આ છોકરીએ માત્ર 10 હજારનું રોકાણ કરી, કરી 25 લાખની કમાણી. આવા આઈડિયા આપણા દિમાગમાં…

દરેક વ્યક્તિની સફળતાની વાર્તા બીજા લોકોને સારી લાગે છે. એટલા માટે આજ સુધી કોઈ બીજો સચિન તેંડુલકર ક્રિકેટને નથી મળ્યો. કદાચ એટલા માટે જ દુનિયાને આજે બીજો મુકેશ અંબાણી નથી મળ્યો. દરેક વ્યક્તિની સફળતા પોતાનામાં ખાસ હોય છે. અને એના કરતા પણ ખાસ વાત હોય છે એ પહેલાની એમની જીવનયાત્રા. આજના સમયમાં તમે ઘણા લોકોની સફળતાની સ્ટોરી પુસ્તકોમાં વાંચી શકો છો, એમાંથી શીખી શકો છો, પરંતુ એનું પુનરાવર્તન નથી કરી શકતા. કારણ કે આજ સુધી કોઈ સફળતાને વ્યાખ્યાયિત નથી કરી શક્યું.

આજે અમે તમને એક એવી સફળતાની સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણા લોકો માટે ઉદાહરણ બની ગઈ છે. આજના સ્ટાર્ટઅપના જમાનામાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ, એક એવી મહિલા વિષે જેણે માત્ર 10,000 રૂપિયાથી પોતાના સપનાની શરૂઆત કરી હતી. અને આજે આ મહિલાની કંપનીનું ટર્નઓવર 25 લાખ રૂપિયા છે. આવો જાણીએ આ મહિલા વિષે.

200 રૂપિયાથી લઈને 18,000 રૂપિયા સુધી વેચાય છે પ્રોડક્ટ :

જૂની દિલ્લીમાં એક મારવાડી પરિવારમાં જન્મેલી આંચલ મિત્તલ લેધર એટલે કે ચામડાની પ્રોડક્ટનો બિઝનેસ કરે છે. આ કારોબારને એમણે માત્ર 10,000 રૂપિયામાં શરુ કર્યો હતો. પરંતુ, દરેક સફળતાની વાર્તા સરળ નથી હોતી. આંચલ સાથે પણ એવું જ હતું. વર્ષ 2015 માં તે લેધરના આ કારોબારના ફ્રીલાંસ અસાઈન્મેન્ટ (છૂટક કામ કરીને કમાણી કરવી) કરતી હતી.

એમની કંપની બ્રાન્ડલેસ બુકમાર્ક્સ, હેન્ડ બેગ, વોલેટ, પાસપોર્ટ પાઉચ, કી-ચેન અને સૂટકેસ જેવી પ્રોડક્ટ બનાવે છે. પોતાની પ્રોડક્ટના કલર પર વધારે ધ્યાન રાખવા વાળી આંચલની કંપની ટીલ બ્લુ, ફોરેસ્ટ ગ્રીન અને બ્લેક બ્રાઉન જેવા ઘણા ટ્રેન્ડિંગ કલરમાં પોતાની પ્રોડક્ટ રજુ કરે છે. એમની આ પ્રોડક્ટ 200 રૂપિયાથી લઈને 18,000 રૂપિયા સુધી વેચાય છે.

પહેલી વાર કામ કરવા પર મળ્યા હતા 1,500 રૂપિયા :

ક્યારેક ટેબલ ટેનિસમાં સ્ટેટ લેવલ સુધી રમવા વાળી આંચલ મિત્તલે દિલ્લીની હંસરાજ કોલેજ માંથી મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગનું ભણતર શરૂ કર્યુ હતું. પાછળથી જયારે આ કોર્સ એમને પસંદ ન આવ્યો, તો એમણે એક વર્ષ પછી એને છોડી દીધો. લેધરમાં ડિઝાઇનિંગનો કોર્સ કરવા માટે એમણે વર્ષ 2010 માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) દિલ્લીમાં એડમિશન લીધું.

યોરસ્ટોરી ડોટકોમ નામની વેબસાઈટના ઇન્ટરવ્યૂમાં આંચલ જણાવે છે કે, “મેં 2010 ફેશન વીક દરમ્યાન પહેલી વાર એક ડિઝાઈનર સાથે એક આસિસ્ટન્ટ તરીકે કામ કર્યુ હતું, અને એના માટે મને 1500 રૂપિયા મળ્યા હતા. મને એનો અનુભવ ઘણો કામ આવ્યો.”

પરિવારથી છુપાઈને કર્યો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો કોર્સ :

આંચલે જાલંધરની એક ટેનરીમાં ટ્રેનિંગ દરમ્યાન લેધર વિષે ઝીણવટ પૂર્વક સમજ્યું. ત્યાર બાદ તે ફ્રીલાંસ પ્રોજેક્ટ પર જ એકગ્રતા રાખવા લાગી. એ જ અસાઈન્મેન્ટથી જયારે તે 10,000 રૂપિયા જમા કરવામાં સફળ થઇ ત્યારે એમણે એ પૈસાથી પોતાનો બિઝનેસ શરુ કરવાનો નિર્ણય લીધો.

આ દરમ્યાન એમણે પોતાના પરિવારથી છુપાઈને 9 મહિનાનો એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો કોર્સ પણ કર્યો. એમણે પોતાના ઇન્ટરવ્યૂમાં આગળ જણાવ્યું કે, “એક એક્સપોર્ટ કંપનીમાં મારી દરજી સાથે જૂની ઓળખાણ હતી. તે લેધર પ્રોડક્ટની સિલાઈ કરતા હતા, અને તે જ મારા પહેલા કર્મચારી બન્યા. એમનું ઘર મારી ઓફિસ બની ગયું, જ્યાં અમે પહેલું સેમ્પલ બનાવ્યું.”

ચાર વર્ષમાં 25 લાખ રૂપિયા પહોંચી ગયું કંપનીનું ટર્નઓવર :

આંચલે પોતાની કંપનીનું નામ પોતાના પિતા નવીન અને માતા નિશાના નામના પહેલા અક્ષરને ભેગા કરીને એન સ્કવેયર રાખ્યું. બ્રાન્ડલેસ નામ રાખવા વિષે આંચલ જણાવે છે કે, આ એક સટાયરિકલ જોક છે, આ એવા લોકો માટે છે. જે બ્રાન્ડના નામ પર કિંમતની ચિંતા કર્યા વગર જ પ્રોડક્ટ ખરીદી લે છે. વર્ષ 2015 માં લોન્ચ થયા પછી જ એમણે પહેલા વર્ષમાં જ લગભગ 50,000 રૂપિયાનો કારોબાર કરી લીધો હતો. માત્ર ચાર વર્ષમાં એમની કંપનીનું કુલ ટર્ન ઓવર વધીને 25 લાખ રૂપિયા થઇ ગયું છે.

આ કંપનીની પ્રોડક્ટ અમુક પસંદગી કરેલી દુકાનો પર જ મળે છે. આ કંપનીની ખાસ વાત એ પણ છે કે એની કોઈ પણ પ્રોડક્ટ ઓનલાઇન પ્લેટફોર્મ પર નથી વેચાતી. એના વિષે આંચલનું કહેવું છે કે એમની પ્રાથમિકતા પ્રોડક્ટની કિંમતને ઘણી ઓછી રાખવાની હોય છે. એમણે ઘણા ઓછા નફા પર કામ કર્યુ અને એના માટે તે પ્રોડક્ટની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નથી કરતી.