આ 5 ગામને કારણે થયું હતું મહાભારતનું યુદ્ધ, આજે પણ છે તેનું અસ્તિત્વ

મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા તમામ પ્રસંગ ઘણા પ્રસિદ્ધ છે. મહાભારત યુદ્ધ થવાનું કોઈ એક કારણ ન હતું. એના વિષે એવી સમય ધારણા છે કે લાલચ, સ્ત્રીનું અપમાન જેવા ઘણા કારણો મહાભારત યુદ્ધ થવાના કારણો બન્યા. તેમાંથી જમીન અને રાજ્યની વહેંચણી પણ યુદ્ધ થવાનું મોટું કારણ બન્યું. જમીનની લાલચમાં કૌરવોએ ઘણા ષડ્યંત્ર રચ્યા. ત્યાં સુધી કે તેના માટે પાંડવોને મારવા સુધીનું ષડયંત્ર રચવામાં આવ્યું. પરંતુ શું તમે જાણો છો? કે જો દુર્યોધન પાંડવોની એક વાત માની લેત તો મહાભારતનું યુદ્ધ કદાચ થાત જ નહિ.

થયું કાંઈક એવું કે જુગારમાં પાંડવો ઇન્દ્રપ્રસ્થ સહીત બધું જ હારી ગયા. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થયું અને તેમને ૧૨ વર્ષનો વનવાસ મળ્યો. વનવાસ કાળમાં ઘણા રાજાઓ સાથે પાંડવોએ મિત્રતા કરી પોતાની શક્તિ વધારી અને છેવટે પોતાનું સન્માન અને હક્ક પાછા મેળવવા માટે કૌરવો સાથે યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો.

આમ તો ધર્મરાજ યુધીષ્ઠીર શાંતિપૂર્વક આ બાબતનો ઉકેલ લાવવાનું ઇચ્છતા હતા. કૌરવો દ્વારા અપમાન સહન કરવા છતાંપણ તેમણે સમાધાન કરવાનું વિચાર્યુ હતું. કારણ કે તે જાણતા હતા કે જો યુદ્ધ થયું તો તેના ઘણો એવો વંશ ખલાસ થઇ જશે.

પાંડવોએ યુદ્ધ ટાળવાના શક્ય એટલા તમામ પ્રયત્ન કર્યા. તેમણે કૌરવો સમક્ષ પ્રસ્તાવ રાખ્યો કે, જો તે પાંચ ગામ તેમને આપી દેશે તો તે હસ્તિનાપુરની રાજગાદી ઉપર પોતાનો દાવો છોડી દેશે. પાંડવોના રાજદૂત બનીને પોતે ભગવાન શ્રીકૃષ્ણ તે પ્રસ્તાવ લઇને ગયા. તેમણે સૌ સમક્ષ આ સમાધાનના પ્રસ્તાવને મુક્યો, પરંતુ દુર્યોધન ન માન્યો.

દુર્યોધને પોતાના પિતાને સમાધાન પ્રસ્તાવ સ્વીકારવાથી રોક્યા, અને કહ્યું કે આ પાંડવોની ચાલ છે. દુર્યોધન ભરી સભામાં બોલ્યા કે, પાંડવો અમારી વિશાળ સેનાથી ડરી ગયા છે. એટલા માટે માત્ર પાંચ ગામ જ માંગી રહ્યા છે, અને હવે આ યુદ્ધ થઇને જ રહેશે.

તેની ઉપર ત્યાં ઉભેલા શ્રીકૃષ્ણ બોલે છે :

પાંડવ શાંતિપ્રિય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે યુદ્ધ માટે તૈયાર નથી. તે બસ કુળનો નાશ થતો જોવા નથી માંગતા. દુર્યોધન હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે, તમે પાંડવોને અડધું રાજ્ય પાછું આપીને સમાધાન કરી લો. જો એ શરત તમે માની લો, તો પાંડવો તમને યુવરાજ તરીકે સ્વીકાર કરી લેશે.

પરંતુ ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, માં ગાંધારી અને ગુરુ દ્રોણના સમજાવવા છતાંપણ હઠીલા દુર્યોધન પાંચ ગામ પણ પાંડવોને આપવા માટે તૈયાર ન થયા. પરિણામ સ્વરૂપ પોતાનો હક્ક મેળવવા માટે પાંડવોએ યુદ્ધના મેદાન ઉપર ઉતરવું પડ્યું.

જાણો ક્યા હતા તે પાંચ ગામ, જે પાંડવોને આપી દેવામાં આવતે તો કદાચ લોહીયાળ મહાભારત યુદ્ધ ન થાત. આ ગામ આજે પણ અસ્તિત્વમાં છે.

ઇન્દ્રપ્રસ્થ :

મહાભારતમાં ઇન્દ્રપ્રસ્થનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક શ્રીપદના નામથી મળે છે. જયારે પાંડવો અને કૌરવો વચ્ચે સંબંધ ખરાબ થઇ ગયો હતો, તો ધૃતરાષ્ટ્રએ યમુનાના કિનારે ખાંડવપ્રસ્થ વિસ્તારને પાંડવોને આપીને જુદા કરી દીધા હતા. આ વિસ્તાર ઘણો જ દુર્ગમ હતો. અહિયાંની જમીન પણ ફળદ્રુપ ન હતી.

પરંતુ પાંડવોએ તે ઉજ્જડ વિસ્તારને ફળદ્રુપ કરી દીધો. ત્યાર પછી પાંડવોએ રાવણના સસરા મહાન શિલ્પકાર માયાસુરને વિનંતી કરી અહિયાં સુંદર નગરી વસાવી, જેનું નામ ઇન્દ્રપ્રસ્થ રાખવામાં આવ્યું. હાલના સમયમાં દિલ્હીના દક્ષીણના વિસ્તારને મહાભારત કાળનું ઇન્દ્રપ્રસ્થ માનવામાં આવે છે.

વ્યાધ્રપ્રસ્થ :

મહાભારત કાળના વ્યાધ્રપ્રસ્થને આજે બાગપત કહેવામાં આવે છે. આ સ્થળને મુગલકાળથી બાગપત કહેવામાં આવવા લાગ્યું. આજે આ જગ્યા ઉત્તર પ્રદેશમાં આવેલી છે. કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર દુર્યોધને લાક્ષાગૃહ બનાવીને પાંડવોને મારવાનું ષડ્યંત્ર રચ્યું હતું. લાક્ષાગૃહ એક ભવન હતું, જેને દુર્યોધને પાંડવો વિરુદ્ધ એક ષડ્યંત્ર તરીકે તેમને રોકાવા માટે બનાવ્યું હતું. તેને લાખથી બનાવ્યું હતું, જેથી પાંડવ જયારે તે ઘરમાં રહેવા આવે તો છાનામાના તેમાં આગ લગાવીને તેને મારી શકાય.

સ્વર્ણપ્રસ્થ :

સ્વર્ણપ્રસ્થનો અર્થ ‘સોનાનું શહેર’ સાથે છે. મહાભારતનું સ્વર્ણપ્રસ્થ આજે સોનીપતના નામથી ઓળખવામાં આવે છે. સમય સાથે મહાભારતનું સ્વર્ણપ્રસ્થ ‘સોનપ્રસ્થ’ બન્યું અને પછી સોનીપત કહેવાયું. આજે તે હરિયાણાનું એક પ્રસિદ્ધ શહેર છે.

પાંડુપ્રસ્થ :

મહાભારત કાળમાં આજના પાનીપતને પાંડુપ્રસ્થ કહેવામાં આવતું હતું. આ પાનીપત પાસે કુરુક્ષેત્ર આવેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતું. પાનીપત નવી દિલ્હીથી ૯૦ કી.મી. દુર છે.

તિલપ્રસ્થ :

તિલપ્રસ્થ નામનું આ ગામ આજે તિલપતના નામથી ઓળખવામાં આવે છે. તે હરિયાણાના ફરીદાબાદ જીલ્લાનું એક ગામ છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.