આ છે ભારતની સૌથી શ્રીમંત 8 મહિલાઓ, સંપત્તિ છે અબજો ડોલરમાં.

ફોર્બ્સ પત્રિકાએ એક વખત ફરી વર્ષની સૌથી શ્રીમંત ઉદ્યોગપતિઓનું લીસ્ટ બહાર પડ્યું છે. પરંતુ આ વર્ષ લીસ્ટ થોડું વિશેષ છે. અબજોપતિની યાદીમાં આ વખતે મોટા પ્રમાણમાં મહિલાઓ જોવા મળી. આ બીલેનીયરોની યાદીમાં આ વખતે દેશની આઠ મહિલાઓને પણ સ્થાન મળ્યું છે. આ વખતે આખી દુનિયાની ૨૪૩ મહિલાઓ એ બિલેનીયરોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

એવું પહેલી વખત છે, જ્યારે દુનિયા માંથી આટલી વધુ મહિલાઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે. તે દર્શાવે છે કે મહિલાઓ મજબુતી સાથે સાથે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને જરૂર એકવીસમી સદીમાં મહિલાઓ વધુ ઝડપથી પ્રગતી કરશે.

૧. સાવિત્રી જિંદલ :-

આ યાદીમાં પહેલા નંબર ઉપર છે. જિંદલ સ્ટીલ અને પાવર લીમીટેડની ચેયરપર્સન સાવિત્રી જિંદલ. ૮.૮ અબજ ડોલરની સંપત્તિ સાથે તને આ યાદીમાં ૧૭૬ મો રેંક મળે છે. સાવિત્રી જિંદલ કોંગ્રેસ લીડર અને કારોબારી નવીન જિંદલની માં છે. સાવિત્રી જિંદલે ૨૦૦૫ માં ઓપી જિંદલના અવસાન પછી આ બિજનેશ સંભાળ્યો હતો.

૨. કિરણ મજુમદાર શો :

સૌથી શ્રીમંત ભારતીય મહિલાઓની યાદીમાં બીજા નંબર ઉપર રહેલી છે, બોયોકોનની ચીફ કિરણ મજુમદાર શો. તેમણે પોતાની શક્તિ ઉપર આટલો વિશાળ બિજનેશ અમ્યાયર ઉભો કર્યો છે. તેની સંપત્તિ ૩.૬ અબજ ડોલર છે અને આ યાદીમાં તે ૬૨૯ માં નંબર ઉપર છે. બોયીકીન ડાયાબીટીસ અને કેન્સર જેવી ઘણી બીમારીઓ માટે દવાઓ બનાવે છે. અને તે એશિયાની સૌથી મોટી ઈંસુલીન બનાવનારી કંપની છે.

૩. સ્મિતા કૃષ્ણા ગોદરેજ :

શ્રીમંત ભારતીય મહિલાઓની યાદીમાં ત્રીજો નંબર મેળવે છે, ગોદરેજ ગ્રુપની સ્મિતા કૃષ્ણા ગોદરેજને. આ યાદીમાં તે ૮૨૨ માં નંબર ઉપર છે. તેની કુલ સંપત્તિ ૨.૯ અબજ ડોલર છે.

૪. લીના તિવારી :

આ યાદીમાં ચોથા નંબર ઉપર છે, યુએસવીની લીના તિવારી. લીના તિવારી શ્રીમંત લોકોની યાદીમાં ૧૦૨૦ માં નંબર ઉપર છે. તેની કુલ સંપત્તિ ૨.૪ અબજ ડોલર આંકવામાં આવી છે. તેની કંપની ડાયાબીટીસની દવા બનાવે છે. આ કંપનીની શરુઆત ૧૯૬૧ માં તેમના પિતા વિઠ્ઠલ ગાંધીએ કરી હતી. લીના મુંબઈમાં રહે છે.

૫. વિનોદ રાય ગુપ્તા :

દેશની સૌથી શ્રીમંત મહિલાઓની યાદીમાં પાંચમાં નંબર ઉપર છે, હેવલ્સ કંપનીના માલિક વિનોદ રાય ગુપ્તા. તેને ફોર્બ્સ લીસ્ટમાં ૧૧૦૩ મો નંબર મળ્યો છે. તેની સંપત્તિ ૨.૨ અબજ ડોલર છે. હેવલ્સની સ્થાપના વિનોદ રાય ગુપ્તાના પતિ કીમત રાય ગુપ્તાએ ૧૯૫૮ માં કરી હતી. હેવલ્સની આખા દેશમાં ૧૨ ફેકટરીઓ છે.

૬. અનુ આગા :

સૌથી શ્રીમંત ભારતીય મહિલાઓની યાદીમાં અનુ આગા છઠ્ઠા નંબર ઉપર છે. તેમની સંપત્તિ ૧.૪ અબજ ડોલર છે. તેને ફોર્બ્સની યાદીમાં ૧૬૫૦ નું સ્થાન મળ્યું છે. આ યાદીમાં તેને ૨ વર્ષ પછી ફરી વખત સ્થાન મળ્યું છે. જેને કારણે તેમની કંપની થર્મેક્સમાં આવેલી તેજી છે. આ કંપનીની શરુઆત અનુ આગાના સ્વર્ગીય પતિએ ૧૯૮૫ માં કરી હતી. આ કંપનીમાં અનુ આગાના ૬૫ ટકા શેર છે. અનુ પુનામાં રહે છે.

૭. મધુ કપૂર :

સૌથી શ્રીમંત ભારતીય મહિલાઓની યાદીમાં ૭ માં નંબર ઉપર છે મધુ કપૂર. યસ બેંકમાં ૯.૩ ટકા ભાગીદારી ધરાવતી મધુ કપૂર ફોર્બ્સની યાદીમાં ૧૯૯૯ માં નંબર ઉપર છે. તેમની સંપત્તિ ૧.૧ અબજ ડોલર છે.

૮. શીલા ગૌતમ :

શીલા ગૌતમ ભારતની ૮ માં નંબરની સૌથી શ્રીમંત મહિલા છે. સ્લીપવેલ મેટ્રેસ બનાવવા વાળી કંપની ફોમના ફાઉંડર શીલા ગૌતમની સંપત્તિ ૧.૧ અબજ ડોલર છે. તેમના દીકરા રાહુલ ફોમના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે. શીલાને ફોબ્સની શ્રીમંત લોકોની યાદીમાં ૧૯૯૯ મો નંબર મળે છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.