આ બધા જ રોગો માટે આ એક જ રામબાણ ઈલાજ છે આંબળા.

આંબળાને આયુર્વેદમાં ઘણા જ ઔષધીય ગુણોથી ભરપુર માનવામાં આવે છે, તમે પણ આંબળાના ઘણા બધા ગુણો વિષે સાંભળ્યું હશે. આયુર્વેદ અનુસાર તો આંબળા એક એકલું જ એવું ફળ છે. જેમાં સૌથી વધુ રોગો સામે લડવાના અચૂક ગુણ રહેલા હોય છે.

વિટામીન સી ના ગુણોથી ભરપુર આંબળામાં તે ઉપરાંત પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સાથે સાથે ફાઈબર અને આયર્ન પણ વધુ પ્રમાણમાં મળી આવે છે. જો કે એક હ્યુમન બોડી માટે કોઈ રામબાણ જેવું જ કામ કરે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા આંબળાના ઘણા ઔષધીય ગુણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિષે આજે અમે તમને આ પોસ્ટ દ્વારા આંબળાના ઘણા ઔષધીય ગુણો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિષે આજ પહેલા તમે ક્યારે પણ સાંભળ્યું નહિ હોય. તો આવો અમે તમને જણાવીએ કે કઈ કઈ બીમારીઓ સામે લડવામાં આંબળા તમારી મદદ કરે છે.

કહેવામાં આવે છે વડવાઓની વાત અને આંબળાના સ્વાદની ખબર પાછળથી પડે છે. જે આંબળા ઘણા ગુણકારી છે. એટલા માટે દરેક રોગની દવા પણ ગણવામાં આવે છે. આંબળા પાચન તંત્રથી લઇને શક્તિને વધારે છે. નિયમિત રીતે આંબળાનું સેવન કરવાથી ગઢપણ પણ દુર રહે છે. ડાયાબીટીસ, હરસ, નાક્સીર, હ્રદયની બીમારી જેવી સમસ્યાઓનો ઈલાજ આંબળામાં રહેલો છે. આવો અમે તમને જણાવીએ કે આંબળા તમારા આરોગ્ય માટે કેટલા ફાયદાકારક છે.

આંબળાનું સેવન કરવાના ફાયદા :-

આંબળા વિટામીન સી નો સારો સ્ત્રોત હોય છે. એક આંબળામાં ૩ સંતરા બરોબર વિટામીન સીનું પ્રમાણ હોય છે.

આંબળા ખાવાથી લીવરને શક્તિ મળે છે, જેથી આપણા શરીરમાં ઝેરીલા તત્વો સરળતાથી બહાર નીકળે છે.

આંબળાનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શકતી મજબુત થાય છે.

આંબળાનું જ્યુસ પી શકાય છે. આંબળાનું જ્યુસ પીવાથી લોહી ચોખ્ખું રહે છે.

આંબળા ખાવાથી આંખોની દ્રષ્ટિ વધે છે.

આંબળા શરીરની ત્વચા અને વાળ માટે ઘણા ફાયદાકારક રહે છે.

સવારે નાસ્તામાં આંબળાનો મુરબ્બો ખાવાથી તમારું શરીર સ્વસ્થ બની રહે છે.

આંબળા ખાવાથી બીમારીઓમાં ફાયદા :

ડાયાબીટીસ :

દાયબીરીસના દર્દી માટે આંબળા ઘણા ફાયદાકારક રહે છે. ડાયાબીટીસના દર્દી હળદરના ચૂર્ણ સાથે આંબળાનું સેવન કરો. તેનાથી ડાયાબીટીસ રોગીઓને ફાયદો થશે.

હરસ :

હરસના દર્દીઓ સુકા આંબળાને વાટીને ઝીણો પાવડર કરીને સવાર સાંજ ગાયના દુધની છાશ સાથે દરરોજ સેવન કરો, તેનાથી હરસમાં ફાયદો થશે.

નાક્સીર માટે :

એક નાક માંથી લોહી નીકળી રહ્યું છે. તો આંબળાને ઝીણા વાટીને બકરીના દૂધમાં ભેળવીને માથા અને મગજ ઉપર લેપ લગાવો. તેનાથી નાક માંથી લોહી નીકળવાનું બંધ થઇ જશે.

હ્રદયના દર્દી :

આંબળા ખાવાથી હ્રદય મજબુત બને છે. હ્રદયના દર્દીઓ દરરોજ ઓછામાં ઓછા ત્રણ આંબળાનું સેવન કરો. તેનાથી હ્રદયની બીમારીઓ દુર થશે. હ્રદયના દર્દીઓ મુરબ્બો ખાઈ શકે છે.

ખાંસી અને કફ :

ખાંસી આવે તો દિવસમાં ત્રણ વખત આંબળાનો મુરબ્બો ગાયના દૂધ સાથે ખાવ. જો વધુ ખાંસી આવી રહી છે, તો આંબળાને મધ સાથે ભેળવીને ખાવાથી ખાંસી ઠીક થઇ જાય છે.

પેશાબમાં બળતરા :

જો પેશાબ કરવામાં બળતરા થતી હોય તો લીલા આંબળાના રસમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી બળતરા દુર થશે અને પેશાબ સ્વચ્છ આવશે.

પથરી માટે :

પથરીની ફરિયાદ થાય તો સુકા આંબળાનું ચૂર્ણને મૂળાના રસમાં ભેળવીને ૪૦ દિવસ સુધી સેવન કરો. તેનાથી પથરી દુર થઇ જશે.

આંબળા ખાવાથી ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ અને રોગોથી બચાવ થાય છે. અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. ખાસ કરીને શીયાળામાં આંબળા મોટા પ્રમાણમાં મળી રહે છે. આંબળાને ઘણી રીતે સેવન કરી શકાય છે અને કોઈ પણ રીતે તેનું સેવન કરવાથી તે એટલો જ ફાયદો કરે છે.