5 સ્ટાર રેટિંગ નાં નામે મોંઘા વેચતા AC વીજળી બચાવતા નથી, 28 ટકા વધુ વપરાય છે.

 

જો તમે વિચારી રહ્યા છો કે 5 સ્ટાર રેટિંગ વાળુ એસી લઇ લેશો તો વીજળીની બચત થશે, તો એક વખત વિચાર કરજો. સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એનવાયરમેંટ (સીએસઈ) એ દાવો કર્યો છે કે 5 સ્ટાર એસીના નામ ઉપર દગો થઇ રહ્યો છે. કંપનીઓ દ્વારા 5 સ્ટાર રેટિંગ વાળા એસીને વીજળી બચાવવા વાળું બનાવવામાં આવે છે.

સીએસઈ મુજબ મુ-સ્ટર રેટિંગવાળા એસી ગરમીમાં 1-સ્ટાર એસી ના જેવું કામ કરે છે. એટલે કે વીજળી નથી બચાવતું પણ 28 ટકા વધુ ખર્ચ કરે છે. સીએસઈ ના રીપોર્ટ પ્રમાણે બહારનું તાપમાન 40 ટકા ઉપર જાય તો તમારું 5 સ્ટાર એસી પણ 2 સ્ટાર એસી જેટલી વીજળી ખાવા લાગે છે.

તે બહારના તાપમાન 45 ની ઉપર જાય ત્યારે તમારું 5-સ્ટાર એસી 1-સ્ટાર એસી જેટલી વીજળી ખાવા લાગે છે. વધુ વીજળી ખાવાને લીધે તમારું વીજળીનું બીલ વધારી દે છે. સીએસઈના રીપોર્ટ પ્રમાણે, 5-સ્ટાર એસી ખરીદવામાં વધુ પૈસા થાય છે. 5-સ્ટાર એસી વધુ ગરમીમાં ઠંડક આપે છે. ઓછી ઠંડક આપવાની સાથે સાથે વધુ વીજળી ખાઈને બીલ વધારે છે.

સીએસઈ એ કરાવ્યો હતો ત્રણ મોટી કંપનીઓ ઉપર સર્વે

સ્ટાર રેટિંગ આપવાનું કામ બ્યુરો ઓફ એનર્જી એફિસીએંસી કરે છે. 5-સ્ટાર એસી ૨૦-૨૨ ટકા વીજળી બચાવવાનો દાવો કરે છે. પણ હકીકતમાં વધુ ગરમી હોય તો ૨૮ ટકા સુધી વધુ વીજળીનો વપરાશ કરે છે. રૂમને ઠંડો કરવાની ક્ષમતા ૩૦ ટકા ઓછી થઇ જાય છે. 1.5 ટન વાળુ એસી 1-ટન વાળા એસી જેવું જ કામ કરે છે.

સીએસઈ એ વોલ્ટાસ, એલજી અને ગોદરેજના ત્રણ મોડલ્સને લઈને 5-સ્ટાર એસી ઉપર રીપોર્ટ તૈયાર કર્યો છે. બજારમાં 50 ટકા એસી તે ત્રણ કંપનીઓ ના વેચાય છે.