આ મહિલાના હાથમાં છે જાદુ, ફક્ત સાડી પહેરાવવાના લે છે લાખો રૂપિયા, જાણો શું છે ખાસ.

ભારતીય પોશાકની પોતાની એક વિશેષતા હોય છે. ભારતમાં મહિલાઓ માટે સાડી મુખ્ય પોશાક હોય છે, જે સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. દેશભરમાં મહિલાઓ અલગ અલગ રીતે સાડી પહેરે છે. દરેકની સાડી પહેરવાની શૈલી તેના દેખાવને સંપૂર્ણ રીતે બદલી દે છે. તમે સાડી માટે અનેક રીતે પહેરી શકો છો.

જ્યારે પણ કોઈ છોકરીના લગ્ન નક્કી થાય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે સાડી પહેરતા શીખી લે. કારણ કે જે લોકોને સાડી પહેરતા નથી આવડતી તેને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ આજના સમયમાં લોકો તે બધી વાતો ઉપર ધ્યાન નથી આપતા કેમ કે બજારમાં હવે તૈયાર સાડીઓ પણ મળવા લાગી છે.

પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું જે સાડી પહેરાવવામાં હોંશિયાર છે. એ સાંભળીને તમને એવું લાગી રહ્યું હશે કે આખરે સાડી પહેરવામાં શું ટેલેન્ટ છે. પરંતુ એક એવી સ્ત્રી છે. જેણે સાડી પહેરાવવાને પોતાનો બિજનેશ બનાવી લીધો છે. એટલું જ નહિ આ મહિલા સાડી પહેરાવવાના હજારોથી લાખો રૂપિયા સુધી ચાર્જ કરે છે. આ મહિલા બોલીવુડની ઘણી સેલિબ્રિટીઝને પણ સાડી પહેરાવી ચુકી છે. તો આવો તમને જણાવીએ કે કોણ છે તે મહિલા.

બેંગલુરૂમાં રહેતી આ મહિલાનું નામ છે ડૉલી જૈન. ડોલીનો જન્મ, બેંગલુરુમાં થયો છે અને તે ત્યાંથી પણ પોતાનો સાડી પહેરાવવાનો બિજનેશ પણ ચલાવે છે. ડોલી અત્યાર સુધી પ્રિયંકા ચોપડા, દીપિકા પાદુકોણ, ઈશા અંબાણી, નીતા અંબાણી આશા ભોસલે અને શ્રીદેવી સહીત ઘણી હસ્તીઓને સાડી પહેરાવી ચુકી છે.

જ્યારે પણ કોઈ સેલિબ્રિટીને ત્યાં કોઈ ફંક્શન હોય છે ત્યારે તે લોકો ડોલીને બોલાવે છે. ડોલીનું નામ લિમકા બુક ઑફ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેમણે એક સાડીને 325 અલગ પદ્ધતિઓથી પહેરવાનો છે. એટલું જ નહિ તેના નામ ઉપર સાડીને સેકન્ડમાં બાંધવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

ડૉલીને જરાપણ પસંદ ન હતી સાડી પહેરવાનું :-

ડૉલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને સાડી પહેરવું બિલકુલ પસંદ ન હતું. પરંતુ તેમના લગ્ન જે ઘરમાં થયા હતા, ત્યાં સ્ત્રીઓ માત્ર સાડી જ પહેરતી હતી. ડૉલીને એ વાતથી થોડું દુઃખ તો થયું, પરંતુ પછી તેઓએ એ વાતને સ્વીકારી લીધી કે જ્યારે સાડી પહેરવી જ છે તો શા માટે હું તેને અલગ અલગ રીતે ના પહેરું.

ત્યાર પછી ડોલીએ લોકોએ જાહેરાત કરવાનું શરૂ કર્યું અને પછી પોતાનાથી અલગ અલગ રીતે સાડી પહેરવાનું શરૂ કર્યું અને આ કામમાં નિષ્ણાંત બની ગઈ. પહેલા ડોલી નાના મોટા લગ્નમાં સાડી અને લેંઘા પહેરાવતી હતી પરંતુ તેની સાચી ઓળખ મળી જયારે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું, ત્યારે તેનું ટેલેન્ટ સૌની સામે આવ્યું.

શ્રીદેવીને સાડી પહેરાવાથી શરૂ થઇ કારકિર્દીની શરૂઆત :-

ડૉલીએ પોતાની કારકિર્દીની શરૂઆત શ્રીદેવીને સાડી પહેરાવીને કરી હતી. તેમણે જણાવ્યું કે એકવાર તેમના કોઈ સંબંધીએ તેમને મુંબઈ બોલાવી હતી સાડી પહેરાવવા માટે, પછી તેમની મુલાકાત શ્રીદેવી સાથે થઈ હતી. જ્યારે તેઓએ શ્રીદેવીને સાડી પહેરાવી તો તેમણે કહ્યું કે તારા હાથમાં જાદુ છે, ત્યાર પછી ડોલી એ એ વાતને ગંભીરતાથી લીધી અને તે આ કામને પ્રોફેશનલી કરવા લાગી.

ડૉલી જણાવે છે કે એકવાર તે કોઈ ફંક્શનમાં ગઈ હતી, જ્યાં વરવધુને લહંગો પહેરાવી રહી હતી, જ્યાં તેમની ચુનરી વારંવાર નીચે પડી રહી હતી. ત્યારે ડૉલીએ તેમની ચુનરીને એવી સેટ કરી કે તે ચુનરી ફરીથી ન પડી. ડૉલીનું આ ટેલેન્ટ ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાએ જોઈ લીધું. તેમણે ડૉલીને તેમની સાથે કામ કરવાની તક આપી. ડોલી એ સબ્યસાચી સાથે પણ કામ કરી ચુકી છે.