500 રૂપિયામાં મોબાઈલ આપ્યા બાદ હવે અંબાણી આપશે મફતના ભાવે ઘર જાણો કેવી રીતે.

એશિયાના સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણી રિલાયન્સ જિઓથી ટેલિકોમ સેકટરમાં ધૂમ મચાવ્યા પછી, હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જોરદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે (RIL) મુંબઈ પાસે એક વર્લ્ડ ક્લાસ મેગાસિટી બનાવવા માટેની બ્લુ પ્રીન્ટ તૈયાર કરી લીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની આ મેગાસિટી કેટલી મોટી હશે, એનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે, રિલાયન્સ ગ્રુપનો આ એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. એનો દરેક ભાગ પોતાનામાં જ એક પ્રોજેક્ટ હશે.

બદલાય શકે છે ભારતીય શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની છબી :

અંબાણીની કંપની આ પ્રોજેક્ટને સિંગાપોરની રચના પ્રમાણે તૈયાર કરશે. આ મેગાસિટીમાં એયરપોર્ટ, બંદર તથા સી લિંક સાથે કનેક્ટિવિટી એટલે કે જોડાણ હશે. આ મેગાસિટીમાં લગભગ 5 લાખ લોકો રહે એવી વ્યવસ્થા હશે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ પણ છે કે, એમાં હજારો કંપનીઓ માટે પણ જગ્યા હશે. શરૂઆતી અનુમાન પ્રમાણે આ પ્રોજેક્ટ પર એક દશકમાં લગભગ 75 અરબ ડોલરનો ખર્ચ થઇ શકે છે.

JIOની જેમ જ આ પ્રોજેક્ટને મુકેશ અંબાણી મોટા પાયે લોન્ચ કરી શકે છે. ઘણા જાણકારોનું માનવું છે કે મુકેશ અંબાણીનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રિયલ એસ્ટેટ સેક્ટરને એ રીતે પ્રભાવિત કરશે, જેવી રીતે 2016 માં લોન્ચ પછી રિલાયન્સ જિઓએ ટેલિકોમ સેક્ટરમાં કર્યુ હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે એનાથી ભારતીય શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની છબી બદલાય જશે.

વ્યાજબી હશે ઘરોની કિંમત :

રિપોર્ટમાં એક રિયલ એસ્ટેટ જાણકારે કહ્યું હતું કે, આ મેગાસિટીના અસ્તિત્વમાં આવ્યા પછી મુંબઈનો અંદાજ બદલાય શકે છે. એમનું માનવું છે કે આ રિવર્સ માઈગ્રેશનનું કારણ બની શકે છે. એની પાછળનું કારણ એ જણાવવામાં આવી રહ્યું છે કે, આ મેગાસિટીમાં ઘરોની કિંમત મુંબઈની રિયલ એસ્ટેટ કંપનીઓ દ્વારા વેચવામાં આવતા ઘરોની સરખામણીમાં ઘણી ઓછી હશે.

કંપની પોતે જ આ પ્રોજેક્ટને ડેવલપ કરશે. અને એ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત છે. માત્ર ડેવલપમેન્ટ જ નહિ પણ આ મેગાસિટીના અસ્તિત્વમાં આવ્યા પછી કંપની પોતે જ આનું પ્રશાસન અને નિયંત્રણ કરશે. કંપનીએ એના માટે સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી (Special Planning Authority) લાઇસન્સ પણ લીધું છે. રિપોર્ટ અનુસાર આ પગલાથી કંપની દ્વારા આ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે ઓછો ખર્ચ થશે.

પિતા ધીરુભાઈ અંબાણીનું સપનું કરશે સાકાર :

રિલાયન્સ ગ્રુપના સ્થાપક અને મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી જ પહેલી વાર નવી મુંબઈમાં, એક વિશ્વસ્તરીય શહેર વસાવવાનો આઈડિયા લઈને આવ્યા હતા. 80 ના દશકમાં જ ધીરુભાઈ અંબાણીએ આના વિષે વિચાર કર્યો હતો. એવામાં આ પ્રોજેક્ટ આવ્યા પછી આશા કરવામાં આવી રહી છે કે મુંબઈને ભીડથી છુટકારો મળી જશે.

જણાવી દઈએ કે ગયા મહિને જ વૈશ્વિક સ્તર પર આ ઇકોનોમિક હબ ડેવલપ કરવા માટે મુકેશ અંબાણીએ નવી મુંબઈ એસઈઝેડ (NMSEZ) પાસેથી 2100 કરોડ રૂપિયાની શરૂઆતી ચુકવણી કરીને 4,000 એકર જમીનને ભાડેથી લેવાની ઘોષણા કરી હતી. એનએમએસઈઝેડને મુકેશ અંબાણી, જય કોર્પ ઇન્ડિયા, સ્કીલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ અને સીટી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ કોર્પોરેશન પ્રમોટ કરે છે.

આ માહિતી રાજસ્થાન પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.