આ ચાર રીતે ઘર બેઠા જાણી શકો છો પોતાના પીએફ એકાઉન્ટનું બેલેન્સ

પોતાના પીએફ એકાઉન્ટ બેલેન્સને ઘરે બેઠા જાણવા માટે અપનાવો આ 4 રીતો

પીએફ એકાઉન્ટ બેલેન્સ કર્મચારી માત્ર મિસ્ડ કોલ કરીને તેમના પીએફ ખાતાની માહિતી મેળવી શકે છે, પરંતુ તેના માટે પણ કર્મચારી યુએએન પોર્ટલ ઉપર નોંધાયેલા હોવા જોઈએ.

કર્મચારીને હંમેશા તેના પીએફ ખાતા વિશે ઘણી વાર ઉત્સુકતા રહે છે. તેના પગારથી પીએફ ખાતામાં કેટલા પૈસા જાય છે, પીએફ ખાતાનું બેલેન્સ કેટલું છે, પેન્શન ફંડમાં કેટલી રકમ જાય છે… આવા ઘણા પ્રશ્નો કર્મચારી પાસે હોય છે. જે કર્મચારીઓ જાગૃત હોય છે તે વિવિધ માધ્યમ દ્વારા તેમના પીએફ ખાતા વિશે માહિતી મેળવી લેતા હોય છે. આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠાં મિનિટોમાં તમારા પીએફ ખાતાનું બેલેન્સ જાણી શકશો.

કરવાનો રહેશે માત્ર એક મેસેજ

કર્મચારી ફક્ત એક મેસેજ કરી તેમના પીએફ ખાતાનું બેલેન્સ જાણી શકે છે, પરંતુ તેના માટે તમારે યુએન ઇપીએફઓ સાથે નોંધણી કરાવવી આવશ્યક છે. કર્મચારીએ 7738299899 નંબર ઉપર ‘EPFOHO UAN ENG’ એસએમએસ મોકલવા પડશે. અહીં ENG તમારી પસંદની ભાષાના પ્રથમ ત્રણ અક્ષરો છે. આ સુવિધા દસ ભાષાઓમાં ઉપલબ્ધ છે. કર્મચારીએ આ એસએમએસ રજિસ્ટર્ડ મોબાઈલથી કરવું પડશે. આ સાથે કર્મચારી તેમના પીએફ એકાઉન્ટ બેલેન્સ અને તાજી માહિતી વિશે માહિતી મેળવી શકે છે.

ફક્ત એક જ મિસ કોલ સાથે

કર્મચારીઓ માત્ર એક મિસ્ડ કોલ કરીને તેમના પીએફ એકાઉન્ટની માહિતી મેળવી શકે છે, પરંતુ તેના માટે પણ કર્મચારીએ યુએએન પોર્ટલ ઉપર નોંધણી કરાવવી જરૂરી છે. કર્મચારી 011-22901406 નંબર ઉપર મિસ-કોલ આપીને તેમના પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણી શકે છે. કર્મચારીએ પોતાના રજિસ્ટર કરેલા મોબાઇલ નંબર ઉપરથી આ મિસ્ડ કોલ આપવાનો રહેશે.

ઇપીએફ પોર્ટલ દ્વારા

ઇપીએફ પોર્ટલ દ્વારા પણ તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણી શકાય છે. તેના માટે કર્મચારીએ www.epfindia.gov. in ઉપર જવું પડશે. હવે ‘Our Services’ ટેબ ઉપર જઈને ‘For Employees’ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ‘Member Passbook’ ઉપર ક્લિક કરવાની રહેશે. હવે સ્ક્રીન ઉપર એક નવું પેજ ખુલીને સામે આવશે. હવે કર્મચારીને યુએએન અને પાસવર્ડ દાખલ કરીને લોગ-ઇન કરવાનું રહેશે. ત્યાર પછી તમે તમારી EPF પાસબુક જોઈ શકશો. આ માટે તમારો યુએએન સક્રિય હોવું આવશ્યક છે.

ઉમંગ એપ્લિકેશન દ્વારા

ઉમંગ એપ્લિકેશન દ્વારા કર્મચારીઓ તેમના પીએફ એકાઉન્ટનું બેલેન્સ જાણી શકે છે. ઉમંગ એ એક સરકારી એપ્લિકેશન છે, અહિયાં વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાયેલી સુવિધાઓ મળે છે. આ એપ્લિકેશન ઉપર કર્મચારીએ પોતાના ફોન નંબર દ્વારા નોંધણી કરાવવી પડશે. ત્યાર પછી તે આ એપ્લિકેશન દ્વારા તેમની ઇપીએફ પાસબુક ચકાસી શકે છે. ઉપરાંત અહીં દાવા માટે અરજી પણ કરી શકાય છે અને તમારા દાવાને ટ્રેક પણ કરી શકાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.