આ ખાસ કારણે ચંદનના ઝાડને વીંટળાઈને રહે છે સાપ.

હંમેશા તમે બધા એ સાંભળ્યું જ હશે કે સાંપ ચંદનના ઝાડ સાથે લપેટાયેલા હોય છે. પરંતુ એવું કેમ થાય છે, તેના વિષે લોકો વિચારે છે પરંતુ જાણતા નથી. તો આવો આજે અમે તમને એ પ્રશ્નનો જવાબ આપીએ છીએ. વૈજ્ઞાનિક ઘણા સમય પહેલા જ એ સાબિત કરી ચુક્યા છે, કે સાંપમાં સુંઘવાની ક્ષમતા નથી હોતી પરંતુ એ કારણે તે ચંદનની તરફ ખેંચાઈને આવી જતા નથી, પરંતુ રહસ્ય કાંઈ જુદું છે. આવો જાણીએ વધુ વાતો.

ખાસ કરીને સાંપ ચંદનના ઝાડની સુગંધને અહેસાસ કરી જ નથી શકતા પરંતુ તે પોતાની બે જીભ વારંવાર બહાર જરૂર કાઢે છે, જેથી તે પોતાની આસપાસના વાતાવરણનો આનંદ લઇ શકે.

તે સાથે જ તમને એ જાણીને નવાઈ થશે કે ખરેખરમાં સાંપ ચંદનના ઝાડની સુગંધને કારણે જ નહિ પરંતુ પોતાને ઠંડો રાખવા માટે જ આ ઝાડ સાથે લપેટાઈ રહે છે. સાંપને ચંદનની ઠંડી જગ્યા સારી લાગે છે અને તે કારણે જ તે તેને લપેટાઈ રહે છે. કહેવામાં આવે છે ચંદનનું ઝાડ ઘણું ઠંડુ હોય છે અને બીજી તરફ સાંપને ઠંડી જગ્યા ઉપર રહેવું ઘણું ગમે છે, તે કારણે તે ત્યાં જઈને તેને લપેટાઈ જાય છે.

સાપ એ ઠંડા લોહી વાળા સજીવોની યાદીમાં આવે છે. એટલે એ વધુ પડતી ગરમી સહન કરી શકતા નથી.

હવે તમે વિચારી રહ્યા હશો કે સુગંધ માટે નથી જતા તો પછી કેમ જાય છે, સાંપ દુનિયાની અમુક જગ્યાને છોડીને લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, અને તમે એ પણ જાણો છો કે સાંપ ઠંડી અને અંધારી જગ્યા ઉપર રહેવાનું પસંદ કરે છે અને તેને કારણે છે તેનું એક્ટોથર્મ હોવું.

ખાસ કરીને સાંપ એક એવો જીવ છે, જે ગરમી સહન નથી કરી શકતા અને તેને કારણે જ ગરમીના દિવસોમાં તે ઠંડા સ્થાન ઉપર રહે છે. હવે તમે ધ્યાન રાખશો કે ભૂલથી એવા સ્થળની આસપાસથી ન પસાર થાવ, જ્યાં સાંપ વસતા હોય. સાંપ ઝાડ ઉપર માત્ર એક જગ્યાએ નહિ, પરંતુ ચારે તરફ લપેટાઈ જાય છે. જેથી તે સંપૂર્ણ સમય પોતાના શરીરને ઠંડુ રાખી શકે અને પોતાને ઠંડક પહોચાડી શકે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.