આ દેશમાં રહે છે સોનાના બ્રહ્માજી, રોકે છે ખરાબ શક્તિઓને

તમે જાણીને ચકિત થશો કે બ્રહ્માજી (BrahmaJi) ના ભારતમાં ખુબ જ ઓછા મંદિર છે, પુસ્કરમાં બ્રહ્માજીનું એક મોટું મંદિર સ્થાપિત છે. હિંદુ શાસ્ત્રો મુજબ બ્રહ્માજીની પૂજા નથી થતી તેથી તેમના ખુબ જ ઓછા મંદિર છે. પણ આ દેશમાં જેની અમે વાત કરવાના છીએ બ્રહ્માજીનું એક ભવ્ય મંદિર છે. જેમાં સોનાના બ્રહ્માજી સ્થાપિત છે, આવો જાણીએ

ખરાબ શક્તિઓને રોકવા માટે બન્યું મંદિર :-

બેન્કોકમાં બ્રહ્માજીનું એક પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરને દુનિયાના મુખ્ય ધાર્મિક સ્થાનોમાં ગણવામાં આવે છે અને પર્યટનની રીતે પણ આ એક આદર્શ સ્થાન છે. આ મંદિર સ્થળને ઈરાવન તીર્થના નામથી ઓળખાય છે. આ મંદિરનું નિર્માણ 1956 માં થયું હતું. મંદિરની અંદર બ્રહ્માની એક ચાર મોઢા વાળી સોનાની મોટી મૂર્તિ છે. આ મંદિરના નિર્માણ સંબંધિત અત્યંત અનોખી વાતો સાંભળવામાં આવે છે. કહેવાય છે કે તેને ખરાબ શક્તિઓને કાબુ કરવા માટે બનાવ્યું હતું.

હોટલની જગ્યાએ બન્યું મંદિર :-

આ મંદિરના સ્થાપિત થવા સાથે સંબંધિત એક બીજી પ્રચલિત વાર્તા છે, તેના મુજબ જે સ્થાન પર આ મંદિર બનેલું છે ત્યાં પહેલા 1950 માં એક ઈરાવન નામની હોટલ બનાવવાનું કામ શરુ કર્યું હતું, પણ તે દરમિયાન મોટી અજીબ ઘટનાઓ થવા લાગી. જેના ચાલતા કોઈને કોઈ કારણે હોટલના નિર્માણ કાર્ય દર વખતે રોકાઈ જતું હતું.

એટલું જ નહી હોટલ બનાવવા માં લાગેલા ઘણા મજુરોના મૃત્યુ પણ થઇ ગયા. ત્યાર પછીથી જ આ જગ્યા પર ખરાબ શક્તિઓનો વાસ થવા વાળી વાર્તા બધાને સાચી લાગવા લાગી. ત્યાર પછી હોટલનું નિર્માણ કાર્ય બંધ કરી દીધુ હતું, પછી કેટલાક લોકો મંદિર બનાવવા વિષે કહેવા લાગ્યા.

જ્યોતિષીની સલાહ પર બન્યું બ્રહ્મા મંદિર :-

આ સ્થાન ખુબ જ સુંદર હતું. જેના ચાલતા લોકો આ જગ્યાને એવી જ રીતે છોડીને જવા પણ નહોતા દેવા માંગતા. હોટેલના નિર્માણ સંબંધિત લોકોએ આ વિષે એક જ્યોતિષ શાસ્ત્રીઓ, તાઓ મહાપ્રોમ સાથે વિચાર વિમર્શ કર્યો. જેમણે અહી બ્રહ્માજીનું મંદિર બનાવવાની સલાહ આપી. જ્યાંરે અહી બ્રહ્માજીનું મંદિર બની ગયું, ત્યારે તેમણે ઈરાવન હોટલના નિર્માણ કાર્ય ફરીથી શરુ કરવાની સલાહ આપી. આ વખતે હોટેલના નિર્માણમાં કોઈ બાધા ન આવી. આ જ કારણે આ મંદિરનું મહત્વ વધુ વધી ગયું.

તાઓ મહાપ્રોમનું પણ નામ જોડાયું :-

જ્યોતિષી મહાપ્રોમની સલાહ પર બ્રહ્માજીનું આ મંદિર બનવાના કારણે તેને તો તાઓ મહાપ્રોમ મંદિર પણ કહેવાય છે. તેનાથી બસ થોડે દુર બનેલી હોટલને પણ અહી આવતા પર્યટકો જરૂર જોવા માંગે છે. મંદિરમાં મોટા લોકો પોતાની તકલીફો અને ખરાબ શક્તિઓથી છુટકારો મેળવવા માટે દર્શન અને પૂજન કરે છે. આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં બેન્કોક સિવાય ભારત સહિત બીજા દેશોના લોકો પણ સમાવિષ્ટ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.