40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

40 વર્ષની ઉંમર પછી વજન ઘટાડવા અપનાવો આ રીતો, ચોક્કસ પણે સારું પરિણામ મળશે

જો તમારી ઉંમર 40 થી વધારે છે, તો તમે નોંધ્યું હશે કે આ ઉંમરે વજન વધારવું ખૂબ જ સરળ છે પરંતુ વજન ઘટાડવું એટલું જ મુશ્કેલ છે. તમારી જીવનશૈલી, ખાવાની આદતો અને હોર્મોન્સમાં પરિવર્તન તમારા શરીરમાં ચરબી જમા કરે છે. જેના કારણે તમારું વજન ઝડપથી વધવા લાગે છે. વજન ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે તમારો આહાર ચાર્ટ બનાવી લો અથવા એવો જ ખોરાક લો કે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે.

કેટલાક લોકો વજન ઓછું કરવા માટે ઉપચારનો પણ આશરો લે છે. આજે અમે આ ઉંમરના લોકોનું વજન ઓછું કરવા માટેના કેટલાક સરળ અને ઘરગથ્થું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ આ ઉપાયો ક્યા છે.

ફળ અને કચુંબર ખાઓ

દર વખતે ભોજનની સાથે કચુંબર શામેલ જરૂરથી કરો. માંસ, ડેરી ઉત્પાદનો અને અનાજ કરતાં સલાડ અને ફળોમાં વધુ પોષક તત્વો તથા ચરબી અને કેલરી ઓછી હોય છે. તે તમને સંતુષ્ટ રહેવામાં પણ મદદ કરે છે અને વજન પણ વધારતું નથી. તમે તમારા આહારમાં ઋતુના ફળોનો સમાવેશ કરી શકો છો.

બ્રેકફાસ્ટ ક્યારેય ચૂકશો નહીં

સવારનો નાસ્તો કોઈ પણ કિંમતે ભૂલવો જોઇએ નહીં. તમે તમારા બ્રેકફાસ્ટમાં ફળો, થુલી અથવા ઘઉંમાંથી બનેલા ટોસ્ટને શામેલ કરી શકો છો. તે સવારની ભૂખને કાબૂમાં રાખવામાં મદદ કરે છે, જે તમને બપોરના સમયે અનિચ્છનીય અથવા અતિશય આહાર ખાવા માટે દોરે છે. દર થોડા કલાકોમાં નાના-નાના ખોરાક અથવા નાસ્તા દ્વારા તમે દિવસભરની તમારી ભૂખને નિયંત્રિત કરો છો.

રાત્રે ઓછું ખાવું

જો તમને બપોરના ભોજન (બપોરે 3 વાગ્યા પહેલા)માં તમારી રોજિંદી કેલરી મળે છે, તો પછી તમે એક મોટું ભોજન કરીને વધારે વજન ઘટાડી શકો છો. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો રાતના સમયે ઓછામાં ઓછું ખાવું.

સાવચેત થઇ જાઓ

જ્યારે તમે કામ, બાળકો અને તમારા જીવનમાં વ્યસ્ત રહો છો ત્યારે તમે ઓછુ ખાવાનું ખાઓ છો. પરંતુ જો તમે એકલા હોવ છો તો સ્વાભાવિક રીતે તમે વધારે ખાશો અને જલ્દીથી તમને ભૂખ પણ લાગે છે. તો ધ્યાનમાં રાખો કે ખોરાક બધા લોકો સાથે જ લેવો જોઈએ.

કસરત જરૂરથી કરવી

કસરત કર્યા વિના, વજન ઘટાડવું અને ફિટ રહેવાની કલ્પના પણ કરી શકાતી નથી. કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. તેના વિશે લખીને રાખો જેથી તમે વર્કઆઉટના શેડ્યુલને યોગ્ય રીતે અનુસરી શકો.

જમતી વખતે ટીવી ન જોશો

ખાવું, પીવું, ઊંઘ લેવી અને ચેનલ બદલતા રહેવું, જો તમે આ બધી બાબતોમાં વધુ સમય પસાર કરો છો તો તમારું વજન વધવાનું નિશ્ચિત છે. સૌ પ્રથમ, તમારા માટે સ્વસ્થ અને હળવા ખોરાકની પસંદગી કરો, પછી પ્લેટમાં એટલું જ રાખો, જેટલું તમારા માટે જરૂરી હોય. તમે શું અને કેટલું ખાવ છો તેની સંપૂર્ણ કાળજી રાખો.

રાત્રિભોજન પછી ચાલવાનું રાખો

રાત્રિભોજન સૂવાના બે અથવા અઢી કલાક પહેલાં જ ખાઈ લો. તે પછી ચાલવાનું ભૂલશો નહીં. આનાથી ખોરાક યોગ્ય રીતે પચે છે અને તમને સારી ઊંઘ પણ આવશે. ધ્યાન રાખો કે ખાધા પછી તરત સુવા ન જવું જોઈએ.

આ માહિતી ઓન્લી માય હેલ્થ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.