50 હજાર કરોડની સરકારી યોજના વડે ચીન સાથે છેડો ફાડીને ભારત આવશે મોબાઈલ હેંડસેટના દિગ્ગ્જ?

સરકારની 50 હજાર કરોડની યોજનાથી શું મોબાઈલ હેંડસેટના દિગ્ગજ ચીન સાથે છેડો ફાડીને ભારત આવશે?

50 હજાર કરોડની સરકારી યોજના છોડીને ભારત આવશે મોબાઈલ હેન્ડસેટના નિષ્ણાંત?

મોબાઇલ મેન્યુફેક્ચરિંગની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને તેના ઘટકોના ઉત્પાદનમાં વધારો કરવાના હેતુથી 50 હજાર કરોડના ખર્ચે ત્રણ નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે આટલા પ્રયાસથી મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદનમાં ચીની પ્રભુત્વનો અંત લાવવો અને વિશ્વની ટોચની મોબાઇલ કંપનીઓને બોલાવવી સરળ નહીં રહે.

મોટી મોબાઇલ કંપનીઓને આકર્ષિત કરવાની યોજના

50 હજાર કરોડના ખર્ચે શરુ કરવામાં આવી ત્રણ યોજનાઓ

નિષ્ણાતોને એ શંકા છે કે તેમને વિશેષ ફાયદો થશે

સરકારે મોબાઈલ ફોન ઉત્પાદનમાં ભારતને વિશ્વનો મોટો દેશ બનાવવાના લક્ષ્ય સાથે 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નવી યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ નિષ્ણાતોના મતે આટલા પ્રયાસથી મોબાઇલ હેન્ડસેટ્સમાં ચીનનું વર્ચસ્વનો અંત લાવવો અને વિશ્વની મોટી મોબાઇલ કંપનીઓને બોલાવવી સરળ રહેશે નહીં.

શું છે સરકારની યોજના

માહિતી ટેકનોલોજી અને સંદેશાવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે જાહેરાત કરતા મગળવારે કે મેક ઈન ઈન્ડિયા કોઈ અન્ય દેશને પાછળ છોડવા માટે નથી પરંતુ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે. મોબાઇલ ઉત્પાદનની સાથે સાથે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને તેના ઘટકોના ઉત્પાદનને વેગ આપવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે.

10 લાખ લોકોને રોજગાર આપવાનું વચન

પ્રસાદે કહ્યું કે આ ત્રણ યોજનાઓ દ્વારા આગામી પાંચ વર્ષમાં આશરે 10 લાખ લોકોને રોજગારી મળે તેવી ધારણા છે. આ સાથે જ આઠ લાખ કરોડ રૂપિયાના ઉત્પાદન અને 5.8 લાખ કરોડ રૂપિયાના નિકાસનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 40995 કરોડ રૂપિયાની પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (પી.એલ.આઇ.) યોજનાનું લક્ષ્ય મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ઘટકોનું ઉત્પાદન વધારવાનું છે.

તેમના દ્વારા મંત્રાલય ભારતમાં વૈશ્વિક મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકોને પણ આકર્ષિત કરવા માંગે છે અને મોબાઇલ હેન્ડસેટ્સ માટે વૈશ્વિક ઉત્પાદન સેન્ટર બનવા માંગે છે.

આંકડાઓ મુજબ દેશમાં મોબાઈલ ઉત્પાદનનો વ્યવસાય વર્ષ 2014-15માં 2.9 અબજ ડોલરથી વધીને 2018-19માં 24.3 અબજ ડોલર સુધી પહોચી ગયો. એટલે કે આ સમયગાળામાં તેમાં 70 ટકાનો વાર્ષિક ધોરણે વધારો થયો છે.

ટોચની 5 કંપનીઓ ભારત આવે

પ્રસાદે કહ્યું હતું કે વિશ્વના મોબાઇલ માર્કેટમાં 80 ટકા ભાગ ઉપર માત્ર 5-6 કંપનીઓનો કબજો છે અને તેથી ભારત આ 5 ટોચના વૈશ્વિક ખેલાડીઓને અહીં આકર્ષિત કરવાની ઈચ્છા ધરાવે છે. આ સિવાય પાંચ ભારતીય કંપનીઓને પણ પ્રોત્સાહન આપવાની યોજના છે.

શું કહે છે નિષ્ણાતો

નિષ્ણાંતો કહે છે કે સરકારની આ યોજના કાગળ ઉપર તો ઘણી સારી લાગે છે, પરંતુ તેનો અમલ કરવો સરળ નથી. આ સિવાય ઘણા કિસ્સાઓમાં સ્પષ્ટતાનો અભાવ છે. એક ટેલિકોમ વિશ્લેષકે કહ્યું, “પાત્રતાની શરતે ઉત્પાદન અને મૂલ્યવર્ધનની વ્યાખ્યાનો અભાવ છે, તેથી કોઈ કંપનીના 100% આયાત કરી પી.એલ.આઇ.નો દાવો કરી શકે છે.”

હાલમાં દેશમાં 80 ટકા સ્માર્ટફોન ઉત્પાદકો સંપૂર્ણ આયાત કરેલી કીટ મગાવીને અહીંયા તેની એસેમ્બલ કરે છે. મોબાઇલ વ્યવસાયમાં, કેટલીક કંપનીઓ જાતે હેન્ડસેટ્સ બનાવે છે, તો કેટલીક જાતે ડીઝાઈન બનાવીને કોઈ બીજા પાસે બનાવરાવે છે. મોટી કંપની એપલ પણ બીજી કંપનીઓ વિસ્ટ્રોન, ફોક્સકોન અને પેગાટુન પાસે હેન્ડસેટ્સ બનાવરાવે છે.

એપલના આ ઉપકરણ ઉત્પાદકો આમ તો તાઇવાનના છે, પરંતુ તે પણ સસ્તા ખર્ચને કારણે જ તેનું ઉત્પાદન કાર્ય ચીનના કારખાનાઓમાંથી જ કરે છે. એ જ રીતે, ઓપ્પો, શાયોમી, વિવો જેવી કંપનીઓ ચીનની વિંગટેક, લોંગચિઅર જેવી અન્ય કંપનીઓ પાસે તેમના હેન્ડસેટ્સ બનાવરાવે છે.

ચીનમાં આ કંપનીઓને મોટી સરકારી સહાય મળે છે, જેના કારણે તેમની કિંમત ઘણી ઓછી થઇ જાય છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) નીલ શાહ કહે છે, “તમે એપલ પાસે એ આશા નથી રાખી શકતા કે તે અચાનક ચીન છોડીને આવી જશે” ચીનમાં જે ડિવાઇસ ઉત્પાદકો છે, તેને કોઈ બીજા દેશમાં જતા પહેલા ઘણી વાર વિચારવું પડશે, કારણ કે ત્યાંની સરકાર તેમની ઉપર કડક નિયંત્રણ પણ રાખે છે. તે ચીન સરકારને નારાજ નથી કરી શકતા. ભારત સરકાર આટલા મોટા પાયે આ કંપનીઓને પ્રોત્સાહનો આપી શકતી નથી, જેવી ચીન આપે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.