આ હનુમાનજીનો એક એવો દરબાર છે, જ્યાં પગ મુકવા માત્રથી જ મટી જાય છે બધા દુઃખ દર્દ.

ભારત એક ધાર્મિકતાથી ભરેલો દેશ છે અને અહિયાં ઘણા એવા મંદિરો છે, જે ચમત્કારોથી ભરેલા છે એવું જ એક મંદિર મધ્યપ્રદેશના કટની જીલ્લાના મુહાસ ગામમાં હનુમાનજીનું એક પ્રસિદ્ધ મંદિર છે. તેનું નામ છે સંકટ મોચન ધામ, આ ધામમાં આવવા વાળા દરેક ભક્ત બસ એવું બોલે છે કે ‘નાસે રોગ હરે સબ પીરા. જે સુમરે હનુમંત બલવીરા.’ અહિયાં બિરાજમાન હનુમાનજીને હાડકા જોડવા વાળા હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે.

માન્યતા છે કે ભક્તને માત્ર દર્શન કરવાથી જ કોઈ પણ પ્રકારના તૂટી ગયેલા હાડકા જોડાઈ જાય છે. તેને આસ્થા કહો કે ચમત્કાર, પરંતુ તે સાચું છે. જે લોકો ફેકચરથી પીડિત હોય છે તે અહિયાં આવીને હનુમાનજી આગળ આંખો બંધ કરીને બેસી જાય છે. પછી રામના નામના જાપ કરવા લાગે છે. ત્યાર પછી મંદિરમાં રહેલા પુજારી ભક્તને પ્રસાદ તરીકે એક અનોખી જડીબુટ્ટી આપે છે.

આ બુટ્ટી ખાધા પછી પીડિતને ધીમે ધીમે પોતાની ઈજામાં આરામ મળે છે અને જલ્દી જ ફેકચરનું નામનિશાન મટી જાય છે. સૌથી નવાઈની વાત એ છે કે જડીબુટ્ટીનું સેવન એક જ વખત કરવાનું હોય છે. અહિયાં દુર દુરથી પીડિત પૂરી શ્રદ્ધા સાથે આવે છે. જે વ્યક્તિ આ જડીબુટ્ટીની અસર સમજી તેને ઘરે લઇ જાય છે, તેની ઉપર તેની કોઈ અસર થતી નથી.

તેની અસર ત્યારે થાય છે, જયારે હનુમાનજી સમક્ષ ખાવામાં આવે છે. દર મંગળવાર અને શનિવારના રોજ લાખોની સંખ્યામાં ભક્ત અહિયાં પોતાના તૂટેલા હાડકાઓ ઠીક કરાવવા આવે છે. સૌથી મોટી વાત છે, જડીબુટ્ટી મફતમાં આપવામાં આવે છે. એકદમ મફત. તેની સાથે જ સાંધાની તકલીફથી પીડિત દર્દીઓને એક તેલ પણ આપવામાં આવે છે.

માનવામાં આવે છે કે અહી હનુમાનજીની કૃપા અપરંપાર છે કેટલાય એવા ભક્તો છે કે દરેક દવાખાના માંથી એમને નિરાશા મળી પરંતુ અહી એમને રીઝલ્ટ મળ્યું છે અને એ પણ એક રૂપિયાના ખર્ચ વિના. હાડકાના પ્રોબલમ ધરાવતા લોકો આહી ખાસ હાડ જોડ હનુમાનજીની બાધા રાખતા હોય છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.