સ્ત્રી હોય કે પુરુષ, આ 5 ઉપર ક્યારે પણ વિશ્વાસ ન કરવો જોઈએ

ક્યારે ક્યારે આપણે એવા લોકો ઉપર અને વસ્તુઓ ઉપર વિશ્વાસ કરી લઈએ છીએ, જેનાથી આપણને નુકશાન થઇ શકે છે. વિશ્વાસને કારણે થતા નુકશાનથી બચવા માટે ગરુડ પુરાણમાં અમુક લોકો અને વસ્તુઓ જણાવવામાં આવી છે, જેની ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. આજે અમે તમને જણાવીશું કે ગરુડ પુરાણમાં એના વિષે શું જણાવ્યું છે.

૧. ખરાબ સ્વભાવ વાળી સ્ત્રી :

જો કોઈ સ્ત્રી સંસ્કારી નથી, ખરાબ સ્વભાવ વાળી છે તો તેની વાતો ઉપર ક્યારે પણ વિશ્વાસ ન કરવો જોઈએ. એવી સ્ત્રી પોતાના ફાયદા માટે ઘણા બહાના બનાવે છે. જેથી બીજા લોકો તેની વાતોમાં ફસાઈ જાય. સ્ત્રી હોય કે પુરુષ કોઈપણ એવી વાતોમાં ફસાઈ શકે છે. એ વાતો ઉપર વિશ્વાસ કર્યા પછી ધન અને માન સન્માનનું નુકશાન થઇ શકે છે. એટલા માટે ખોટા ચરિત્ર વાળી સ્ત્રીથી દુર જ રહેવું જોઈએ.

૨. રાજા, મંત્રી કે શાસન સાથે સંબંધિત વ્યક્તિ :

જો આપણે રાજા કે શાસન સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરીશું, અને તેને આપણા રહસ્યની વાત જણાવી દઈશું તો તે નુકશાનકારક છે. સામાન્ય રીતે એવા લોકો નિયમોને અને શાસનને વધુ મહત્વ આપે છે. આ લોકો ઉપર વિશ્વાસ કરવા વાળા લોકો ભયમાં રહે છે. એટલા માટે તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.

૩. આગ :

જો ક્યાંય આગ લાગી છે તો આપણે તેની ઉપર વિશ્વાસ નથી કરી શકાતા કે તે વધશે નહિ. આગ કોઈપણ પળે ભયાનક થઇ શકે છે. આગને યોગ્ય સમયે કાબુમાં કરી લેવી જોઈએ. નહી તો જીવ અને માલનું નુકશાન થવું નક્કી છે.

૪. સાંપ :

સાંપ ઝેરીલો હોય કે ન હોય, તેની ઉપર પણ વિશ્વાસ નથી કરી શકાતો. સાંપના કરડવાથી મૃત્યુ થઇ શકે છે. ક્યારે પણ સાંપ જોવા મળે, તો તરત જ સાવચેત થઇ જવું જોઈએ. સાંપની બાબતમાં જરાપણ બેદરકારી જીવલેણ થઇ શકે છે.

૫. શત્રુનો નોકર :

ક્યારેય પણ શત્રુના નોકર ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. જુના સમયમાં ઘણા એવા કિસ્સા થયા છે, જેમાં શત્રુના સેવકને કારણે લોકો બરબાદ થઇ ગયા હતા. જો વ્યક્તિ ચાલાક છે, તો તે કોઈપણ રીતે પોતાના સેવકને શત્રુને ત્યાં મોકલી દેશે. જો આપણે શત્રુના નોકર ઉપર વિશ્વાસ કરીને પોતાને ત્યાં રાખી લઈશું તો તે ખાનગી વાતો આપણા શત્રુને જણાવી દેશે. જેથી આપણે બરબાદ થઇ શકીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.