આ આયુર્વેદીક હર્બ્સથી સ્કીન દેખાશે તંદુરસ્ત અને ગ્લોઇન્ગ.

જો તમે પણ સ્કીન સાથે જોડાયેલી સમસ્યાઓથી દુ:ખી છો અને તમામ બ્યુટી પ્રોડક્ટ્સ ઉપયોગ કરવા છતાં પણ કોઈ ફાયદો નથી થઇ રહ્યો? તો દુ:ખી થવાની જરૂર નથી. અહિયાં અમે તમારા માટે થોડી એવી આયુર્વેદિક ટીપ્સ લાવ્યા છીએ. જે તમારે જરૂર અજમાવવી જોઈએ.

હેલ્દી અને ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય તો આપણે બધા જાણીએ છીએ કે સારું ખાવ અને કસરત કરો. પરંતુ આજ કાલ બહારની વસ્તુ સ્કીનને ઘણી અસર કરી રહી છે. જેમ કે ધૂળ અને પદુષણ. તેને કારણે ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેમ કે ડાર્ક સર્કલ, પીંપલ્સ અને સમય પહેલા ત્વચા ઉંમર લાયક જેવી દેખાવી વગેરે થવા લાગે છે.

કેમિકલ્સથી ભરપુર પ્રોડક્ટ્સ ઉપયોગ કરવાને બદલે કુદરતી રીતે જ સ્કીનનો ઉપચાર કરવો વધુ ફાયદાકારક હોઈ શકે છે. કેમ કે તેનાથી સ્કીનને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી થતું. કુદરતી ઉપચારથી તમારી સ્કીન માત્ર ઉપરથી ગ્લોઈંગ અને સુંદર નથી હોતી પરંતુ અંદરથી પણ હેલ્દી બને છે. અહિયાં અમે તમને જણાવી રહ્યા છીએ તમને થોડા આયુર્વેદિક વસ્તુ વિષે જે તમારી સ્કીનને હેલ્દી અને સ્પોટલેસ બનાવી દેશે.

લીમડો :-

એ તો કોઇ નથી જાણતું કે લીમડો વાળ અને ત્વચા માટે આશીર્વાદ જેવો છે. લીમડામાં એંટી-ઈમ્ફ્લોમેટરી, એંટી-બેક્ટેરીયલ, એંટી-વાયરલ અને એંટી-ઓક્સીડેંટ પ્રોપર્ટી મળી આવે છે. લીમડો ચહેરાને ડાર્ક સ્પોટ, એકનેથી બચાવે છે અને ચહેરાને કુદરતી ગ્લો આપે છે. તમે લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળી લો, તેને ઠંડુ કર્યા પછી તે પાણીથી ચહેરો ધોઈ લો. તમે ધારો તો લીમડાના પાંદડાને ક્રશ અને મિક્સ કરીને ફેસ પેક પણ બનાવી શકો છો.

કુવારપાઠું :-

કુવારપાઠુંનો ઉપયોગ તમારી ત્વચામાં ચમત્કારિક ફેરફાર લાવી શકે છે. દરરોજ થોડા એવા પ્રમાણમાં કુવારપાઠું જેલ ચહેરા ઉપર લગાવવાથી સ્કીન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાઓ જેવી કે એકને, લાલ ડાઘા, રેશેજ અને પીગમેનટેશનથી છુટકારો મળે છે.

કેસર :-

ઘણા બધા લોકો એવું મને છે કે જો પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓ કેસરનું સેવન કરે છે. તો ગર્ભમાં ઉછરી રહેલું બાળક ગોરુ પેદા થાય છે. આમ તો એ વાતની કોઈ સાબિતી નથી પરંતુ કેસરને ગરમ દૂધમાં ડુબાડીને ચહેરા ઉપર લગાવવાથી ટેન, એકનેની સમસ્યા મૂળ માંથી દુર થાય છે અને તમારી સ્કીન પણ ઘણી ગ્લોઈંગ થઇ જાય છે.

ચંદન :-

ચંદન સ્કીન માટે ફૂલીંગ એજેંટની જેમ કામ કરે છે. જે સનબર્ન, ટેન, રેશેજ અને એકને માંથી રાહત આપે છે. ચંદન એક સારું ક્લીનજિંગ એજેંટ છે અને સ્કીનને હાઈડ્રેટેડ રહેવું ઘણું જરૂરી છે.

જો આવી રીતે સ્કીન કેયર પ્રોડક્ટ ઉપયોગ કર્યા પછી પણ તમારી સ્કીન ખરાબ થઇ રહી છે, તેની ચમક દુર થઇ ગઈ છે તમે તમારા ચહેરાથી ખુશ નથી તો બની શકે છે કે તમારી દરરોજની થોડી ખરાબ ટેવોનું પરિણામ તમારી સ્કીનને ભોગવવું પડી રહ્યું હોય. ઘરેલું નુસખા અને મેકઅપ પ્રોડક્ટ્સ ઉપર જરૂર કરતા વધુ વિશ્વાસ કરવાને બદલે ડેલી હેબીટસ ઉપર એક વખત ધ્યાન આપો, બની શકે છે તમારો રંગ વગરનો ચહેરો અને સ્કીનનું કારણ તમારી ખોટી ટેવો હોય.

હળદર :-

હળદર પોતાના ઔષધીય ગુણને કારણે ઘણી પ્રિય છે. તેમાં એંટીસેપ્ટિક, એંટી-ઈમ્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી હોય છે. હળદર સાથે દૂધ ભેળવીને તેને ફેસ પેક તરીકે લગાવવાથી તમારી સ્કીન લાંબા સમય સુધી તંદુરસ્ત અને ચમકદાર રહી શકે છે.