આ ફોટામાં છુપાયેલો છે એક દીપડો, દમ હોય તો શોધી બતાવો ક્યાં છુપાયો છે? ભલભલા ફેલ થઈ ગયા છે.

ઈન્ટરનેટ એક એવું સ્થળ છે જ્યાં ક્યારે પણ કાંઈ પણ વાયરલ થઇ શકે છે. ખાસ કરીને વાત સોશિયલ મીડિયાની આવે છે તો તેમાં લોકોનો રસ ઘણો વધી જાય છે. અહિયાં અવાર નવાર ફોટા વાયરલ થતા રહે છે. આ ફોટા અને વિડીયો કાંઈ પણ હોઈ શકે છે. તે રમુજ હોઈ શકે છે, કોઈ સોશિયલ મેસેજ આપી શકે છે કે એક પ્રકારનો કોયડો હોઈ શકે છે, આજની અમારી વાયરલ તસ્વીર પણ એક પ્રકારનો કોયડો છે.

આ કોયડો આંખોનું ભ્રમ ઉભું કરે છે. ખાસ કરીને અમે તમને જંગલનો એક ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ. આ ફોટાની ખાસ વાત એ છે કે તેની અંદર એક ચિત્તો છુપાયો છે, પરંતુ ફોટામાં જમીન ઝાડીઓ અને ચિત્તાના રંગરૂપ એવી રીતે ભળી જાય છે કે તે પહેલી નજરમાં પકડાતું નથી. તેવામાં તમારે તસ્વીરમાં ચિત્તાને શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે.

પ્રશ્ન : આ તસ્વીરમાં ક્યા છુપાયો છે ચિત્તો?

જરા તમે પણ આ ફોટાને એક વખત ધ્યાનથી જુવો. ધારો તો ઝૂમ કરી લો. તમારી ચપળ નજરથી તેમાં છુપાયેલા ચિત્તાને સર્ચ કરવાનો પ્રયાસ કરો. આ ફોટાને ટ્વીટર ઉપર @BellaLack નામના એક યુઝરે શેર કર્યો છે. ફોટા સાથે તેણે લખ્યું છે કોઈએ મને આ ફોટો મોકલ્યો અને તેમાં ચિત્તો શોધવાનું કહ્યું, પહેલા તો મને તે કોઈ મજાક લાગી પરંતુ પછી મેં ચિત્તો શોધી કાઢ્યો. શું તમે તે શોધી શકો છો?

તો આવો તમારા મગજના ઘોડા દોડાવો અને બતાવો ખરેખર આ ફોટામાં ચિત્તો ક્યા છુપાઈ બેઠો છે. તમને તે શોધવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. કદાચ સમય પણ લાગી જાય, પરંતુ તમે સરળતાથી હાર ન માનશો. તે શોધીને જ રહેજો. તેમ છતાં પણ ન શોધી શકો તો ટેન્શન નોટ. અમે તમને તેનો સાચો જવાબ પણ જરૂર જણાવીશું.

જવાબ : અહિયાં છુપાઈ બેઠો છે ચિત્તો

જો અથાગ પ્રયાસ અને મગજની કસરત છતાં પણ જો તમે તેમાં છુપાયેલા ચિત્તાને ન શોધી શક્યા તો ઉપરના ફોટાને જોઈ લો. જેમ કે તમે જોઈ શકો છો અમે તમારી સરળતા માટે ફોટામાં એક નિશાન બનાવી દીધું છે. તમે ત્યાં તે છુપાયેલા ચિત્તાને જોઈ શકો છો. તે ઝાડના જમણા હાથ તરફ માટીના ઢગલા વચ્ચે બેસીને આરામ કરી રહ્યો છે.

ચિત્તો ઘણો સારો શિકારી હોય છે. તે જંગલમાં પોતાના રંગને કારણે જ સરળતાથી ભળી પણ જાય છે. તેનામાં ધીરજ પણ ઘણી હોય છે. તે ઘણી વખત એક જ જગ્યાએ છુપાઈને બેસીને પોતાના શિકારની રાહ જોઈ શકે છે. એક યોગ્ય સમય આવે ત્યારે જ તે તેની ઉપર હુમલો કરે છે, તે ઘણો સ્ફૂર્તિલો પણ હોય છે.

અમને આશા છે કે તમને આ મગજની કસરત પસંદ આવી હશે, આવો હવે આ તસ્વીરને તમારા દોસ્તો અને સંબંધીઓ સાથે શેર કરો અને તેમાં છુપાયેલા આ ચિત્તાને શોધવાનું કહીએ. જુવો તે તેને કેટલા સમયમાં શોધી શકે છે. તમે એના સમય સાથે તમારા સમયની સરખામણી પણ કરી શકો છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.