આ ભારતીય ક્રિકેટરે ચોરી લીધું હતું ‘બાહુબલી’ ની દેવસેના નું દિલ, જણાવ્યું ” એક સમય તો…

એક તરફ તો લોકો જ્યાં ‘બાહુબલી’ ફેમ અનુષ્કા શેટ્ટી અને તેના સાથી સ્ટાર પ્રભાસ સાથે તેના સબંધોને લઈને અંદાઝ લગાવવામાં વ્યસ્ત છે, અને આ કલાકારે પોતે જ ખુલાસો કરી દીધેલ છે કે તે કોની સાથે પ્રેમ કરે છે. અનુષ્કા જેને પસંદ કરે છે તે કોઈ બીજું નહિ પણ ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડી છે. આ ખુલાસો અનુષ્કાએ મનોરંજન પોર્ટલ તેલુગુ સ્ટફ ના આપેલ ઈન્ટરવ્યુંમાં કરેલ છે, ઈન્ટરવ્યું દરમિયાન ત્યાં અનુષ્કાના ચાહકો પણ હાજર હતા. પ્રેક્ષકોમાં બેઠેલા એક ચાહકે અનુષ્કાને પૂછ્યું કે તમે સૌથી વધુ ક્યા ક્રિકેટરને પસંદ કરો છો? આ વાતનો જવાબ અનુષ્કાએ શરમાઈને આપ્યો હતો.

રાહુલ દ્રવિડ ઉપર હતી પસંદગી

આ પ્રશ્ન પૂછ્યા પછી અનુષ્કાના ચહેરા ઉપર હાસ્ય હતું. ચાહકના પ્રશ્નનો જવાબ આપતા અનુષ્કાએ કહ્યું રાહુલ દ્રવિડ મારો મન પસંદ ક્રિકેટર છે. તે મને ઘણો ગમે છે જયારે હું મોટી થઇ રહી હતી. મારી તેની ઉપર નજર હતી. એક સમય તો એવો હતો કે હું તેના પ્રેમમાં ડૂબી ગઈ હતી. જણાવી આપીએ કે મીડિયામાં સમાચાર છે કે ‘બાહુબલી’ ની સફળતા પછી પ્રભાસ અને અનુષ્કા સગાઈ કરવાના હતા. અનુષ્કા અને પ્રભાસ ના અફેયર ના ઘણા સમાચારો સામે આવેલ હતા. પણ બન્ને કલાકારોએ તેનું યોગ્ય સમર્થન આપેલ ન હતું. ‘બાહુબલી’ પેહેલા અનુષ્કા અને પ્રભાસ દર્શકોને પોતાની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી બનાવી ચૂકેલ છે.

 

કેટરીના ની પણ પહેલી પસંદ

આમ તો આ પહેલો બનાવ નથી જ્યારે કોઈ હિરોઈને રાહુલ દ્રવિડને પોતાનો ફેવરીટ બનાવ્યો છે. એ પહેલા પણ કેટરીના કેફ પોતાના એક ઈન્ટરવ્યુંમાં રાહુલ દ્રવિડનું નામ લઇ ચુકી છે. જ્યારે તેમના ફેવરીટ ક્રિકેટર વિષે પૂછવામાં આવેલ તો તેમણે કહ્યું કે મને રાહુલ દ્રવિડ ઘણો ગમે છે. તે ખરેખર જેન્ટલમેન ક્રિકેટર છે. રાહુલ ક્યારે પણ આક્રમક, ઉત્તેજિત અને નિરાશ થતો નથી. મેં આજ સુધી તેની સાથે ત્રણ શબ્દોથી પણ વધુ વાત નથી કરેલ, તે ઘણા શરમાળ વ્યક્તિ છે.

‘દ વોલ’ નામથી જાણીતા હતા

તમને જણાવી આપીએ ‘દ વોલ’ નામથી જાણીતા મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ ની રમતથી વાકેફ કોણ નહી હોય. પોતાની રમત સાથે સાથે દ્રવિડ પોતાની જેન્ટલમેન સ્ટાઈલ થી પણ ચાહકોને પોતાના દીવાના બનાવી લેતા હતા. ટીમ ઇન્ડિયા ના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સંકટમોચક બેટ્સમેન દ્રવિડે ટેસ્ટ અને વનડે માં ઘણી આકર્ષક પાળીઓ રમી છે.

દેવસેનાએ અપાવી ઓળખ

અનુષ્કા શેટ્ટીની વાત કરીએ તો ‘બાહુબલી 2’ ની સફળતા પછી અનુષ્કા શેટ્ટી હવે હવે ઘરે ઘરે ઓળખવામાં આવતા નામ છે. આ ફિલ્મમાં તેમણે દેવસેના અમરેન્દ્ર બાહુબલીની પત્નીની ભૂમિકા નિભાવેલ છે. ફિલ્મમાં અમરેન્દ્ર બાહુબલીનું પાત્ર સ્ટાર પ્રભાસે નિભાવેલ છે.