8 નોકરીઓ છોડીને આ મહિલાએ કર્યો આ અનોખો બિજનેશ, આજે છે કરોડપતિ.

મહિલા ખેડૂતની વાત કરીએ તો લોકોના મગજમાં હજુ સુધી માત્ર મહિલાઓ મજૂરોની છબી સામે આવતી હતી, પરંતુ અમુક મહિલાઓ સફળ ખેડૂત બનીને આ ભ્રમને તોડી રહી છે. દેશના દુર દુરના વિસ્તારોમાં રહેવા વાળી યુવા પેઢીના વિકાસની નવી નવી શોધ કરી રહી છે. આજે પણ ગામમાં રહેવા વાળા લોકો એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં કેરિયર બનાવી રહ્યા છે.

જ્યાં આજના યુવાનો પહાડો માંથી નીકળીને પોતાના રોજગાર માટે બહાર શહેરો તરફ દોડી રહ્યા છે. તે દિવ્યા રાવતના ઉંચી વિચારસરણીએ તેનાથી વિપરીત નોયડા માંથી અભ્યાસ કરીને પહાડોમાં ગઈ અને ન માત્ર પોતાને રોજગારી આપી પરંતુ અહિયાંની ઘણી મહિલાઓને પણ સ્વાવલંબી બનાવી દીધી. ‘જહાં ચાહ, વહા રાહ’, ‘મન હોય તો માળવે જવાય.’ આ બધી કહેવતો આ બેનને લાગુ પાડી શકાય.

કુદરતી સંસાધનોથી શરુ કરી મશરૂમની ખેતી :

ઉત્તરાખંડમાં મશરૂમ ગર્લના નામથી પ્રસિદ્ધ દિવ્યા રાવતની કહાની ઘણી પ્રેરણાદાયક છે. દિવ્યાએ ઘણી નોકરીઓ કરી, પરંતુ તેના દિલમાં કાંઈક અલગ કરવાનું જનુન હતું, એટલા માટે તેણે નોકરી છોડીને પોતાનો ધંધો કરવાનું નક્કી કર્યું. દિવ્યાએ ગામના કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને મશરૂમની ખેતી શરુ કરી. ધીમે ધીમે દિવ્યએ પોતાના આ બિજનેશમાં ઘણા બીજા લોકોને જોડી લીધા અને એક કંપની બનાવી, જેનું આજે વર્ષનું ટર્નઓવર ૨ થી ૨.૫ કરોડ રૂપિયા છે.

દિવ્યા રાવતનો જન્મ ઉત્તરાખંડના એ જીલ્લામાં થયો જ્યાં વિશ્વ વિખ્યાત ફૂલોની ઘાટી છે એટલે ચમેલી જીલ્લામાં થયો. તેના પિતાજીનું નામ સ્વ. તેજ સિંહ રાવત છે. જેનું અવસાન ત્યારે થઇ ગયું હતું. જયારે દિવ્ય માત્ર ૭ વર્ષની હતી, જેને કારણે તેને ઘણી બધી તકલીફનો સામનો કરવો પડ્યો.

દિવ્યાએ સામાજિક કાર્ય કરવા માટે પોતાનો અભ્યાસ એએમઆઈટીવાય વિશ્વવિદ્યાલય નોયડા માંથી બીએચડબ્લ્યુ માંથી પૂરો કર્યો અને ત્યાર પછી ઇગ્નુ માંથી સામાજિક કાર્ય કરવા માટે માસ્ટર ડીગ્રી પણ પ્રાપ્ત કરી. પછી ત્રણ વર્ષ સુધી NGO માં નોકરી પણ કરી. જ્યાં તે માનવ અધિકારોના મુદ્દા ઉપર કામ કરતી હતી. પરંતુ દિલ હંમેશા પહાડોમાં જ રહેતું હતું.

દિવ્યા વહેલા જ સમજી ગઈ હતી કે તેને કાંઈક મોટું કરવું છે, તો નોકરીને છોડવી પડશે. થોડા સમય પછી તે નોકરી છોડી ગામમાં આવી ગઈ. તેણે શરુઆતથી જ ખેતીમાં રસ હતો. ત્યાર પછી તેને આઈડિયા આવ્યો કે કેમ ના મશરૂમનું ઉત્પાદન કરવામાં આવે.

નોકરી છોડીને પાછી આવી ગઈ ઉત્તરાખંડ :

પહાડ માટે કાંઈક કરી છૂટવાની ભાવના તેને ફરીથી પહાડોમાં ખેંચી લાવી, અને ફરી દિવ્યાએ દેહરાદુનમાં આવીને ડીપાર્ટમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર, ડીફેંસ કોલોની, દેહરાદુન માંથી એક અઠવાડિયાની મશરૂમ ઉત્પાદનની તાલીમ લીધી.

આજે દિવ્ય સોમ્યા ફૂડ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર છે. જે દેહરાદુનના મોથરવાલામાં આવેલું છે. :-

ત્યાર પછી તેમણે એક નાના એવા રૂમમાં મશરૂમનો બિજનેશ શરુ કર્યો. ધીમે ધીમે કરી તેનો ધંધો વધ્યો અને તે પોતાની કંપની ‘સોમ્યા ફૂડ પ્રાઈવેટ લીમીટેડ’ ની માલિક બની ગઈ. આજે કંપનીનું ટર્નઓવર કરોડોમાં છે. કંપનીના ત્રણ માળમાં મશરૂમ પ્લાન્ટથી મોટા પ્રમાણમાં પ્રોડક્શન થઇ રહ્યું છે. તેના પ્લાન્ટમાં વર્ષમાં ત્રણ પ્રકારના મશરૂમ ઉત્પાદન કરવામાં આવે છે. બટન, ઓએસ્ટર અને મિલ્કી મશરૂમ. તેની સપ્લાઈ ઉત્તરાખંડમાં જ નહિ પરંતુ દિલ્હીની આજાદપુર માર્કેટ સુધી થઇ રહી છે.

જયારે ૨૦૧૩ માં કેદારનાથમાં હોનારત આવ્યો, તો ત્યાર પછી દિવ્ય પોતાના ગામ કંડારા, ચમોલી, ઉત્તરાખંડ ગઈ જ્યાં તેમણે ગ્રામીણ મહિલાને મશરૂમની તાલીમ આપી અને ત્યાંના ખાલી પડેલા વેરાણ ઘરોમાં જ મશરૂમનું ઉત્પાદન શરુ કરી દુધુ. કહેવામાં આવે છે કે મશરૂમનું ઉત્પાદન ૨૦-૨૨ ડીગ્રીના તાપમાન ઉપર શક્ય હોય છે, પરંતુ દિવ્યાએ ૩૦-૪૦ ડીગ્રી તાપમાન ઉપર પણ મશરૂમનું ઉત્પાદન શક્ય કરી બતાવ્યું.

આ સફરને જાળવી રાખતા તેમણે પોતાની આજુ બાજુના જીલ્લા રુદ્રપ્રયાગ, કર્ણપ્રયાગ, ચમોલીની મહિલાઓને પણ તેનું પ્રશિક્ષણ આપીને તેને આ કામ સાથે જોડીને તેને સ્વાવલંબી બનાવ્યા. જ્યાં તે લાખોમાં કમાણી કરી રહી છે, તેની કંપની એ ઘણા ગામના લોકોને રોજગાર પણ આપ્યો છે. આજે દિવ્યા પોતાના ધંધામાં સફળ થવા સાથે ગામમાં ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગઈ છે.

દિવ્યાનું કહેવું છે કે જો જીવનમાં કોઈપણ કામમાં સફળતા જોઈએ, તો પહેલા પોતાનું કામ શીખો અને પછી બીજાને શીખવાડી દો. એમ કરવાથી તમારૂ કામ આગળ વધશે અને તમે જરૂર પ્રગતી કરશે. આજે દિવ્યા મશરૂમના પ્રોડક્શનની તાલીમ પણ આપે છે. વધુમાં વધુ લોકો જોડાઈ શકે.

મશરૂમ લેડીના નામથી ઓળખાણ બનાવવા વાળી દેહરાદુનની દિવ્યા રાવતને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં થયેલા સમારંભમાં આ પુરસ્કાર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે ગ્રહણ કર્યો હતો. ઉત્તરાખંડ સરકારે દિવ્યાને મશરૂમની બ્રાંડ એમ્બેસડરના સન્માનથી સન્માનિત કરી હતી.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.