આ પ્રાર્થના કરવાથી કાલ ભૈરવ થઇ જાય છે ખુશ. કરે છે બધી મનોકામનાઓ પૂરી.

કહેવાય છે કે કાલ ભૈરવ શિવનું સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાથી તમને ભય નથી સતાવતો. ખાસ કરી ને કહીએ તો કાલ ભૈરવ તમારૂ રક્ષણ કરે છે. જો તમે શનિ, રાહુ જેવા પાપિ ગ્રહોને કારણે દુ:ખી છો, ગરીબી તમારો પીછો નથી છોડતી. કોઈ પ્રકારની શારીરિક, આર્થિક અને માનસિક સમસ્યાઓથી દુ:ખી છો તો, તમારે કાળ ભૈરવની પ્રાર્થના કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કાલ ભૈરવથી કાળ પણ ડરે છે.

ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ કાળ ભૈરવ છે. શાસ્ત્ર મુજબ, માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથી એ કાલ ભૈરવ પ્રગટ થયા હતા. તેથી તેને કાળ ભૈરવ અષ્ટમી પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિ કાળ ભૈરવની પૂજા-અર્ચના કરે છે, તેના પાછલા જન્મ અને આ જન્મેમાં કરવામાં આવેલા પાપ દુર થઇ જાય છે. મૃત્યુ પછી કાળ ભૈરવના ભક્તોને ભગવાન શિવની પાસે જગ્યા મળે છે. એવું પણ માનવામાં આવે છે કે કાળ ભૈરવના ભક્તોના ભક્તોને શિવલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિનું મૃત્યુ કાશીમાં થાય છે, તેને યમદૂત પોતાની સાથે નથી લઇ જતા. કારણ કે તે જગ્યાએ યમનું શાસન ચાલતું નથી.

કાલ ભૈરવની પૂજા કરવા વાળા વ્યક્તિ ઉપર કોઈ ભૂત, પીચાશની અસર થતી નથી. કાળ અષ્ટમીનાં દિવસે ભૈરવની પૂજા કરવાથી તે ખુશ થાય છે. આ વિધિઓથી તમે કાળ ભૈરવની પૂજા કરી શકો છો.

1. કાળ ભૈરવ અષ્ટમીના દિવસે રાતના બાર વાગ્યે કાળ ભૈરવના મંદિરમાં જઈને સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો અને તેને વાદળી રંગના ફૂલ ચડાવો.

2. જો તમે તમારી કોઈ વિશેષ મનોકામનાને પૂરી કરવા માંગતા હો, તો તેના માટે આજના દિવસે, કોઈ પ્રાચીન કાળ ભૈરવના મંદિરમાં જઈને સફાઈ કરો અને કાળ ભૈરવને સિંદુર તેલ અને તેલના ચોલા ચડાવો.

3. શનિવારના દિવસે રાત્રે રાત્રે બાર વાગ્યે કાળ ભૈરવના મંદિરમાં જઈને તેમને દહીં અને ગોળનો ભોગ ચડાવો.

4. આજના દિવસે તમારા ઘરમાં કાળ ભૈરવ યંત્રની સ્થાપના કરો અને નિયમિત રીતે તેની પૂજા કરો.
ગુપ્ત નવવત્રિના દિવસે તમે કાળ ભૈરવની સાધના કરશો તો તે વધારે ફળદાયી રહેશે. ઘણીવાર એવું પણ બને છે કે જો કોઈ ભક્ત ભગવાન ભૈરવની સાધનામાં વધુ લીન થઇ જાય છે. તો ભૈરવ તે વ્યક્તિના શરીરમાં પણ પ્રવેશ કરી જાય છે. ભગવાન ભૈરવને પોતાના શરીરમાં બોલાવવા માટે આ શ્લોક છે.

आयाहि भगवन रुद्रो भैरवः भैरवीपते।

प्रसन्नोभव देवेश नमस्तुभ्यं कृपानिधि।

મંત્રના જાપ કરો. ત્યાર પછી સંકલ્પ કરવામાં આવે છે કે હું કાળ ભૈરવને મારા શરીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કાળ ભૈરવની આરાધના કર્યા પછી જો આ મંત્ર જપવામાં આવે છે, તો તમારી મનોકામના જલ્દી પૂરી થશે અને કાળ ભૈરવ પણ ખુશ થશે.

1) ॐ कालभैरवाय नमः।

2) ॐ भयहरणं च भैरवः।

3) ॐ हीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय हीं।

4) ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नमः।

5) ॐ भ्रां कालभैरवाय फट्।

કાલ ભૈરવની પ્રાર્થના કરવા માટે તમે તેમના મંદિરમાં જાવ, દારુ, અડદ, દૂધ, દહીં, ફૂલો વગેરેને ચડાવીને પણ બાબા ભૈરવને ખુશ કરી શકો છો. આ સિવાય કોઈ પણ ઉપરના અવરોધ માંથી તમને છૂટકારો મળી શકે છે.