6 શીખ બાઈકર 40 દિવસમાં 22 દેશોમાંથી પસાર થઈને ઇંગ્લેન્ડથી પંજાબ પહોચ્યા.

‘દ સીખ મોટરસાયકલ ક્લબ’નું કામ શું છે? આ ગ્રુપે એક કમાલનું કામ કર્યું છે, જેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. ખાસ કરીને, ૬ બાઈક સવારોએ મોટરસાયકલ ચલાવી દુનિયાના ૨૨ દેશો માંથી પસાર થઈને ભારત સુધીની સફર પૂરી કરી. તેના માટે તેમણે ૪૦ દિવસોમાં ૯,૫૦૦ કી.મી. બાઈક ચલાવી. તે બધું તેમણે ‘શ્રી ગુરુ નાનક દેવજીની ૫૫૦મી જયંતિ’ના ઉપક્રમે આયોજિત કર્યું.

૩ એપ્રિલથી શરુ કરી હતી સફર :-

છેલ્લા ૧૮ મહિનાથી રાઈડર આઝાદ સિંહ સિદ્ધુ, જીતેન્દ્ર સિંહ ચૌહાણ, મનદીપ સિંહ ધાલીવાલ, પ્રવજીત સિંહ ઠાકુર, સુખવીર સિંહ મલૈત અને જસમીત સિંહ આ પ્રવાસનું આયોજન તૈયાર કરી રહ્યા હતા. એટલું જ નહિ, આ ‘ખાસલા એડ’ પાસે પણ ગયા અને તેમની પાસે ફંડ મેળવવા માટે મદદ માંગી. ત્યાર પછી તેમણે ૮૦,૦૦૦ કેનેડીયન ડોલર (લગભગ ૪૨ લાખ) અને પંજાબ તરફથી ૬ લાખ રૂપિયા દાનમાં મળ્યા. પછી શું, તેમણે ૩ એપ્રિલથી પ્રવાસ શરુ કર્યો.

આ ગ્રુપે પોતાના પ્રવાસની શરુઆત ઇંગ્લેન્ડથી કરી હતી. તેમણે યાત્રા દરમિયાન રોમાનિયા, સર્બિયા, બુલ્ગારિયા, તુર્કી, ઈરાન અને પાકિસ્તાન જેવા દેશોનો અનુભવ કર્યો. અને સફર દરમિયાન તેમણે ૨ થી ૪૮ ડીગ્રી સુધીના તાપમાનને સહન કર્યું. આમ તો ૪૦ દિવસ પછી આ ગ્રુપ લુધિયાના પહોચ્યું.

બધા દેશોમાં મળ્યો પ્રેમ :-

બઈકર્સોએ જણાવ્યું, સૌથી પહેલા અમે વિમાન દ્વારા અમારા બાઈક્સને કેનેડાથી ઇંગ્લેન્ડ લઇ ગયા. અમને એક ઈંગ્લીશ મહિલા મળી, જેણે અમને આ પ્રવાસનો હેતુ (ગુરુ નાનક દેવજીના સંદેશને ફેલાવવો) પૂછ્યો અને અમને ૧૦૦ ડોલર આપ્યા. આ પ્રવાસ દરમિયાન અમને એવા લોકો પણ મળ્યા, જેમણે પોતાના જીવનમાં શીખોને જોયા ન હતા. તેમણે અમારી સાથે સેલ્ફી લીધી. અમને દરેક દેશમાં પ્રેમ મળ્યો. પરંતુ જયારે અમે ભારત પહોચ્યા તો સ્થિતિ અલગ જ હતી.

૧૦ લોકો સાથે શરુ થઇ હતી ક્લબ :-

શીખ મોટર સાયકલ ક્લબ’ બ્રિટીશ કોલમ્બિયાની સ્થાપના ૨૦૦૩માં હરજિંદર સિંહ થીંદેએ કરી હતી. અને અવતાર સિંહ ઢીલ્લન દ્વારા લાંબી કાયદાકીય લડાઈ પછી શીખ બાઈકર્સને પાઘડી બાંધીને બાઈક ચલાવવાની મંજુરી મળી હતી. આ ક્લબ માત્ર ૧૦ સભ્યો સાથે શરુ થઇ હતી, પરંતુ હવે તેના ૧૨૦ સભ્યો છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.