આ છે વિશ્વના સૌથી મુશ્કેલ કોયડા, જવાબ ફક્ત બુદ્ધીશાળી લોકો જ આપી શકે છે

લોકો માટે કોયડા કે પછી મુશ્કેલ પ્રશ્નોના જવાબો આપવાનું ખૂબ ગમે છે. તેનાથી થોડો ઘણો સમય પણ પસાર થઇ જાય છે અને મગજની કસરત પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે કંઈક એવા જ કોયડા લઇને આવ્યા છીએ, જે ઉકેલવા માટે સારા સારાનો પરસેવો છૂટી ગયો છે. જોઈએ છીએ કે તમે કેટલા પ્રશ્નોના જવાબ આપી શકો છો. પરંતુ યાદ રાખશો પ્રશ્નોના જવાબો તમારે 15 સેકંડની અંદર જ આપવાનો છે. આવો શરૂ કરીએ પ્રશ્ન-જવાબની આ કડી.

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે. જે બોલાવ્યા વગર સામેથી તમારી પાસે આવી જાય છે.

દરેક વખતે રૂમમાં રહે છે પરંતુ ભાડું પણ નથી આપતી.

આપણે તેને નથી પકડી શકતા.

અને ન તો તેને જોઈ શકીએ છીએ.

આપણે તેના વગર રહી પણ નથી શકતા.

જણાવો કોણ છે તે?

જવાબ : હવા

પ્રશ્ન : એવી કઈ જગ્યા છે?

જો ૧૦૦ લોકો જાય છે તો ૯૯ જ પાછા આવે છે?

જવાબ : શ્મશાન ઘાટ.

પ્રશ્ન : એવું કયુ શાક છે? જેમાં તાળું અને ચાવી બન્ને આવે છે? એ એનું હિન્દી નામ છે.

જવાબ : લૌકી (દુધી) (લોક+કી= લૌકી)

પ્રશ્ન : એવી કઈ બેગ છે? જે પલળ્યા પછી કામ કરે છે?

જવાબ : ટી-બેગ.

પ્રશ્ન : જો ૮ ને અડધા કરી દેવામાં આવે તો

૦ અને ૪ સિવાય બીજો કયો જવાબ આવશે?

જવાબ : 3 (સમજાય એને સલામ.) 8 ના ઉભા બે ભાગ કરવા. એટલે કે 8 ને અડધો કરવો.

પ્રશ્ન : એ વસ્તુનું નામ જણાવો?

જેને આગ સળગાવી નથી શકતી.

શસ્ત્ર તેને કાપી નથી શકતું.

પાણી તેને પલાળી નથી શકતું

અને મૃત્યુ તેને મારી નથી શકતું

જવાબ : પડછાયો

પ્રશ્ન : માની લો તમે એક બસમાં મુસાફરી કરી રહ્યા છો.

જેમાં ૧૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે.

પહેલા સ્ટેન્ડ ઉપર 2 મુસાફરો ઉતરી જાય છે અને 4 ચડે છે.

બીજા સ્ટેન્ડ ઉપર 5 મુસાફરો ઉતરી જાય છે અને 2 ચડે છે.

ત્રીજા સ્ટેન્ડ ઉપર 2 મુસાફરો ઉતરી જાય છે અને 3 ચડે છે.

હવે જણાવો કે બસમાં કેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે?

જવાબ : ૧૧ (૧૦ મુસાફરો અને ૧ તમે)

પ્રશ્ન : અમુક મહિના ૩૧ દિવસના હોય છે.

પરંતુ કેટલા મહિના ૨૮ દિવસના હોય છે?

જવાબ : દરેક મહિના (૨૮ દિવસ દરેક મહિનામાં આવે છે)

પ્રશ્ન : કયો ઈંગ્લીશ શબ્દ છે? જે ઈંગ્લીશમાં હંમેશા Incorrectly સ્પેલ કરવામાં આવે છે?

જવાબ : Incorrectly

પ્રશ્ન : એક મીટના માલિક એ ૧૦ ઇંચના ચપ્પલ પહેર્યા છે અને તેની ઊંચાઈ ૫’૧૦ છે.

તો જણાવો કે તે ત્રાજવામાં શું જોખશે?

જવાબ : મીટ

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે? જે છોકરી પહેરે છે અને ખાય પણ છે? હિન્દી શબ્દ છે.

જવાબ : લૌંગ (લવિંગ)

પ્રશ્ન : એવી કઈ વસ્તુ છે? જે ગરીબ લોકો ફેંકી દે છે.

પણ પૈસાદાર લોકો ખિસ્સામાં રાખી લે છે?

જવાબ : નાકના શેડા. જેને દેશી ભાષામાં લેટ પણ કહેવાય. (સમજે એને સલામ)

પ્રશ્ન : તે કોણ છે? જે મૂંગો, બહેરો અને આંધળો છે.

પરંતુ બોલે છે હંમેશા સાચું જ?

જવાબ : અરીસો