આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

ભગવાન શ્રી રામમાં પયગંબર મોહમ્મદ દેખાય છે આ રામ ભક્તને, તેમને પટનામાં એક હનુમાન મંદિર પણ બનાવ્યું છે

સંપૂર્ણ સંસાર એ ભગવાન શ્રીરામનું નિવાસસ્થાન છે. આપણા બધામાં ભગવાન છે અને આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામને હાથ જોડીને પ્રણામ કરવા માંગીએ છીએ. શ્રીરામ ફક્ત હિંદુઓ માટે જ નહિ, પણ સંપૂર્ણ માનવ જાતિના ભગવાન છે. તે અમારા માટે પૈગંબર મોહમ્મદના સમાન છે. એવું માનવું છે પટનાના એક મુસ્લિમ રામ ભક્ત મોહમ્મદ તમન્નાનું. અયોધ્યામાં શ્રીરામ મંદિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિ પૂજનથી તે ખુબ ખુશ છે. તે જણાવે છે કે “ભગવાન રામે આપણી વિનંતિ સાંભળી લીધી’

રામ મંદિર શિલાન્યાસ પર મંદિરોમાં પ્રગટાવ્યા દિવા

બિહાર સરકારના પ્રવાસન વિભાગમાં ચતુર્થવર્ગીય કર્મચારી મોહમ્મદ તમન્નાની આસ્થા જેટલી પોતાના ધર્મના પૈગંબર સાહબમાં છે, તેટલી જ હિન્દૂ ધર્મના આરાધ્ય દેવ શ્રીરામમાં છે. અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું શિલાન્યાસ થવા પર તમન્નાએ પણ બુધવારે પટનાના સરપેન્ટાઈન રોડ સ્થિત પોતાનું બનાવેલ હનુમાન મંદિર અને શિવ મંદિરમાં રામના નામનો દીવો પ્રગટાવ્યો.

વર્ષ 1987 માં બનાવ્યું હતું હનુમાનજીનું મંદિર

મોહંમદ તમન્નાએ પટનાની હોટલ કૌટિલ્યની સામે પોતાની કમાણી અને દાનથી 1987 માં હનુમાનજીનું મંદિર બનાવ્યું હતું. મંદિરમાં દરેક શ્રદ્ધાળુઓ સાથે તે પોતે દરરોજ પૂજા કરે છે. મંદિરની સાફ-સફાઈ કરે છે અને દીવડા પ્રગટાવે છે. તેમણે મંદિર પાસે કન્યા કુમારીથી લાવેલ પીપળાનો છોડ લગાડ્યો હતો, જે હવે ઝાડ બની ગયો છે. મંદિરના નિર્માણમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામથી લાવેલ પથ્થર લગાડેલ છે.

જણાવ્યું : આપણે બધા માણસ, માણસાઈ સૌથી મોટો ધર્મ

તમન્ના જણાવે છે કે રામ અને રહિમમાં કોઈ અંતર નથી. મુસ્લિમ લોકો જે રીતે રહીમ સાથે પ્રેમ કરે છે, તેવી જ રીતે રામ સાથે પણ પ્રેમ કરે છે. રામનું ચરિત્ર જો માણસ પોતાના અંદર ઉતારી લે, તો પછી સમાજમાં જાત-ધર્મનો કોઈ વિવાદ થશે નહિ. દેશની એકતા બની રહશે. ઉપર વાળાએ તો બધાને માણસ બનાવ્યા છે. ઘરતી પર આવીને આપણે ધર્મ અને જાતિમાં વહેંચાઈ ગયા છે. સૌથી મોટો ધર્મ માણસાઈ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.