમિયાન દેશને સંબોધિત કરી ચુક્યા છે.

કોરોનાની વધતી ઝડપ, અનલોક 2 પર સલાહ?

દેશમાં કોરોના વાયરસના કેસના આંકડો 5 લાખને પાર કરી ચુક્યો છે, અને તે ઝડપથી 6 લાખ તરફ વધી રહ્યો છે. આ દરમિયાન સોમવારે જ કેંદ્ર સરકારે અનલોક 2 ની સૂચનાઓ જાહેર કરી છે, જે એક જુલાઈથી લાગુ થશે. આ સૂચનાઓમાં થોડી વધારે છૂટ આપવામાં આવી છે. એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને અનલોકમાં સાવધાની અને કોરોનાને લઈને સચેત રહેવાની કઈ જાણકારી આપશે, તેના પર દરેકની નજર રહેશે.

લદ્દાખમાં ચીન સાથે વિવાદ શરૂ જ છે :

તમને જણાવી દઈએ કે, મે મહિનાથી લદ્દાખમાં ચીન સાથે શરૂ થયેલો વિવાદ હજી પૂરો થયો નથી. 15 જૂનની લડાઈમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા, ત્યારબાદ મુદ્દો વધારે ગરમ થઈ ગયો. હવે આજે એકવાર ફરી બંને દેશોની સેનાઓ પરસ્પર વાત કરશે.

ચીની સેના PLA અત્યાર સુધી LAC પરથી પાછળ નથી હટી, જયારે ભારત આ વાત પર અડ્યું છે કે એપ્રિલ પહેલાની સ્થિતિ લાગુ કરવામાં આવે. આ દરમિયાન ચીનના ભયને જોતા બોર્ડર પર જવાનોની સંખ્યા વધી ગઈ છે, વાયુસેના પણ સંપૂર્ણ રીતે એક્ટિવ છે. એવામાં લોકોની નજર તેના પર રહેશે કે, શું પ્રધાનમંત્રી ચીનના બાબતે કાંઈ ખાસ કહેશે.

ચીન પર થઈ વર્ચ્યુઅલ સ્ટ્રાઇક :

ચીનને લઈને આખા દેશમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે, અને લોકો ચીની સામાનના બહિષ્કારની વાત કરી રહ્યા છે, જેથી ચીનને આર્થિક ઇજા પહોંચાડી શકાય. આ દરમિયાન સોમવારે કેંદ્ર સરકારે ટિકટોક સહીત ચીનની 59 મોબાઈલ એપ્સને ભારતમાં બેન કરી દીધી છે.

આ એપને બેન કરવા પાછળ સુરક્ષા કારણ જણાવવામાં આવ્યું છે, કારણ કે આરોપ હતો કે આ એપ્સ ભારતના ડેટા ચોરી રહી હતી. જોકે આને લઈને ઘણા સમયથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, અને માંગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ચીન સાથે શરૂ વિવાદ વચ્ચે સરકારે ગરમ લોખંડ પર હથોડો મારી દીધો છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.