હિમાલયમાં અહિયાં રહે છે ૭ ઋષિ જે ભગવાન શિવ સાથે કરી ચુક્યા છે મુલાકાત, ૫૦૦ વર્ષથી વધુ છે તેમની ઉંમર

હિમાલયના ઊંચા શિખરોમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. જ્ઞાનગંજ મઠ હિમાલયમાં એક નાની એવી જગ્યા છે જે શાંગ્રી-લા, શંભાલા અને સિદ્ધઆશ્રમના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે અહિયાંથી જ બધાનું ભાગ્ય નક્કી થાય છે. એ પણ કહેવામાં આવે છે કે અહિયાં અમર થવાનું રહસ્ય છુપાયેલું છે. હિમાલયમાં તેના ચોક્કસ સ્થળની કોઈને ખબર નથી. તે ભારતમાં જ નહિ, તિબેટમાં પણ પ્રસિદ્ધ છે.

આ એ સ્થળ છે જે માત્ર સિદ્ધપુરુષોને જ સરળતાથી મળે છે. અહિયાં સામાન્ય માણસ નથી જઈ શકતા. જ્ઞાનગંજમાં કોઈ મૃત્યુ થતું નથી. અહિયાં રહેવા વાળા સન્યાસીઓની ઉંમર અટકી જાય છે. કહેવામાં આવે છે કે જ્ઞાનગંજમાં ૭ ઋષીઓ એવા છે જેમની મુલાકાત મહાદેવ સાથે થઇ છે. તેમની ઉંમર ૫૦૦ વર્ષથી પણ વધુ છે. આ મઠમાં સમયને અટકાવવા વાળા મહાત્મા તપસ્યામાં લીન રહે છે. આશ્ચર્યની વાત એ છે કે તે સેટેલાઈટમાં પણ નથી દેખાતું. તે સ્થળ કોઈ વિશેષ ધર્મ કે જાતીનું નથી. ન તો ઈસ્ટ કે વેસ્ટ સાથે જોડાયેલું છે.

લેખક જેમ્સ હિલ્ટનના પુસ્તક ‘Lost Hirozon, about the lost Kingdom of Shangri-La’ માં એ સ્થળનું વર્ણન થયું છે. વાલ્મીકી રામાયણ અને મહાભારતમાં પણ જ્ઞાનગંજનો સંદર્ભ આવે છે. તેમાં તેને સિદ્ધાંશ્રમ કહેવામાં આવે છે.

વિદ્વાનો એવું માને છે, કે ભગવાન બુદ્ધે પોતાના છેલ્લા દિવસોમાં કાળચક્ર વિષે જાણી લીધું હતું. તેમણે જે લોકોને તેનું જ્ઞાન આપ્યું હતું, તેમાં એક રાજા સુચંદ્ર હતા. અને તે આ જ્ઞાન સાથે જયારે પોતાના રાજ્યમાં આવી ગયા તો ત્યારથી તિબેટમાં તે સ્થળને શંભાલા કહેવામાં આવ્યું. તેનો અર્થ થાય છે ખુશીઓનો સ્ત્રોત. એવું કહેવામાં આવે છે કે આ સ્થળ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે. વિદ્ધવાનો અહિયાં કોઈ ને કોઈ રીતે પહોચી જાય છે, પરંતુ બધાને અહિયાંનો રસ્તો સ્પષ્ટ રીતે સમજાતો નથી. આ સ્થળ એવા પ્રકારે બનેલું છે કે મોર્ડન ટેકનોલોજીની મેપિંગ સીસ્ટમ પણ તેને શોધવામાં સક્ષમ નથી.

જ્ઞાનગંજ મઠ, હિમાલયમાં તિબેટના વેસ્ટર્ન રીજનથી ૧૬ કી.મી. દુર છે. તે પ્રાચીન આશ્રમ સ્વામી જ્ઞાનાનંદ પરમહંસે ૧૨૨૫ A.D માં રીનોવેટ કરાવ્યું હતું.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.