50 હજાર રૂપિયા છે તમારી પાસે તો લગાવો બેટરી વોરેન્ટ પ્લાન્ટ

પાછલા કેટલાક વર્ષોમાં બેટરી વોટરની માંગ સતત વધી રહી છે. વાહનો અને ઇનવર્ટરમાં લાગેલી બેટરીઓમાં કેટલાક મહિનાના સમયમાં પાણી નાખવાની જરૂર હોય છે. તે પાણી અલગ પ્રકારનું હોય છે. આ બેટરી વોટર ઓટોમોબાઈલ માર્કેટ સિવાય લગભગ બધા રેસિડેન્શિયલ માર્કેટમાં વેચાય છે.

એવામાં, શહેરોમાં બેટરી વોટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ લાગી રહ્યા છે. જો તમે પણ કોઈ એવો બિજનેસ શરુ કરવા માંગો છો, જેને લગાવવામાં વધુ પૈસા ખર્ચ નથી થતા, તો તમે બેટરી વોટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી શકો છો.

બીઝનેસમાં શક્યતાને જોતા સરકાર પ્રધાનમંત્રી એમ્પલોયમેંટ જનરેશન પ્રોગ્રામ દ્વારા આ પ્રોજેક્ટને લોન પણ આપે છે. આજે અમે તમને આ આખા પ્રોજેક્ટ વિષે જણાવીશું, જેથી તમે આ પ્રોજેક્ટ રીપોર્ટના આધારે લોન લઈને પોતાનો બીઝનેસ શરુ કરી શકો.

કેટલો આવશે ખર્ચો

સરકારના મોડલ પ્રોજેક્ટ રીપોર્ટ મુજબ, જો તમારી પાસે લગભગ 50 હજાર રૂપિયા છે તો તમે બેટરી વોટર પ્લાન્ટ લગાવી શકો છો, કારણ કે આ આખા પ્રોજેક્ટનો ખર્ચો 4 લાખ 70 લાખ રૂપિયા છે અને પ્રધાનમંત્રી એમ્પલોયમેંટ જનરેશન પપ્રોગ્રામ દ્વારા તમે લોન પણ લઇ શકો છો. આ પ્રોગ્રામ દ્વારા 90 ટકા લોન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.

આ છે પ્રોજેક્ટ રીપોર્ટ :-

ઈક્વિપમેન્ટ (હોટ એયર બ્લોવર, પ્લાસ્ટિક ડ્રમ, વોટર લીફટીંગ પંપ, હાર્ડનેસ ટેસ્ટીંગ કીટ, પીએચ મીટર, સેમીઓટોમેટીક ફીલિંગ મશીન, 1 એચપી મોટર, ક્વાલીટી કંટ્રોલ ઈક્વિપમેન્ટ) પર લગભગ 2 લાખ 25 હજાર રૂપિયાનો ખર્ચો આવશે. જયારે તમારે લગભગ 2 લાખ 45 હજાર રૂપિયાની વર્કિંગ કેપિટલની જરૂર પડશે. જેનાથી તમારો પ્રોજેક્ટનો ખર્ચો 4 લાખ 70 હજાર રૂપિયા થઇ જશે.

કેટલી હશે આવક :-

પ્રોજેક્ટ રીપોર્ટ મુજબ, પ્રોજેક્ટ શરુ થયા બાદ એક વર્ષ દરમિયાન તમને લગભગ 9 લાખ રૂપિયાના રો-મટીરીયલની જરૂર પડશે. આ રીતે તમારો પ્રોડક્શનનો ખર્ચો 14 લાખ 70 હજાર રૂપિયા આવશે. એક વર્ષમાં તમે 250 કિલોલીટર બેટરી વોટરનું પ્રોડક્શન કરશો અને તેને વેચીને તમને 16 લાખ રૂપિયા મળશે. તે તમને લગભગ 1 લાખ 29 હજાર રૂપિયાની આવક થશે.

મળશે 25 ટકા સુધી સબસીડી :-

જો તમે આ પ્રોગ્રામ હેઠળ લોન લો છો? તો તમે 25 ટકા સુધી સબસીડી પણ મળે છે. શહેરી ક્ષેત્રોમાં 15 ટકા અને ગ્રામીણ ક્ષેત્રમાં 25 ટકા સબસીડી અપાય છે, જયારે સ્પેશલ કેટેગરીના લોકોને 25 થી 35 ટકા સબસીડી આપવામાં આવે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ