આ એવું મંદિર જેના પર પાકિસ્તાન દ્વારા ફેંકવામાં આવેલ બોમ થઇ ગયા બેકાર.

તમે બોર્ડર મુવી તો જોઈ જ હશે જેમાં પાકિસ્તાન તરફથી બોમમારો થયો છે અને ગામના મકાન ખંડેર થઇ ગયા છે પરંતુ માતારાનીના મંદિરને કોઈ આંચ ન આવી. પરંતુ જો તમે એવું વિચારી રહ્યા છો કે આ માત્ર ફિલ્મમાં જ થાય છે તો તે ખોટું છે.

ભારતમાં એવા કેટકેટલા ચમત્કાર થયા છે. જે લખવા થઈએ તો કેટલાય જન્મ લેવા પડે, વિવિધ અસાધ્ય રોગો સારા થઇ જવા, લોકોના શુભ સંકલ્પ પુરા કરવા, નિ:સંતાનને દીકરા આપવા, વિપત્તિ સમયે રક્ષા કરાવી વગેરે તમારી સાથે પણ એવો કોઈ ચમત્કાર ચોક્કસ થયો હશે. આવો એક ચમત્કાર ભારત દેશની બોર્ડર પર થયો ચાલો જઈએ શું થયું હતું?

ભગવાન પોતાનો મહિમા દેખાડતા રહે છે, કોઈ તેમના મંદિરને એમ જ પાડી નથી શકતા. એવું જ કાંઈક થયું હતું ૧૯૬૫ ના વિશ્વ યુદ્ધના સમયે જયારે પાકિસ્તાને બોમમારો કર્યો, પરંતુ ત્યાં તનોટ માતાના મંદિરને કોઈ નુકશાન ન પહોચી શક્યું. તો આવો જાણીએ આ મંદિર વિષે.

જેસલમેરથી ૧૩૦ કી.મી. દુર ભારત-પાકિસ્તાનની બોર્ડર પાસે રહેલા માતાનું મંદિર આજથી ૧૨૦૦ વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ મંદિર ઉપર પહેલાથી જ ઘણા લોકોની આસ્થા જોડાયેલી હતી. પરંતુ ૧૯૬૫ માં થયેલા ભાત-પાકિસ્તાનના યુદ્ધ પછી આ મંદિરને દેશ વિદેશ તરફથી પણ પ્રતિષ્ઠા મળવા લાગી ગઈ.

તેનું કારણ યુદ્ધના સમયમાં પાકિસ્તાન દ્વારા નાખવામાં આવેલા ૩૦૦૦ બોમ હતા. જે મંદિર ઉપરની એક કાંકરી પણ ન ખેરવી શક્યા. ત્યાં સુધી કે તનોટ માતાનું મંદિર જેમાં નાખવામાં આવેલા ૪૫૦ બોમ ફૂટ્યા સુદ્ધાં ન હતા અને આજે પણ મંદિરમાં બનેલા એક સંગ્રહાલયમાં ભક્તોના દર્શન માટે તે બોમ રાખવામાં આવ્યા છે.

આવડ માતા, તનોટ માતાનું જ બીજું નામ છે અને તે હિંગલાજ માતાનું જ એક સ્વરૂપ છે. હિંગલાજ માતાનું શક્તિપીઠ પાકિસ્તાનના બ્લીચુસ્તાનમાં આવેલું છે, જ્યાં દર વર્ષે અશ્વિન અને ચૈત્ર નવરાત્રીમાં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે.

ઘણા સમય પહેલા મામડીયા નામના એક ચારણ હતા, ચારણને કોઈ સંતાન ન હોવાને કારણે તેમણે હિંગલાજ શક્તિપીઠની સાત વખત યાત્રા કરી ત્યાંર પછી માતા રાણી ચારણના સપનામાં આવ્યા અને તેની ઈચ્છા પૂછી. ત્યારે ચારણે કહ્યું કે તમે મારે ત્યાં પુત્રી તરીકે જન્મ લો. માતાની કૃપાથી ચારણને ૭ પુત્રીઓ અને એક પુત્રને જન્મ લીધો. તે સાત પુત્રીઓ માંથી આવડ માતાએ વિક્રમ સંવત ૮૦૮ માં ચારણને ત્યાં જન્મ લીધો.

તે ઉપરાંત તમામ પુત્રીઓમાં દેવીય શક્તિઓ હતી. જેથી તેમણે હુણાના આક્રમણથી માંડ પ્રદેશનું રક્ષણ કર્યું અને માડ પ્રદેશમાં રાજપૂતો સ્થિત રાજ્ય સ્થાપિત કરાવ્યું. રાજા તણુરાવે માડાને પોતાના રાજ્યનું પાટનગર બનાવ્યું અને અવાડ માતાને સોનાનું સિંહાસન ભેંટ આપ્યું. આવડ માતાએ ૮૨૮ ઈ.સ. માં પોતાના ભૌતીક શરીરના હોવા છતાં અહિયાં પોતાની સ્થાપના કરી.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.