9 મહિના પુરા થાયએ પહેલા જન્મેલ શિશુઓમાં હોય છે, આ બીમારીઓનું વધુ જોખમ.

ગર્ભધાન પછી જો કોઈ બાળક ૩૭ અઠવાડિયામાં કે તેનાથી થોડા પહેલા જન્મ લે છે. તો તેને પ્રીમેચ્યોર બેબી એટલે સમય પહેલા જન્મેલું બાળક કહેવામાં આવે છે. સામાન્ય રીતે બાળક ૪૦ અઠવાડિયા સુધી ગર્ભમાં રહે છે. તેના સમય પહેલા જન્મ થવાથી તેનો ગર્ભમાં વિકસિત થવા માટે સમય ઓછો મળી શકે છે. એટલા માટે હંમેશા જટિલ સારવારની સમસ્યાઓ થાય છે.

સમય પહેલા જન્મેલા શિશુઓમાં આગળ જતા કીડનીની બીમારી ક્રોનીક કીડની ડીજીજ (સીકેડી) વિકસિત હોવાનું જોખમ બની રહે છે, એ વાત એક શોધમાં સામે આવી છે. બીએમજેમાં પ્રકાશિત સ્ટડીના રીપોર્ટ મુજબ, પ્રીટર્મ બર્થ એટલે ૩૭ અઠવાડિયાની ગર્ભાવસ્થા પહેલા જ શિશુનો જન્મ થવાથી કીડનીનો વિકાસ અને પરિપક્વતામાં અડચણ ઉભી થાય છે. તેને કારણે ઓછું નેફ્રોન બની શકે છે. નીફ્રોન એ ફિલ્ટર છે, જે શરીર માંથી નકામાં અને ઝેરી પદાર્થને બહાર કાઢે છે.

ભારતમાં છેલ્લા તબક્કાની કીડનીની નિષ્ફળ જવા વાળા તમામ રોગીઓ માંથી માત્ર ૧૦ થી ૧૫ ટકા જ યોગ્ય સારવાર મળે છે. લગભગ ૬,૦૦૦ કીડની પત્યારોપણ, ૬૦,૦૦૦ ડેમોડાયલીસીસ માંથી પસાર થાય છે અને બીજા ૬,૦૦૦ એક વર્ષમાં પેરીટોનીયલ ડાયલીસીસ લે છે. કીડનીની રીપ્લેસમેન્ટ થેરોપીની ઈચ્છામાં લગભગ છ લાખ લોકો મરી જાય છે.

છેલ્લા ચરણની કીડનીની બીમારી વિકસિત કરવા વાળા બધા રોગીઓ માંથી ૯૦ ટકાથી વધુને કીડનીની રીપ્લેસમેન્ટ થેરોપીની જરૂર હોય છે, કેમ કે જાળવણીનો ખર્ચ ઉપાડવામાં અસમર્થતાને લઇને અને ૬૦ ટકા તે લોકો પણ છે. જે નાણાકીય કારણોથી ઉપચારને અધવચ્ચે જ છોડી દે છે. મેં, ૨૦૧૭ સુધી ડાયાલીસીસ ઉપર આધાર રાખવા વાળા રોગીઓની સંખ્યા ૧,૩૦,૦૦૦ થી વધુ હતી. આ સંખ્યા લગભગ ૨૩૨ ટકા ૧૦ લાખ લોકોના હિસાબે વધી રહી છે.

હાર્ટકેયર ફાઉન્ડેશન(એચસીએફઆઈ) ના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. કે.કે. અગ્રવાલ એ જણાવ્યું કે CKDનો અર્થ છે સમયની સાથે કીડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થતો જવો અને છેલ્લે તેમાં દર્દીઓને ડાયલીસીસ કે કીડની પ્રત્યારોપણ માંથી પસાર થવું પડે છે. બીમારીના સંકેત અને લક્ષણ ત્યાં સુધી ધ્યાન આપવા લાયક નથી બનતા, જ્યાં સુધી કે રોગ ઘણા પ્રમાણમાં વધી ના જાય અને સ્થિતિ ગંભીર ન બની ગઈ હોય.

તેમણે કહ્યું – સેકેડીના એક પહેલા ચરણમાં શરીરમાં તૈલી પદાર્થ, ઇલેક્ટ્રોલાઈટ્સ અને કચરાના ખતરનાક સ્તરનું નિર્માણ હોઈ શકે છે. મધુમેહ, ઉચું લોહીનું દબાણ, હ્રદય રોગ, કીડનીની અસામાન્ય સંરચના અને બીમારીનો કૌટુમ્બિક ઈતિહાસ જેવી અંતર્નીહિત સ્થિતિઓ સાથે તે વધુ જોખમમાં છે. તે ઉપરાંત, જે લોકો ધુમ્રપાન કરે છે અને મોટાપાનો ભોગ બને છે, તે પણ લાંબા સમયે સીકેડીનો ભોગ બની શકે છે.

આ સ્થિતિના થોડા લક્ષણોમાં ઉબકા, ઉલટી, ભૂખમાં ઘટાડો, થાક અને નબળાઈ, ઊંઘની સમસ્યા, માનસિક સક્રિયતામાં ઘટાડો, માંસપેશીઓમાં મરોડ અને એઠન, સતત ખંજવાળ, છાતીમાં દુ:ખાઓ, શ્વાસની તકલીફ અને ઊંચા લીહીનું દબાણ સામેલ છે.

ડો. અગ્રવાલએ આગળ જણાવ્યું, કીડનીની બીમારીઓને દુર રાખવા માટે થોડા મુખ્ય ઉપાય ક્રમશઃ પરિસ્થિતિઓ અને મોટાપા અને ડીસીપ્લીડીમિયા જેવી બીમારીઓની દેખરેખ અને ઉપચાર કરવું છે. જો લોહીનું દબાણ અને લીહીની સુગરને નિયંત્રણમાં રાખવામાં આવે, તો ૫૦ ટકા થી વધુ સીકેડી કેસને અટકાવી શકાય છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.