આ સૂર્ય મંત્ર તમારી બધી મનોકામનાઓ કરશે પુરી, જાપ કરવા વાળા લોકોના ખુલી જશે નસીબ.

માણસના જીવનમાં ઘણી બધી તકલીફો ઉભી થાય છે, જેને લઈને હંમેશા વ્યક્તિ ઘણો ચિંતિત રહે છે, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાના જીવનની તકલીફો માંથી વહેલી તકે છુટકારો પ્રાપ્ત કરે અને પોતાની મનોકામનાઓ પૂરી કરી શકે, જેના માટે તે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરે છે, જેમ કે તમે બધા જાણો છો કે અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે, તે રીતે રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે, રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા અર્ચના અને સાધના કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે આ દિવસ સૂર્ય દેવતાની જો પૂજા અર્ચના કરવામાં આવે અને સૂર્ય મંત્રના જાપ કરવામાં આવે તો વ્યક્તિની તમામ સમસ્યાઓનું સમાધાન થશે, અને વ્યક્તિની ઈચ્છા વહેલી તકે પૂરી થઇ શકે છે, જો તમે રવિવારના દિવસે સૂર્યોદય વખતે ભગવાન સૂર્યની પૂજા અર્ચના કર્યા પછી આ મંત્રોના જાપ કરો છો, તો જાપ કરવા વાળા લોકોની ઈચ્છાઓ પૂરી થાય છે.

આવો જાણીએ રવિવારે ક્યા સૂર્ય મંત્રના જાપ કરવા :-

કોઈ પણ મંત્રના જાપ કરતા પહેલા તેના વિષે સાચી વિધિ જાણવી ઘણી જરૂરી છે, જો તમે વિધિ પૂર્વક મંત્રોના જાપ નહી કરો તો તેનો તમને લાભ નહિ મળે, જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ ઉભી થઇ રહી છે, તો તમે રવિવારના દિવસે સૂર્યોદયના ૧ કલાક પહેલા સ્નાન કરીને પીળા વસ્ત્ર પહેરી લો, ત્યાર પછી તમે પીળા આસન ઉપર પૂર્વ દિશા તરફ તમારું મોઢું કરીને બંને હાથોને તમારા ખોલામાં રાખીને બેસી જાવ, ત્યાર પછી તમારે ઉગતા સૂર્યના કિરણો તરફ ધ્યાન કરવાનું રહેશે.

તમે આ પ્રકારે ૧૦ મિનીટ સુધી ધ્યાનમાં લાગી રહો, ત્યાર પછી તમે “ॐ हृां हृौं सः सूर्याय नमः” મંત્રના તુલસી માલાથી ૨૫૧ વખત મનમાંને મનમાં જાપ કરો, જયારે તમારા મંત્રના જાપ પુરા થઇ જાય, ત્યારે તમે ઉગતા સૂર્યને “ॐ सूर्याय नमः” બોલતા બોલતા અર્ધ્ય આપો.

સૂર્ય મંત્ર જાપથી મળતા ફાયદા :-

જો તમે સૂર્ય મંત્રણા જાપ કરો છો, તો તેનાથી કોઈ પણ પ્રકારના રોગ થોડા જ દિવસોમાં દુર થઇ જાય છે.

જો તમે આ મંત્રના જાપ કરો છો, તો નકારાત્મક વિચાર, ચિંતા અને તનાવ માંથી છુટકારો મળે છે.

જો તમે આ સૂર્ય મંત્રના જાપ કરશો તો તેનાથી ગુસ્સો, હીન ભાવના, અહંકાર વગેરે દુર થાય છે.

આ સૂર્ય મંત્રના જાપ કરવાથી સૂર્ય દોષ માંથી છુટકારો મળે છે.

જો નોકરી કે વેપારમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે તો રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવા અને આ મંત્રના જાપ કરવા લાભદાયક માનવામાં આવે છે.

જો તમે રવિવારના દિવસે આ સૂર્યમંત્રના જાપ કરશો તો વહેલી તકે તમારી અધુરી ઇચ્છાઓ પૂરી થશે અને સૂર્ય દેવતાની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે, તમે સૂર્યદેવતાને પ્રાર્થના કરો કે તે તમારી તમામ મનોકામનાઓ વહેલી તકે પૂરી કરે.

ઉપર જણાવવામાં આવેલી રીતોથી જો તમે આ સૂર્ય મંત્રના જાપ કરો છો, તો તમે તમારા જીવનની ઘણી બધી તકલીફો માંથી વહેલી તકે છુટકારો પ્રાપ્ત કરી શકો છો અને તમારી અધુરી ઇચ્છાઓ વહેલી તકે પૂરી થશે, આ ઉપાય જ્યોતિષ શાસ્ત્રમાં ઘણો અસરકારક માનવામાં આવે છે, જો યોગ્ય રીતે આ મંત્રના જાપ કરવામાં આવે તો તેની અસર જલ્દી જોવા મળશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.