9 વર્ષથી ફિલ્મોથી દૂર છે આ હિરોઈન, હવે કાર છોડીને રિક્ષાથી મુસાફરી કરતી દેખાઈ, જાણો કોણ છે એ?

બોલીવુડમાં ઘણા કલાકારો આવ્યા જેમાંથી થોડા કલાકારો સફળ થયા અને થોડા આવ્યા અને પછી ક્યારે જતા રહ્યા તેની જાણ પણ ન થઇ, અને જે બોલીવુડ માંથી ગુમ થયા છે, તેમના ઘણા કલાકારોની સ્થિતિ પણ ઘણી જ ખરાબ છે, જે કલાકારો એક સમયે મોંઘી લકઝરી કારોમાં ફરતા હતા, તે આજે ઓટો રીક્ષામાં ફરવા લાગ્યા છે.

‘મોહબ્બતે’ની અભિનેત્રી કીમ શર્મા લાંબા સમયથી ફિલ્મોથી દુર છે આમ તો તે ઘણા ઈવેંટસમાં જોવા મળી જાય છે. કિમે પોતાની કારકિર્દીમાં લગભગ ૧૮ ફિલ્મો કરી છે, જેમાં ‘મોહબ્બતે’ માં નિભાવવામાં આવેલી ભૂમિકા સૌથી વધુ પોપુલર રહી.

યશરાજની ફિલ્મથી ડેબ્યુ કરનારી કીમ શર્મા છેલ્લી વાર હિન્દી ફિલ્મ વર્ષ ૨૦૦૮માં ‘મની હે તો હની હે’ માં મોટા પડદા ઉપર જોવા મળી હતી. તે ઉપરાંત તે વર્ષ ૨૦૧૦માં તેલુગુ ફિલ્મ ‘યગમ’ માં જોવા મળી હતી. લાઈમલાઈટથી દુર કીમ શર્મા હાલમાં જ જોવા મળી. જ્યાં તે પોતાની લકઝરી ગાડીમાં નહિ પરંતુ એક ઓટો રીક્ષામાં મુસાફરી કરતી જોવા મળી.

ઓટોમાં બેસી કીમ કેમેરાને જોઈ હસવા લાગી. તે દરમિયાન તે ફોનમાં બીઝી જોવા મળી. કીમ શર્માના લુકની વાત કરીએ તો સફેદ કલરનો ડ્રેસ પહેર્યો હતો. સાથે જ તેને સફેદ હિલ્સ પહેર્યા હતા. તેમણે વાળને બાંધી રાખ્યા હતા.

કીમ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં હાલમાં જ કીમ પોતાના કુતરા સાથે જોવા મળી હતી. કિમે મીડિયાને પોઝ પણ આપ્યા. તે દરમિયાન કીમ ગ્રે રંગની ટીશર્ટ અને ટ્રાઉઝર પહેરેલી જોવા મળી. કીમ ડોગ લવર છે અને હંમેશા પોતાના કુતરા સાથે જોવા મળે છે.

જણાવી આપીએ કે કિમે વર્ષ ૨૦૧૦માં બિજનેસમેન અલી પંજાબી સાથે લગ્ન કર્યા હતા. તેમના એ લગ્ન વધુ સમય સુધી ન ચાલ્યા અને ૨૦૧૬માં તેમણે છૂટાછેડા લઇ લીધા. તે ઉપરાંત ૩૯ વર્ષની કીમેં હર્ષવર્ધન રાણેને પણ ડેટ કર્યા છે. થોડા સમય પહેલા જ બંનેનો બ્રેકઅપ થઇ ગયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.