આ પરણિત મહિલાને ડેટ કરવા માંગે છે હાર્દિક પંડ્યા, એક બાળકની માં પણ છે.

હંમેશા વિવાદોમાં રહેલા હાર્દિક પંડયાએ જણાવ્યું કે તે એ પરણિત હિરોઈનને ડેટ કરવા માંગે છે

ભારતમાં ઘણી બધી વસ્તુ આજે પણ જાણીતી છે અને થોડી એવી વાતો છે. જે કરવા માટે આપણે એક મર્યાદા જરૂરી છે કે ક્યા અને કોની સામે કરી રહ્યા છીએ. પરંતુ થોડા ઇન્ડિયન સેલીબ્રીટીઝ છે. જે કાંઈ પણ કહેવામાં અચકાતા નથી અને ન તો તેની પરવા કરે છે કે ક્યારે ક્યાં અને શું બોલી રહ્યા છે. તે સેલીબ્રેટીઝમાં એક છે ભારતીય ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડી હાર્દિક પાંડયા એક ઓલરાઉન્ડર ખેલાડી છે.

તે રમતના મેદાનમાં જેટલો સારો દેખાવ કરે છે. પોતાના અંગત જીવનમાં એટલા જ વિવાદિત નિવેદનોથી ઘેરાયેલા રહે છે. એક નિવેદનમાં છોકરીઓને લઈને વિવાદિત નિવેદન આપ્યા પછી હવે તે પરણિત મહિલાને ડેટ કરવા માંગે છે હાર્દિક પાંડયા, તે મહિલા એક બાળકની માતા પણ છે, છેવટે ઈચ્છે શું છે તે ક્રિકેટર આવો જાણીએ.

આ પરણિત મહિલાને ડેટ કરવા માંગે છે હાર્દિક પાંડયા :-

હાદિક પાંડયાએ પોતાની કેરિયરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને તેમાં ઘણી બોલીવુડ અભિનેત્રીઓ સાથે અફેયર્સ પણ રહ્યા. એક ઈન્ટરવ્યું લેવામાં આવ્યો અને તેમાં તેને પૂછવામાં આવ્યું કે તમે કઈ અભિનેત્રીને ડેટ કરવા માગો છો. આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પાંડયાએ એક પરણિત મહિલાનું નામ લીધું જે એક બાળકની માતા પણ છે. ત્યાર પછી હાર્દિક પાંડયા કહી રહ્યા છે. તે બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર છે.

હાર્દિક પાંડયાએ જણાવ્યું કે તેને કરીના કપૂર સૌથી સુંદર અભિનેત્રી લાગે છે અને તક મળે તો તેને ડેટ કરવા માગીશ. હાર્દિક હંમેશા પોતાના નિવેદનોને કારણે સમાચારોમાં રહે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતાના ઘણા ફોટા શેર કરી તેમાં પોતાના જુદા જુદા અંદાઝ જોવા મળી શકે છે. આમ તો પોતાના ઘણા નિવેદનોમાં હાર્દિકને પ્રતિબંધીત થવું પડ્યું હતું અને ઘણી વખત તે વિવાદોમાં ઘેરાઈ ચુક્યો છે.

તાજેતરમાં હવે હાર્દિક પાંડયા હાલના દિવસોમાં વર્ડ કપની તૈયારીઓમાં લાગેલા છે અને આ દિવસોમાં ઇંગ્લેન્ડમાં પોતાની આવનારી મેચની પ્રેક્ટીસ કરી રહ્યા છે. હવે વર્ડ કપમાં તેનો કેવો દેખાવ રહે છે તે આવનારો સમય જ બતાવશે.

આ કારણે આવ્યા હતા વિવાદોમાં :-

કોફી વિદ કરણ સીઝન ૬માં મહિલાઓ અંગે પોતાની ખરાબ ટીપ્પણી પછી હાર્દિક પાંડયા અને કે રાહુલને વિવાદોમાં ઘેરી લેવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનમાં મહિલાઓ વિષે જે પણ કહ્યું તેનાથી તેની ટીકા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ મોટા પ્રમાણમાં થવા લાગી હતી.

આ વિવાદને વધતો જોઈ બીસીસીઆઈ તરફથી બન્નેને શો-કોજ નોટીસ મોકલ્યા પછી બન્નેને ૨-ODI મેચ માટે પ્રતિબંધ લગાવી દીધો. કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિકેટર હરભજન સિંહે આ બાબતમાં તરફેણ કરી હતી.

હાર્દિક પાંડયાએ શોમાં કહ્યું હતું કે તેમના પરિવારની વિચારસરણી એકદમ ખુલ્લા પ્રકારની છે અને જયારે તેણે પહેલી વખત છોકરી સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો, તો ઘરે આવીને જ સૌને જણાવી દીધું કે આજે કરીને આવ્યો છું, પાંડયાએ પોતાના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું કે તે પોતાના માતા-પિતાને પાર્ટીમાં લઈને ગયા જ્યાં તેમણે દીકરાને પૂછ્યું કે કઈ મહિલાને જોઈ રહ્યો છે?

તેમણે એક પછી એક બધી મહિલાઓ તરફ આંગળી બતાવીને જણાવ્યું કે હું બધી મહિલાઓને જોઈ રહ્યો છું. પાંડયાએ પોતાની આ વાતની વધુ ટીપ્પણી થતા જોઈ સોશિયલ મીડિયા ઉપર માફી માગી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.