આ છે ઇન્ડિયાની 11 બેસ્ટ જગ્યા, તમે કેટલીમાં ગયા છો અને કેટલીમાં નહિ?

પછી પ્રવાસ કરવાનો હોય તમારો શોખ હોય કે ફેશન, જો તમને ફરવાનું ગમે છે, તો આ આર્ટીકલ તમારા માટે જ છે. ઇન્ડિયા ટુડેના ટુરીઝમ એવોર્ડસ ૨૦૧૯ ની જાહેરાત થઇ ગઈ છે. અમને ખબર પડી ગઈ છે કે દેશમાં ફરવા માટે સૌથી ઉત્તમ, સૌથી સારી જગ્યાઓ કઈ છે. તેનાથી તમને એ ફાયદો થશે કે તમે દેશ આખામાં આ લોકપ્રિય પર્યટન સ્થળો વિષે જાણી લેશો. જે પોત પોતાની કેટેગરીમાં ઉત્તમ છે. એવા સ્થળો, જ્યાં તમારે એક વખત તો જરૂરી જઈને આવવુ જોઈએ. કઈ સારી જગ્યા છે વાચો નીચે.

તમે આ વેકેશનમાં ક્યાં ફરવા જઈ રહ્યા છો? કોમેન્ટમાં બોક્ષમાં લખી જણાવો. નીચેની ૧૧ જગ્યા માંથી કેટલી જગ્યાએ તમે ફરી આવ્યા? તમારું મનગમતું ફરવાનું ડેસ્ટીનેશન કયું છે? અને એવું કયું સ્થળ છે જ્યાં ભવિષ્યમાં જવાની ઈચ્છા રાખો છો?

૧. ચાદર ટ્રેક (લદ્દાખ, જમ્મુ કાશ્મીર)

અવાર્ડ એડવેંચર કેટેગરીમાં સારામાં સારી

ટ્રેકનું નામ છે ચાદર. ચાદરનો અર્થ બરફની ચાદર. જે પહાડોની વચ્ચે દુર દુર સુધી તમારા પગની નીચે પાથરેલી છે. ખાસ કરીને આ ચાદર જાન્સકર નદી માંથી જામીને બને છે. અહિયાં ૦ થી ૨૦ ડીગ્રી સેન્ટીગ્રેડ નીચે તાપમાન હોય છે. ચિલ્ડ હવાઓની વચ્ચે અનેક સ્થળો ફરતા ફરતા તમે ટ્રેક કરો છો.

જો શક્તિ વધુ છે અને આ ટ્રેક પૂરો કરવાની હિંમત ધરાવો છો, તો તમારે ૧૦૫ કી.મી.ની મુસાફરી પસાર કરવી પડે છે. અહિયાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. બરફ આ પ્રકારે જામેલો હોય છે કે તમે કોઈ સુરક્ષિત જગ્યા શોધીને તે બરફની ઉપર તમારું તંબુ બનાવી શકો છો.

પહોચવું કેવી રીતે – તે ઘણું જોખમ ભરેલો ટ્રેક છે. ઘણી બધી ફોરમેલીટીઝ હોય છે. કાયદેસર રજીસ્ટ્રેશન, મેડીકલ તપાસ બધું જ થાય છે. એટલા માટે લયસેંસી એડવેંચર સ્પોર્ટ્સ કંપનીઓ તેની જવાબદારી નિભાવે છે. તે તમને દિલ્હીથી સીધા લેહ અને ત્યાંથી ત્યાં લઇ જાય છે. જ્યાંથી ટ્રેક શરુ થાય છે.

૨. પાલોલેમ (ગોવા) અવાર્ડ ઉત્તમમાં ઉત્તમ બીચ, કહીએ તો સમુદ્ર કીનારો

ગોવાની સાઉથમાં છે પોલોલેમ બીચ, ગોવામાં દરિયો છે. અને બીજી છે ઘણી સુંદરતા, ઘણું બધું છે અહિયાં કરવા માટે. તે જે પોલોલેમ બીચ છે, તે પોતાની સુંદરતા અને જુદી જુદી રીતેની એક્ટીવીટીઝને કારણથી ઘણું પસંદ કરવામાં આવે છે. સમજો કે આ ગોવાનો સૌથી ફેમસ દરિયાકાંઠો છે. સફેદ રેતી પથરાયેલી છે અહિયાં.

ડોલતા એવા તાડના વૃક્ષ ઉભા છે. સીઝન સમયમાં તો તે ઘણી સુંદર થઇ જાય છે. અહિયાં વાંસની ઝુપડીઓ બનેલી છે. જેમાં તમને લોકલ ખાવા પીવાની વસ્તુ મળશે. બીજું પણ ઘણું બધું મળશે ખરીદવા. યોગ અને આધ્યાત્મ સાથે જોડાયેલી વસ્તુ પણ મળશે. આ સ્થળ કપલ્સ અને સિંગલ્સ, બન્ને માટે મસ્ત છે.

પહોચવું કેવી રીતે – પોલોલેમ પાસે બે રેલ્વે સ્ટેશન છે. અહિયાંથી ૪૦ મિનીટના અંતરે મારગાઓ (મડગાંવ) સ્ટેશન. ૧૦ મિનીટના અંતરે છે કાનાકોના સ્ટેશન. આમ તો મોટાભાગે લોકો હવામાં ઉડીને (સમજો પ્લેનમાં બેસીને) પહોચે છે અહિયાં. ડાબોલીમ એયરપોર્ટ ઉપર ઉતરે છે. જો કે દોઢ કલાકના અંતરે છે. અહિયાં ઘણું મોંઘુ પડી જાય છે ખિસ્સાને.

૩. રાવ જોધા ડેજર્ટ રોક પાર્ક (જોધપુર, રાજસ્થાન)

અવાર્ડ હેરીટેજ વાળી જગ્યા માંથી સારામાં સારી

રાજસ્થાનમાં ઢગલાબંધ કિલ્લા છે. ઘણા બધા મહેલ છે. અહિયાં જોધપુરમાં એક કિલ્લો છે – મેહરાનગઢ. તે ભારતનો સૌથી જુના કિલ્લા માંથી એક છે. તેની અંદર છે પોતાનું એ વાળું ડેસ્ટીનેશન – રાવ જોધા ડેજર્ટ રોક પાર્ક. તે બનેલો છે જ્વાળામુખી (વોલ્કેનીક) ખડકો અને રેતી વાળા પથ્થરોથી મળીને.

સમજો કે લગભગ ૭૦ હેક્ટેયરના વિસ્તારમાં ફેલાયેલો છે તે. દશકોથી તેની ઉપર ધ્યાન નથી આપવામાં આવ્યું હતું. એટલા માટે તે સુમસામ પડ્યો હતો. પછી આ પાર્કનું કામ ૨૦૦૬ માં શરુ થયું. સામાન્ય લોકોને તેમાં એન્ટ્રી મળી ૨૦૧૧ માં.

૪. ગુલમર્ગ (જમ્મુ કાશ્મીર)

અવાર્ડ પહાડો વાળું લોકેશન સારામાં સારું

CNN એ એશિયાના સાતમાં સૌથી સારા સ્કીઈંગ વાળા લોકેશન તરીકે ગુલમર્ગને પસંદ કર્યું હતું. તે ઇન્ડિયામાં વીંટર સ્પોર્ટ્સનું મોટું સેન્ટર છે. અહિયાં દુનિયાના સૌથી ઊંચા ગોલ્ફ ફોર્સ છે. દરિયા કાંઠાથી ૨,૬૫૦ મીટરની ઉંચાઈ ઉપર. હજારો પ્રવાસીઓ અહિયાં સ્કીઈંગ, ટોબગાનીંગ, સ્નોબોર્ડીંગ અને હેલી સ્કીઈંગ કરવા આવે છે. ૧૯૬૮ માં કેન્દ્ર સરકાર એ અહિયાં સ્કીઈંગ ટ્રેનીંગ અને માઉન્ટે નીયરીંગ ટ્રેનીંગ માટે અહિયાં એક સંસ્થા શરુ કરી.

પહોચવું કેવી રીતે – રેલ્વે, બસ અને બાય એયર જઈ શકાય છે.

5. કુંભ મેળો (પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ)

ફેસ્ટિવિટીવાળા સેક્શનમાં બેસ્ટમાં બેસ્ટ

2017 માં યુનેસ્કોની તરફથી કુંભ મેળાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક સંપ્રદાયના રૂપમાં માન્યતા આપવામાં આવી હતી. કુંભ મેળાનું આયોજન પ્રયાગરાજ (ઇલાહાબાદ), હરિદ્વાર, નાસિક અને ઉજ્જેનમાં વારંવાર થાય છે. વર્ષ 2019 માં 15 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં અર્ધકુભ શરૂ થયો અને શિવરાત્રી એટલે કે 4 મી માર્ચેના રોજ એ સમાપ્ત થયું. કુંભ સમજો કે અદ્ભુભૂત આયોજન. કરોડો લોકો જોડાય છે અહિયાં. તેની વિશાળતા, તેનો ફેલાવો તેનું સૌથી મોટું ફેક્ટર છે. અને વિચારો, જાણો ક્યારથી થઇ રહ્યો છે તે. ન જાણે કેટલી પેઢીઓ તેમાં નાહી.

પહોચવું કેવી રીતે – જુઓ, રેલ્વેથી ઈચ્છા હોય તો રેલ્વેથી જાવ. નહિ તો હવાઈ જહાજ છે. બસ પણ ચાલે છે. રસ્તા પણ છે ખુબ સરસ. તો પોતે પણ જઈ શકો છે. ગામના ઘણા લોકો તો પોટલા બાંધીને પગપાળા ચાલતા આવે છે.

6. સુવર્ણ મંદિર (અમૃતસર, પંજાબ)

આધ્યાત્મિક કેટેગરીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ

શીખનું સૌથી પવિત્ર ધર્મસ્થાન હરમિંદર સાહિબ અથવા સુવર્ણ મંદિર છે. આ ગુરુ દ્વારા બનાવવામાં 1581 માં ગુરુ અર્જન દેવે શરૂ કર્યું હતું. તે પૂર્ણ થવામાં 8 વર્ષ લાગી ગયા હતા. સ્વર્ણ મંદિર થોડું વિચારીને અમૃતસર શહેરના લેવલથી થોડું નીચે બનાવ્યું, જેથી ઉપરથી નીચે આવવામાં લોકો પોતાનો અહંકાર છોડીને આવે. 1830 માં ગુરુ દ્વારાના ગર્ભમાં મહારાજા રણજીત સિંહએ સોનુ લગાવરાવ્યું હતુ. 2016 માં અમૃતસરના ટાઉનહોલથી હરમિંદર સાહિબ સુધીના રોડની બંને બાજુ તરફના બિલ્ડિંગોને રીવેમ્પ કરાવવામાં આવી હતી.

પહોચવું કેવી રીતે- દિલ્હીથી સીધી ફ્લાઇટ છે. અને દેશના કોઈ પણ ભાગ માંથી રેલ્વે અને રોડ વેજ કનેક્ટેડ છે.

7. શ્રીનગર-લેહ (જમ્મુ અને કેશ્મીર)

રસ્તા હોય, તો આવા હો (નહીં તો નહી, એવું નથી કહી શકતા)

શ્રીનગરથી લેહ સુધી જવાનો 400 કિલોમીટરથી વધુ લાંબો આ રોડ પહેલા ડ્રાઇવિંગ માટે ખૂબ ખરાબ હતો. પરંતુ હવે બીઆરઓ તેની પર ખૂબ મહેનત કરી છે પોતાની. આટલા પ્રયાસોથી રોડ બન્યો છે. સારી એવી ઝન્નાટેદાર આનંદ આવે છે તેની ઉપર. આ રસ્તાના કારણે બૉર્ડરની આજુબાજુના વિસ્તારોમાં પ્રવેશ થયો છે. જોઝી લા નો રસ્તો પહેલા ઘણો ભયંકર હતો, પણ હવે આ સિન બદલાઈ ગયો છે.

લેહથી શરુ થઇને આ રોડ સિંધુ સાથે સાથે આગળ વધે છે. પથ્થર સાહિબ ગુરદ્વારા અને મેગ્નેટીક હિલ સુધીના પ્રવાસમાં સિંધુ જાંસ્કર નદીઓના સંગમ ઉપર વસેલા અચલીના પ્રાચીન ગામ સુધી પહોચે છે. ઉંચી કેટલી છે ખબર? જાંસકર રેંજની ઊંચાઈ પછી ફોટુ લાને પાર કરો. તો ૧૪ હજાર ફૂટની ઊંચાઈ ઉપર પહોચી જશો.

8. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (ગુજરાત)

વાઇલ્ડલાઈફ કેટેગરીમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ

ગીર ફેમસ છે એશિયાઇ સિંહ માટે. તેનો વિસ્તાર 1,153 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. અહીયા સિંહની ગણતરી 500 થી વધુ છે. બીજું પણ વાઈલ્ડલાઇફ અહીયા છે. દીપડો, સાંભર, જંગલી ભૂંડ, ચોસિંગા હરણ, ચાર શિંગડા વાળા મૃગ અને ચિંકરા બધા છે. તેની અંદર કમળેશ્વર તળાવ પણ છે. તળાવ હશે અમારા તમારા માટે, થોડા મગર માટે તો એમનું ઘર છે. 200 થી વધુ પ્રકારના પક્ષી પણ ઉડતા જોવા મળે છે.

આ પાર્ક ઑક્ટોબર થી જૂન વચ્ચે સિંહ સફારી પણ થાય છે. ફરી જ્યારે સિંહને પ્રેમ કરવાની સીઝન આવે છે, તો પાર્કને બંધ કરી દેવામાં આવે છે. જેથી તે પૂરો સમય લઇને ચિંતા મુક્ત બચ્ચા ઉત્પન્ન કરે, કોઈ અડચણ ન કરે તેમને.

પહોચવું કેવી રીતે – ગીરની નજીકનું રેલ્વે સ્ટેશન જુનાગઢ છે, જે લગભગ દોઢ કલાકના અંતરે છે. ત્યાર પછી સૌથી નજીક એયરપોર્ટ રાજકોટનું છે. જ્યાંથી પાર્ક પહોચવામાં ટેક્સીમાં ૪-૫ કલાક લાગે છે.

9. મેંગ્રોવ ફોરેસ્ટ, સુદરવન (પશ્ચિમ બંગાળ)

કુદરતી જગ્યાની કેટેગરીમાં બેસ્ટમાં બેસ્ટ

કુદરતની પ્રસંશા કરવી છે, તો સુદરવન પહોંચી જાવ. પહેલી છે આ જગ્યા. ભારત અને બાંગ્લાદેશની બૉર્ડર ઉપર જ્યાં ગંગા, બ્રહ્મપુત્ર અને મેઘના નદીઓ, બંગાળના ડેલ્ટામાં પરિવર્તન થાય છે, તે જ ફેલાયેલું છે સુંદરવન. આશરે 10,000 કિ.મી. ભારતમાં 40% ભાગ આવે છે.

અહીયા પાણીમાં રહેનારા અને જમીન ઉપર રહેનારા, બન્ને પ્રકારના પ્રાણીઓ મળશે. તેમાં 260 પ્રકારનાં પક્ષીઓ અને ઘણા લુપ્ત થવાના આરા ઉપર ઊભી રહેલી જાતિઓ સામેલ છે. સુંદરવનના હ્રદયના ધબકારા છે, રોયલ બંગાળ ટાઈગર. લગભગ ૧૦૦ ની સંખ્યાનો સમૂહ છે તેમનો અહિયાં.

પહોંચવું કેવી રીતે – સૌથી નજીકનું એરપોર્ટ કોલકાતા છે. રેલ્વે સ્ટેશન કેનિંગ છે, જે લગભગ 50 કિમી દૂર છે. સુદરવનની અંદર નદીઓના રસ્તાઓથી જ મુસાફરી થઈ શકે છે. કોલકાતા અથવા કેનિંગથી ઘણા નજીકના સ્થળો ઉપર જઈ શકાય છે. જેમ કે નામખાના, સોનાખાલી અને નજત.

10. ગોવા :-

સફરનો આનંદ લેવો છે, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ

એક બાજુ કર્ણાટક છે, બીજી તરફ મહારાષ્ટ્ર અને આ બંને વચ્ચે દિલ લૂંટનારા ગોવા. ગોવામાં ભારતનું સૌથી સુંદર સમુદ્રકાંઠો છે. તેમને સચવાય પ્રેમથી. ગોવાના બે ભાગ- એક ઉત્તર, બીજો દક્ષિણ. બંનેમાં એટલું જ અંતર, જેટલું દિવસ અને રાત્રી. ખાવા બોલે તો, પર્યાવરણ જુઓ તો, બધા અલગ અલગ ગોવા તે લોકો માટે છે. જેને કુદરત સાથે પ્રેમ છે. જેને ખાવા-પીવાનો શોખ છે. અને જે બીચ ઉપર સમય પસાર કરવાનું પસંદ કરે છે. અહીંયાનું આર્કિટેક્ચર, મસાલા અને કાજુ એસ્ટેટ લોકોને પોતાની તરફ ખેંચે છે.

પહોચવું કેવી રીતે – ટ્રેન અથવા એરોપ્લેન કોઈ પણ આવી શકે છે. તેની પાસે બે રેલ્વે સ્ટેશન છે. મારગાઓ (માડગાંવ) સ્ટેશન 40 મિનિટ અને કાનાકોના સ્ટેશન 10 મિનિટ દૂર છે. આમ તો મેક્સિમમ લોકો બાય એર જ ટ્રાવેલ કરે છે. ડાબોલિમ એરપોર્ટ ઉપર ઉતરે છે. જે દોઢ કલાકના અંતરે છે.

11. અરુણાચલ પ્રદેશ :-

જે એવોર્ડ આપશે, તેના પણ તો મરજી ચાલશે (નેચરલ છે ને)

ભારતના ઉત્તર-પૂર્વના સૌથી મોટા રાજ્યોમાં ગાઢ જંગલ, ઉંચા ઉંચા પર્વત અને સુંદર નદીઓ છે. અહીં ચોમાસું ઝૂમ કરીને આવે છે. જેનાથી નદીઓ ભરાય જાય છે અને તે પાણીને તે નદીઓને મેદાનમાં ઉલેચી આપે છે. આ મેદાનની આસપાસની જમીન ખૂબ સુંદર દેખાય છે. તેની લીલી છમ ઘાટીઓમાં રહેનારા લોકોની ભાષા અને સંસ્કૃતિની વિવિધતા બહારથી આવેલા લોકોને આનંદથી ચોંકાવી દે છે. અહીયા મુસાફરી કરવી પહેલાથી થોડી સરળ છે, પણ ખૂબ સરળ હજુ પણ નથી.

તમે આ વેકેશનમાં ક્યાં ફરવા જઈ રહ્યા છો? કોમેન્ટમાં બોક્ષમાં લખી જણાવો. ઉપરની ૧૧ જગ્યા માંથી કેટલી જગ્યાએ તમે ફરી આવ્યા? તમારું મનગમતું ફરવાનું ડેસ્ટીનેશન કયું છે? આભાર જય હિન્દ…

આ માહિતી લ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.