વિદાયના થોડા સમય પહેલા તૂટ્યા લગ્ન, દુલ્હા-દુલ્હનના પિતાએ એક-બીજાને હાથ જોઈને આવી રીતે માંગી માફી

B.E. અને MBA છે નવી દુલ્હન, છેવટે વિદાયના સમયે શું થયું? જેથી તૂટી ગયી તેની ધીરજની સીમા

વરરાજા જાન લઇને લગ્ન કરવા પહોચ્યા. આગમન પછી નક્કી સમય ઉપર પંડિતે મંત્ર વાચ્યા અને વરવધુ સાથે સાત ફેરા અને બીજી વિધિ થઇ ગઈ. પરંતુ વિદાયના સમયે નવોઢાની સુટકેશમાં રાખેલા દહેજની વસ્તુ જોવાની વાત ઉપર વર અને કન્યા પક્ષમાં વિવાદ થઇ ગયો. પરિણામ લગ્ન તૂટી ગયા. નવી દુલહને જાન પાછી મોકલી દીધી. ઘટના શનિવારની સવારે જીવાજી ક્લબમાં થઇ.

ક્લબના દરવાજા ૧ ઉપર રાખવામાં આવેલા લગ્ન સમારંભમાં પોલીસ આવી પછી બન્ને પક્ષોએ લગ્ન તોડી નાખ્યા દતિયાની રહેવાસી વરવધુ બીએ અને એમબીએનો અભ્યાસ કરેલો છે અને ગ્વાલિયરમાં જ જોબ કરે છે, જયારે વરરાજા બીકોમ અને ફાલકા બજારમાં સેનેટરીની દુકાન ચલાવે છે. ઝગડા પછી લગ્ન સમારંભ અને દહેજમાં પોલીસ આવવાથી વરરાજાના પિતાએ આત્મહત્યાની ધમકી પણ આપી, પરંતુ પછી વસ્તુ અને દહેજમાં મળેલા રૂપિયા પાછા આપવાની સહમતી ઉપર બન્ને પક્ષો વચ્ચે સમજુતી થઇ ગઈ.

દતિયાની મોટી બજારના જવેલર્સ દ્વારિકા પ્રસાદ અગ્રવાલની દીકરી શિવાંગીના લગ્ન ફાલકા બજારના શુરેશ અગ્રવાલના દીકરા પ્રતિક સાથે નક્કી થયા હતા. લગ્ન સમારંભ શુક્રવારની રાત્રે જીવાજી ક્લબના દરવાજા ૧ ઉપર આયોજન કરવામાં આવ્યા હતા. નવી દુલ્હનના પિતા દ્વારિકા પ્રસાદ અને દુલ્હન શિવાંગીએ જણાવ્યું કે રાત્રે ફેરા અને બીજી વિધિ પૂરી થયા પછી શનિવારે સવારે જયારે વિદાયની તૈયારી કરવામાં આવી રહી હતી, ત્યારે વરરાજાના પિતા સુરેશે દુલ્હનની પેટીમાં રાખેલા ઘરેણા અને વસ્તુ દેખાડવાનું કહ્યું.

તેને લઇને ઝગડો થયો અને તેના પિતાએ દહેજ માગવાનો આરોપ લગાવીને લગ્ન તોડી નાખ્યા અને કહ્યું કે અમારે એવા લોકો સાથે સંબંધ નથી રાખવો. તે સાંભળીને વર પક્ષે તોફાન કર્યું તો દુલ્હનના કુટુંબીજનોએ એસપી નવીન ભસીનને જાણ કરી દીધી. સ્થળ ઉપર આવેલી પોલીસ સામે શિવાંગી લગ્ન તોડવા ઉપર આવી ગઈ. તેણે વર પક્ષ ઉપર દહેજ માગવાની એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવાની વાત કહી.

સ્થિતિ જોઈને વર અને તેના કુટુંબીજનો દુલ્હન પક્ષને સમજાવવા લાગ્યા. અંતે વર પક્ષે દહેજમાં મળેલા રૂપિયા અને વસ્તુ પછી આપવાની સહમતી આપી અને પછી બન્ને પક્ષમાં લગ્ન તોડવા માટે સહમતી થઇ. સીએસપી આર.એન.પચોરી એ કહ્યું કે લગ્ન સમારંભમાં લેવડ દેવડને લઇને ઝગડાની જાણ ઉપર પોલીસ આવી હતી. વહુ પક્ષ દ્વારા રીપોર્ટ લખાવવા કહ્યું, પરંતુ કોઈ રીપોર્ટ ન આવ્યો.

કાર અને મારો પગાર માગી રહ્યા હતા :-

વર પક્ષ તરફથી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. મારે કોઈ ભાઈ નથી એટલા માટે નજીકના વિસ્તારમાં જ લગ્ન કરવા માગતી હતી. મારી મમ્મીને ડાયાબીટીસ છે, માતા પિતાને મુશ્કેલી ન થાય એટલા માટે હું શાંત હતી. લગ્ન પછી છોકરા વાળા કારની માંગણી કરવા લાગ્યા હતા. પ્રતિકે મારી પાસેથી પગારના રૂપિયા પણ માગ્યા. એટલા માટે મેં લગ્ન તોડી દીધા. શિવાંગી અગ્રવાલ

લગ્ન નક્કી થયા પછી જ છોકરા વાળા રોજ નવી નવી માંગણી કરી રહ્યા હતા. વિદાયના સમયે દીકરીની વસ્તુની પેટી દેખાડવા ઉપર પણ ઝગડી પડ્યા. તે વાત ઉપર દીકરીએ કહ્યું કે તે લોકો અત્યારે આવી હાલત કરી રહ્યા છે, તો આગળ ખબર નહિ શું કરશે? એટલા માટે લગ્ન તોડી દીધા. દ્વારિકા પ્રસાદ અગ્રવાલ, દુલ્હાનના પિતા

છોકરી વાળા ખોટું બોલી રહ્યા છે :-

અમે કોઈ દહેજ નથી માગ્યું. છોકરી વાળા ખોટું બોલી રહ્યા છે. અમે વિદાય સમયે પણ કાંઈ નથી માગ્યું. અમે તો તેને બીજા રૂપિયા આપી દઈશું. અમે દુલ્હનને સાથે લઇ જવા માટે તૈયાર છીએ, દુલ્હન પક્ષ તેની વિદાય નથી કરી રહ્યા. પ્રતિક અગ્રવાલ, વરરાજા

અમે કોઈ દહેજ ની માંગણી નથી કરી. દુલ્હન સામેની પેટીમાં રાખેલી સાડીઓ અને ઘરેણા જોવા અને ગણવા માટે દેખાડવાનું કહ્યું હતું, જેથી વસ્તુની ખબર પડે. પરંતુ અમને નહોતી ખબર કે એવી કઈ વાત બની ગઈ. જેને કારણે દુલ્હન અને તેના પિતાએ લગ્ન તોડી દીધા. તે લોકો કાંઈ બતાવવા માટે તૈયાર નથી. સુરેશ અગ્રવાલ, વરરાજાના પિતા.