આ શ્રાવણમાં તમે પોતાની દરેક મનોકામનાઓ કરી શકો છો પુરી, ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ જ લાભ.

શ્રાવણમાં પોતાની દરેક મનોકામના પુરી કરવા માટે ભોલેનાથ પર ચઢાવો આ ‘ધારા’, મળશે લાભ

શ્રાવણનો પવિત્ર મહિનો ભોલેનાથને ખૂબ જ પ્રિય છે, જો આપણે પૌરાણિક ગ્રંથો અનુસાર જોઈએ, તો સમુદ્ર મંથન દરમિયાન ઘણી દિવ્ય વસ્તુઓ બહાર આવી હતી, તેની સાથે જ સમુદ્ર મંથન દરમિયાન ઝેર પણ બહાર આવ્યું હતું, જે ભગવાન શિવજીએ પીઈને સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું. જ્યારે ભગવાન શિવજીએ ઝેર પીધું ત્યારે તેને તેમણે તેમના ગળામાં ધારણ કરી લીધું હતું, જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું હતું, તેથી જ દેવોના દેવ મહાદેવને નીલકંઠેશ્વર કહેવામાં આવે છે. જો શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક કરવામાં આવે તો તેનાથી ભગવાન બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

પુરાણોમાં ભગવાન શિવને લગતી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જો આપણે શિવ પુરાણ મુજબ જોઈએ તો, શ્રાવણ માસમાં ભગવાન શિવજીના રૂપ શિવલિંગ ઉપર જળ એટલા માટે ચડાવવામાં આવે છે. જેથી તેમના ગાળામાં રહેલા ઝેરની અસર ઓછી થઇ જાય, ભગવાનજીને શ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે અને તેમની ભક્તિ અને ઉપાસનાથી વ્યક્તિના જીવનના તમામ દુઃખો દૂર થઇ જાય છે, આજે અમે તમને ભગવાન શિવજી ઉપર કઈ સામગ્રી અર્પણ કરીને શું ફાયદો મળી શકે છે? તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

શ્રાવણ માસમાં ભોલેનાથ ઉપર ચડાવો આ પ્રવાહ

લગ્નની ઇચ્છા પૂર્ણ કરવા માટે

જો કોઈ વ્યક્તિ લગ્નની ઇચ્છા ધરાવે છે, તો તેવામાં તે વ્યક્તિએ પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગને દૂધ, બેલપત્ર, ખોયા કી મીઠાઈ, ભાંગ, શમી પત્ર, ગુલાબી રંગના ગુલાલથી અભિષેક કરો.

પાણી ચડાવવાથી આનંદ સૌભાગ્યની થશે પ્રાપ્તિ

ભોલેનાથને મોટાભાગના ભક્તો જળ ચડાવતા હોય છે, એવું કહેવામાં આવે છે કે જો વ્યક્તિ તાવને કારણે દુઃખી રહે છે, જો તે શિવલિંગ ઉપર જળનો પ્રવાહ અર્પણ કરે છે, તો તેનાથી તેને શુભ પરિણામ મળે છે, ઉપરાંત શિવલિંગનું જળથી અભિષેક કરવાથી સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

દૂધની ધારાથી બધા દુ:ખોનો થશે અંત

જો કુટુંબમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે, તમે તમારી સમસ્યાઓથી ઘણા દુઃખી છો અથવા જો તમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે, તો તેવામાં તમે ભોલેનાથ ઉપર દૂધની ધારા ચડાવો, તેનાથી તમારા બધા દુ:ખો દુર થશે અને કૌટુંબિક ઝગડા કાયમ માટે દૂર થઇ જશે.

મનપસંદ જીવનસાથી માટે

જો મનપસંદ જીવનસાથીની ઈચ્છા ધરાવો છે, તો પછી તમે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો.

દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે

જો તમે તમારા શત્રુઓથી ઘણા મુશ્કેલીમાં છો, તો તેવામાં તમે ભગવાન શિવજીનો સરસીયાના તેલથી અભિષેક કરો, તેનાથી તમે તમારા શત્રુઓ ઉપર વિજય મેળવશો.

રોગોથી મુક્તિ મેળવવા માટે

જો તમે કોઈ રોગથી ઘણા દુઃખી રહો છો, ઘણા ઉપચાર કરાવ્યા પછી પણ આરામ નથી મળી રહ્યો, તો તેવામાં તમે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને આદર ભાવ સાથે કુશના પાણીનો પ્રવાહ ચડાવો, તેનાથી દર્દી વ્યક્તિના તમામ રોગો દૂર થશે. આ ઉપરાંત જો તમે ઘીનો અભિષેક કરો છો તો તેનાથી તમારુ આરોગ્ય તંદુરસ્ત રહે છે, તે વંશ વૃદ્ધીમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.