8 વર્ષમાં તૈયાર થઇ હનુમાનજીની સૌથી મોટી મૂર્તિ, 111 ફિટ ઉંચાઈની સાથે રેકોર્ડ બ્રેક.

ફરીદાબાદ-ગુડગાવ રોડ પર એશિયા ની સૌથી ઉંચી બેઠેલા હનુમાનજીની 111 ફૂટની પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે. આમ છતાં, ઉભા રહેલા હનુમાનજીની આનાથી પણ ઉંચી મૂર્તિ છે, પણ આ પ્રકારની નથી. આ પ્રતિમાને એશિયા બુક ઓફ રેકોર્ડમાં અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવાની તૈયારી ચાલી રહી છે.

8 વર્ષમાં તૈયાર થઈ બેઠેલા હનુમાનજીની પ્રતિમા :-

વર્ષ 2011માં પ્રતિમાનું નિર્માણ કામ શરૂ થયેલું. બેઠેલા હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કાર્ય રાજસ્થાનના આર્કિટેકટ નરેશના માર્ગદર્શન હેઠળ થયું છે. મંદિરના મુખ્ય પૂજારી ખેમચંદજીના કહેવાનુસાર મંદિરથી બળખલ ગામ અને શહેરના શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. લિમ્કા બુકમાં નામ નોંધવાથી પર્યટકોની સંખ્યા વધશે. હનુમાનજીની પ્રતિમાના હાથ 21 ફૂટના, કલાઈ 10 ફૂટ, લંગોટ 41 ફૂટ, કમર 31 ફૂટ, પૂંછ અને દુપટ્ટો 101 ફૂટ, મુગટ 31 ફૂટ અને ગદા 71 ફૂટની છે. પણ એશિયાની સૌથી ઉંચી હનુમાનજીની પ્રતિમા આંધ્ર પ્રદેશમાં આવેલી છે.

જાણો એશિયાની સૌથી ઊંચી હનુમાનજીની પ્રતિમા વિશે. :-

આંધ્ર પ્રદેશ જિલ્લાના વિજયવાળામાં એશિયાની સૌથી ઉંચી ઉભા રહેલા હનુમાનજીની પ્રતિમા છે. આ પ્રતિમાની ઉંચાઈ 135 ફૂટ છે. ભક્તો આ પ્રતિમાને અભય અંજની હનુમાન સ્વામીના નામથી ઓળખાવે છે. હનુમાનજીની આ મૂર્તિનું નિર્માણ વર્ષ 2013 માં થયું હતું.

હિમાલયમાં આવેલી ભવ્ય હનુમાનજીની પ્રતિમા :-

108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા હિમાચલ પ્રદેશના શિમલા પાસે આવેલા જાખું પર્વત પર સ્થિત છે. જાખું પર્વતનો સંબંધ રામાયણ સાથે હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, હનુમાનજી સંજીવની જડીબુટ્ટી શોધવા જાખું પર્વત પર આવેલા. અહીં એક પગચિહ્ન આવેલ છે, કહેવાય છે કે તે હનુમાનજીના પગચિહ્ન છે.

દિલ્લીમાં આવેલી હનુમાનજીની પ્રતિમા. :-

દેશની રાજધાની દિલ્લીમાં પોતાની છાતી ચીરીને રામ, લક્ષ્મણ અને સીતા માતાના દર્શન કરાવતી હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે. મેટ્રો ટ્રેનમાં કરોલબાગ તરફ મુસાફરી કરતા લોકો ઝાંદેવાલાન સ્થળ પર આવેલી આ પ્રતિમાના દર્શન કરતા પસાર થાય છે. ટીવી સિરિયલોમાં દિલ્લી સ્થળને દર્શાવા હનુમાનજીની આ પ્રતિમાને બતાવામાં આવે છે.

છાતી ચીરીને બતાવતા હનુમાનજીની પ્રતિમા :-

દિલ્લીમાં આવેલી હનુમાનજીની પ્રતિમાની જેવી જ ઉત્તરપ્રદેશમાં શાહજહાપુરમાં છાતી ચીરીને પોતાની ભક્તિ બતાવતા હનુમાનજીની પ્રતિમાં આવેલી છે. આ ઉભેલા હનુમાનજીની પ્રતિમા 122 ફૂટ ઊંચી છે.

સફેદ માર્બલ માંથી બનાવેલી હનુમાનજીની પ્રતિમા. :-

મહારાષ્ટ્ર માં નંદુરામાં આવેલી હનુમાનજીની પ્રતિમા ઉચાઈની બાબતે પાંચમા નંબર આવે છે. આ પ્રતિમા 105 ફુટ ઉંચી છે. વિવધ રંગોથી સજાવેલી આ પ્રતિમા સફેદ માર્બલ માંથી બનાવમાં આવેલી છે.

હિમાચલમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા બની રહી છે. :-

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સુલતાનપુર સ્થિત લાડો ગામમાં હનુમાનજીની 151 ફૂટની પ્રતિમા બની રહી છે.

ઉંચાઈમાં સૌથી પહેલા નંબરની પ્રતિમા :-

ઉંચાઈમાં પહેલા નંબર આવનારી હનુમાનજીની પ્રતિમા આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં બની રહી છે. આ પ્રતિમાની ઉંચાઈ 176 ફૂટ હશે.

જય હનુમાન, જય બજરંગબલી