આ લક્ષણો હોય તો હરસને ન ગણો સામાન્ય, થઇ શકે છે આંતરડાનું કેંસર.

હરસ સમજીને રેક્ટમ માંથી લાંબા સમયથી થઇ રહેલા રક્તસ્ત્રાવને ધ્યાન બહાર કરવું ૬૦ વર્ષના વૃદ્ધને ભારે પડ્યું. તપાસમાં જાણવા મળ્યું કે તે મોટા આંતરડા (કોલન) કેન્સરથી પીડિત હતા.

હરસ સમજીને રેક્ટમ માંથી લાંબા સમયથી થઇ રહેલા રક્તસ્ત્રાવને ધ્યાન બહાર કરવું ૬૦ વર્ષના વૃદ્ધને ભારે પડ્યું. તપાસમાં જાણવા મળ્યું કે તે મોટા આંતરડા (કોલન) કેન્સરથી પીડિત હતા. લાંબા સમય સુધી તપાસ ન કરાવવાને કારણે બીમારી એડવાન્સ સ્ટેજમાં પહોચી ગઈ હતી અને શરીરના ઘણા મહત્વના અંગો પ્રભાવિત થવા લાગ્યા હતા. જાણવા મળ્યું કે શાલીમાર બાગ આવેલા દવાખાનાના ડોકટરોએ ઈલાજ કરી તેનો જીવ બચાવ્યો.

હોસ્પિટલના ગેસ્ટ્રોઈંટેસ્ટાઇનલ કેન્સર સર્જન ડો.પ્રદીપ જૈન એ કહ્યું કે બિહારના ગયાના રહેવાસી અરુણ કુમારને મોટા આંતરડાનું કેન્સર હતું. પહેલા તેમને કીમોથેરોપી અને રેડિયોથેરોપી આપવામાં આવી, તેનાથી આરોગ્યમાં સુધારો થયો. હોસ્પિટલ માંથી રજા મળ્યાના 15 દિવસ પછી તેનું આરોગ્ય ફરી બગડી ગયું.

કેમ કે કેન્સરને કારણે ફેફસામાં સોજો થઇ ગયો હતો. હ્રદય 60 ટકાની સરખામણીમાં માત્ર 30 ટકા કામ કરી શકતું હતું. કીડની પણ સારી રીતે કામ કરી રહી ન હતી અને લીવર પણ પ્રભાવિત થવા લાગ્યું હતું. ત્યાર પછી પિત્તાશયમાં પથરી હતી.

આ તકલીફોને કારણે તેને 40 દિવસ સુશી આઈસીયુમાં રાખવા પડ્યા. હાલત સ્થિર થયા પછી એન્ડોસ્કોપી વડે પથરી કાઢવામાં આવી. ત્યાર પછી લેપ્રોસ્કોપીથી કેન્સરની સર્જરી કરવામાં આવી. પછી રેડિયોથેરોપી અને કીમોથેરોપી પણ આપવામાં આવી. ડોકટરોનું કહેવું છે કે તેનું આરોગ્ય હવે ઠીક છે. દર્દીનું કહેવું છે કે બે વર્ષ પહેલા તેને રેક્ટમ માંથી રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો. તે તેને હરસ સમજી રહ્યો હતો.

અહિયાં જણાવી આપીએ કે પાઈલ્સ ઘણી તકલીફ આપનારી બીમારી છે. શરમને લીધે મોટાભાગના લોકો આ બીમારીને છુપાવે છે. તેને લીધે આ બીમારી લોકોને ઘણી તકલીફ આપે છે. ક્યારે ક્યારે તો લોકોને હોસ્પિટલમાં દાખલ પણ થઇ જવું પડે છે.

હાલના સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે ભારતમાં આ બીમારી યુવાનોને પણ પોતાની ઝપટમાં લઇ રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ઘણા લોકોમાં આ રોગ વારસાગત રીતે જોવામાં આવે છે. કબજિયાત પણ પાઈલ્સનું મોટું કારણ છે. કબજિયાતને કારણે જ મળ વધુ કડક થઇ જાય છે, જેને લઇને તેનો નિકાસ સરળતાથી થઇ શકતો નથી.

લોહી વાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. ગુદા દ્વારની અંદર મસ્સા થાય છે, પછી તે બહાર આવવા લાગે છે. મળ કર્યા પછી પોતાની રીતે અંદર જતા રહે છે. જુના થાય પછી બહાર આવેને હાથથી દબાવવાથી પણ અંદર જાય છે. છેલ્લા સ્ટેજમાં હાથથી દબાવવાથી પણ અંદર નથી જતા. આ સ્થિતિ ઘણી પીડાદાયક હોય છે.

ફિશર પાઈલ્સ રહેવાથી પેટ ખરાબ રહે છે. સતત કબજિયાતને લીધે ગેસ બને છે. તેમાં બળતરા, દુ:ખાવો, ખંજવાળ, શરીરમાં બેચેની, કામમાં મન ન લાગવું વગેરે તકલીફો થાય છે. મળ કડક હોવાથી તેમાં લોહી પણ આવી શકે છે. આવા કિસ્સામાં ઘરેલું ઉપાય કરી શકો છતાં કોઈ જાતનો સુધારો ના થાય તો તરત ડોક્ટરની સલાહ લો. જય હિન્દ…

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.